Sense Of Self Is An Essential Skill Of Mind

Author
Paul Fleischman
64 words, 13K views, 9 comments

Image of the Weekસ્વત્વ નો ભાવ મન માટે જરુરી ગુણ છે

-પોલ ફ્લેશમેન


ઘણા પશ્ચિમી લેખો માં બુદ્ધ ના “અનાત્મ”- અનંત આત્મા ન હોવાના વિચાર ને એવા વિચાર સાથે મિશ્રિત કરવામાં આવે છે કે ધ્યાન નો અર્થ એ કે તમે તમારા સામાન્ય હોવાપણા ને રદ્દ કરો. પછી અખબારો એ મનોચિકિત્સા નો ઉપયોગ કરી ને આ બાબત ની પુષ્ટિ કરે છે. એક મનોચિકિત્સક, બ્રુસ હુડ પોતાના પુસ્તક “ the self illusion” માં લોકો ને પોતાની જાત-સ્વત્વ ના ભાવ પ્રત્યે વિમુક્તિ અને પરિત્યાગ કેળવવા પ્રેરિત કરે છે.


એક મનોચિકિત્સક ને આ સાંભળી ધ્રાસકો પડે, જે પોતાના કાર્યકાળ દરમિયાન માનસિક રીતે વિછિન્ન, નાજુક અને નબળા વ્યક્તિ ને જાત પ્રત્યે નો વિચાર સુસંગત રીતે પ્રબળ કરવાની સલાહ અને મદદ કરે છે. મને ફરી એકવાર શબ્દભાર આપી એક વાક્ય માં સમજાવા દો: આપણી જાત પ્રત્યે ની સભાનતા એ બનાવટ છે, આપણા મન નું એક મહત્વ નું પાસું. આપણું મન શારીરિક સંવેદના માં સમાયેલું જ્ઞાન એકઠું કરે છે એટલે તે સતત સંકલિત ઓળખ નું તાદાત્મ્ય રચે. આને કારણે આપણી અંદર ઉત્કટ યાદ, સુસંગતતા અને ચપળતા આવે છે- તમે કહી શકો કે “ચરિત્ર” કે “સ્વભાવ” બને – જે તત્કાળ પ્રતિક્રિયા માં જો આપણે સિમિત હોય તેના કરતાં વધું હોય છે.


આપણું સ્વત્વ રચિત છે તેવું સમજવું અને તેનું અવમૂલ્યાંકન કરવું તે બંને વચ્ચે જબરો તફાવત છે. આખરે કપડાં, ગાડી અને ઘર પણ રચિત છે, આપણે તેના વિના જીવવા નો પ્રયત્ન નથી કરતા. આપણું શરીર પણ એક રચના છે અને આપણે તેના વિના પણ જીવવા નું વિચારી નથી શક્તા. આપણો સ્વત્વ નો ભાવ એક સંકલિત, માનસશાસ્ત્ર છે, કે આપણે આપણું જીવન કેન્દ્રિત, નિર્દિષ્ટ અને સુસંગત રીતે જીવવાનું છે. માનસશાસ્ત્ર પ્રમાણે, બુદ્ધ ને પણ સ્વત્વ નું તીવ્ર ભાન હતું જેને તેમને જીવનભર ના તેમના ઉપદેશ અને નેતૃત્વ દરમિયાન સાતત્ય અને સુસંગતતા આપી.


ઘણા લોકો ને આવી સુસંગત, ચપળ, આંતરિક ક્રિયાત્મ્કતા ઉભી કરવા માં તકલીફ પડે છે. તેમની આ મુશ્કેલી ઘણા કારણોસર હોય, ચેતાતંત્ર અને/અથવા પર્યાવરણીય. આ આપણા પાડોશી અને પરિવારજનો ઘણું ભોગવે છે, કારણકે તેઓ પોતાની આસપાસ લક્ષ, પ્રેમ, લોકો અને કાર્ય નું જગત ખડું નથી કરી શક્તા. આપણે વિહ્વળ લોકો ની ક્રિયાત્મકતા ને નબળી નો પડવા દેવી જોઈએ, એવું સૂચિત કરીને કે તેઓ નું આ સ્વત્વ મનોરચિત છે, અને તેનો ત્યાગ થવો જોઈએ કારણકે, બધું અનિત્ય છે, તેઓ ને કાર્યરત થવા સ્વત્વ ના ભાવ ની જરૂર પડશે.


જયારે આપણે ધ્યાન ની પ્રજ્ઞા માં સ્થિત થઈએ, ત્યારે આપણે આ સ્વત્વ-જાત ને કલ્પના તરીકે જોઈ શકીએ, અને રોજબરોજના કામ માં, આપણે આપણી જાત ને, બુદ્ધ ની જેમ જ, પ્રભાવી બનવા, ગણત્રી માં લઈએ. આપણે સૃષ્ટિ છીએ, આ વિજ્ઞાન ના નિયમો અને જે ઉર્જાશક્તિ પર ચાલીયે છીએ તે મહાવિસ્ફોટ પણ. આપણે રચિત છીએ, આપણા મન દ્વારા બનેલા, જયારે તેને અનિત્ય સંવેદના ને સંકલિત કરીને ચિત્ર ઉભું કર્યું. અને આપણે વ્યક્તિઓ છીએ જેમને જન્મ લીધો છે, ભોજન કરવા, ધ્યાન કરવા, મિત્ર બનાવવા અને કાર્ય કરવા. આ બધાં આયામો સહ-અસ્તિત્વ ધરાવે છે અને પરમ સત્ય ના પાસા ને પ્રદર્શિત કરે છે.


પોલ ફ્લેશમેન એક મનોચિકિત્સક અને વિપસ્યના સાધના ના ગુરુ છે, તેમને આઠ પુસ્તકો લખ્યા છે. ઉપરોક્ત ફકરો તેમના "A Practical And Spiritual Path" માંથી ઉદધૃત છે.


મનન ના પ્રશ્નો:
૧.) સ્વત્વ કે જાત નો ભાવ મનોરચિત છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે એક સુસંગત માનસિક રચના છો?
૩.) કેવી રીતે તમે તમારા સ્વત્વ-જાત નો આદર કરી શકો તેમ જાણીને પણ કે તે માત્ર રચના છે?
 

Paul R. Fleischman is a psychiatrist, a teacher of Vipassana meditation, and an author of eight books, most recently, "Wonder: When and Why the World Appears Radiant". The Above is from his Essay, "A Practical And Spiritual Path"


Add Your Reflection

9 Past Reflections