The Root Of The Root Of Your Self

Author
Rumi
62 words, 35K views, 16 comments

Image of the Weekપંડ ની ઉત્પત્તિનું મૂળ

-રૂમી


જા નહીં, પાસે આવ,
શ્રદ્ધાવિહીન ન બન, શ્રદ્ધાવાન થા.
તારા ઝેર નું મારણ શોધ,
આવ, તારા પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવ


માટીથી ઘડાયેલો, અને ખાત્રી ની નક્કરતા માં પલોટાયેલો,
પવિત્ર તેજ નાં ખજાનાનો રક્ષક,
આવ, તારા પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવ.


એકવાર તું તારા નિસ્વાર્થ ભાવમાં, સ્થિત બનીશ,
કે, તારા અહં થી દુર ખેંચાઈશ, અને બંધન મુક્ત બનીશ,
આવ, તારા પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવ


ઈશ્વરના અંશ રૂપી રચાયેલા બાળકોનો તું બાળક છો,
પણ તે તારું નિશાન ખુબ નીચું સાધ્યું છે.
તું કેવી રીતે ખુશ રહી શકે છે?
આવ, તારા પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવ


ઈશ્વર ના તેજ ની પ્રભા થી તું જન્મ્યો છે, અને ઉચ્ચ તારાઓ નો તને આશિર્વાદ છે,
તો પછી જેનું અસ્તિત્વ નથી, તેવી બાબતો થી કેમ પરેશાન થાય છે?
આવ, તારા પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવ


તું પત્થર માં જડાયેલ માણેક છે,
ક્યાં સુધી તું આ સત્ય ના અસ્વિકાર નો દંભ કરીશ?
તારી આંખમાં અમને આ દેખાઈ છે.
આવ, તારા પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવ


તું અહિયાં તે ઉત્તમ મિત્ર ની હાજરી મહીંથી આવ્યો,
થોડો ઉન્મત, પણ ઋજુ, અમારા હ્રદય જીતતો,
તેવી અંગાર ભરેલી દ્રષ્ટી થી;
તો, આવ, તારા પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવ


-કવિ મૌલાના જલાલઉદ્દીન રૂમી ની કવિતા જે કબીર હેલ્મીસ્કીએ ભાષાંતરિત કરી છે.

મનન ના પ્રશ્નો:
૧.) પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં આવવું એ વિષે તમારી શું સમજણ છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે પંડ ની ઉત્પત્તિ ના મૂળમાં પ્રવેશ કર્યો હોય?
૩.) તમે પત્થર માં જડાયેલ માણેક છો- તેનો સાક્ષાત્કાર કેવી રીતે કરશો?
 

Poetry of Mevlâna Jalâluddîn Rumi
Translated by Kabir Helminski


Add Your Reflection

16 Past Reflections