Recycling Karmic Trash


Image of the Weekકર્મ ના કચરા નું શુદ્ધિકરણ કરવું


-શિનઝેન યંગ


આધ્યાત્મિક પથ પર રહેલા લોકો માટે એ બહુ સાધારણ વાત છે કે તેઓ બીજાના ઝેર અને દુઃખ પ્રત્યે સંવેદનશીલતા કેળવતા હોય છે. ક્યારેક આના ઘડતર નો અર્થ એવો હોય છે કે “હું આ બધી નકારાત્મકતા ઉપાડું છું.” ક્યારેક તેનું ઘડતર એવા વાક્ય માં હોય છે કે “લોકો મારી શક્તિઓ શોષી લે છે.” અને આને લગતી બીજી માન્યતા આવી કંઇક હોય છે: “હવે મેં થોડીક અધ્યાત્મિક ઉન્નતિ મેળવી છે, એટલે મને મારા જુના મિત્રો/પરિવાર/સામાન્ય માણસો સાથે સંલગ્નતા કેળવવી અઘરી લાગે છે; એ લોકો સાવ અજાણપણે વણજોઈતું દુઃખ ઊભું કરે છે; અને મારા અને તે લોકો વચ્ચે કંઈ સમાનતા નથી.”


આવી લાગણીશીલતા વિષે અનેક બાબતો ધ્યાન માં રાખવા જેવી છે. એક: આ એક હંગામી પરિસ્થિતિ છે જેમાંથી સાધક બહાર આવી જશે. બીજું: જયારે આ પરિસ્થિતિ માંથી બહાર આવી જઈએ ત્યારે તે તદ્દન વિપરિત પરિસ્થિતિ માં પરિણમે છે: જેમાં, જેમ વધારે અજાણ અને ગૂંચવાયેલા લોકો હોય, તેમ તમને તેની સાથે રહેવું ગમે. તમે પહેલી હંગામી પરિસ્થિતિ માંથી આ વિપરિત સ્થિતિ માં આવવા માટે આ પ્રજ્ઞા કેળવી શકો:


આપણે જયારે બીજા ની આસપાસ હોય ત્યારે તેઓ જ્યાં હોય તે આપણે પકડીએ છીએ. જો તેઓ ખરાબ જગ્યા માં હોય તો આપણે તે પકડીએ. આને વિગ્રોત્રીય કષ્ટ કહેવાય.. એવું કષ્ટ જેનું મૂળ બહાર છે, કહેવાનો અર્થ એ કે બીજાની અંદર કંઇક ચાલે છે જેને કારણે તમે અસ્વસ્થતા નો અનુભવ કરો છો. આ વિગોત્રીય શબ્દ આંતરજન્ય થી વિપરિત છે. આંતરજન્ય અસ્વસ્થતા એ પોતાની અંદર ના કોઈક કારણો થી ઉદભવેલ અસ્વસ્થતા છે. મુખ્ય બાબત એ સમજવાની કે અસ્વસ્થતા વિગોત્રીય હોય કે આંતરજન્ય, તેનો ઉદભવ કોઈક માનસિક છબી, વાર્તાલાપ અને સંવેદનશીલ શારીરિક ભાવના થી થયેલો છે. કોઈપણ તે હદ સુધી સંવેદના ના ઉદભવ નો અનુભવ કરી શકે, જ્યાં સુધી તે દુઃખ માં ન પલટાઇ. પછી તે મહત્વનું નથી કે આ ઉદ્વેગ વિગોત્રીય છે કે આંતરજન્ય કે પછી બંને નું કંઇક મિશ્રણ. તેનો “સંપૂર્ણ અનુભવ” એટલે હું સમજું છું કે તેનો જાગૃતિ સભર અનુભવ એટલે એવો અનુભવ જ્યાં એકાગ્રતા, સંવેદના ની સ્પસ્ટતા, અને સમત્વ ની સ્થિતિ હોય.



જયારે કષ્ટ આંતરજન્ય હોય અને તમે તેનો અનુભવ ખુબ જાગૃતિ થી કરો, તો તે વધું દુઃખ માં નથી પલટાતું, ત્યારે એવું લાગે કે તમે શુદ્ધ બની રહ્યા છો. જયારે કષ્ટ વિગોત્રીય હોય અને તમે તેનો અનુભવ જાગૃતિ થી કરો ત્યારે, તે દુઃખ માં નહીં જ પલટાઈ પણ એવું લાગશે કે તમે અને સામેવાળું વ્યક્તિ બંને શુદ્ધ બની રહ્યાં છો. બીજા શબ્દો માં કહીએ, તો તમારી આંતરિક સ્થિતિ કેવી રીતે બીજાના દુઃખ ને પચાવે છે, તે, સુક્ષ્મ રીતે સામેવાળાની આંતરિક સ્થિતિ ને તેવું કરવાનું શીખવી જાય છે. તેને તો ખબર પણ નથી કે આ બની રહ્યું છે, પણ તમને ખબર છે. તમે એ પણ જાણો છો કે તમે તે વ્યક્તિ નું જતન કરી રહ્યાં છો, જેના બદલા માં સુક્ષ્મ રીતે તમારું જતન કરે છે. એટલેજ, આખરે, તમે વધું મૂંઝાયેલા અને ગૂંચવાયેલા લોકો સાથે રહેવાનું પસંદ કરો છો. બ્લુ બ્રધર્સ ના કથન પ્રમાણે, તમે “ઈશ્વર ના વિશેષ ખાનગી કામ માટે નિયુક્ત થયા છો.” તમે જીવન માં એક મોટા વાયુ શુદ્ધિકરણ ના તંત્ર બનો છો જે મનો સ્થિતિ માં રહેલ કચરા ને ઉપાડી તેનું શુદ્ધિકરણ કરી, તેમાંથી શક્તિ ખેંચી ને તેને સકારાત્મક શક્તિ રૂપે ફરી પ્રકાશિત કરે છે. તમને તમારા કામ ની ખબર છે અને તમે તેને પ્રેમ કરો છો : કર્મ ના કચરા નું શુદ્ધિકરણ.

કહેવાની જરૂર નથી, કે આ બધું કરવા માટે ખુબ મહેનત લાગશે, પણ, આ પથ પર જે હોય તેને આ બાબત ની પ્રેરણા થવી જ જોઈએ.


માનસિક હેતુથી આ બાબત તદ્દન વિરોધાભાસી છે. અમુક ઉપચારાત્મક પધ્ધતિ માં, હેતુ એ હોય કે વ્યક્તિ એવી સ્થિતિ માં પહોંચે જ્યાં તે કોઈપણ બાબત માં “પોતાના માટે શું છે” અને “બીજાના માટે શું છે” તે વચ્ચે ભેદ પારખી શકે. જયારે ચિંતન આધારિત અધ્યાત્મમાં, હેતુ એ છે, કે, એવી સ્થિતિ માં પહોચવું જ્યાં કોઈ ભેદ વિષે વ્યક્તિ ને પરવા જ ન હોય!


- શિનઝેન યંગ અમેરિકા માં જાગૃતિ કેળવણીકાર છે અને ન્યુરોવિજ્ઞાન ના રીસર્ચ સલાહકાર છે.


મનન ના પ્રશ્નો:
૧.) કષ્ટ ને જાગૃતિ થી અનુભવ કરવાથી શુદ્ધિ થાય છે તે વિષે તમારું શું મંતવ્ય છે.
૨.) બહાર ના કષ્ટ ને જાગૃતિ થી અનુભવ કરવા થી તમારું જતન થયું હોય એવો કોઈ પ્રસંગ વર્ણવો.
૩.) “ હું શું” અને “તેઓ શું” એવા ભેદ ની પરવા ન કરવા માં શું મદદ કરશે?
 

Sourced from hereShinzen Young is an American mindfulness teacher and neuroscience research consultant. 


Add Your Reflection

10 Past Reflections