Bedrock On Which We All Stand


Image of the Weekજેના પર આપણે ઉભા છીએ તે આધારશિલા


- જે. કૃષ્ણમૂર્તિ


સાહેબ, તમે સમજો છો, કે સૃષ્ટીમાં તમે છો અને સૃષ્ટી તમારામાં છે? આ જગત તમારા અને મારા થી વેગળું નથી. એક સમાન સંબંધ નો તંતુ આપણને બધા ને સાથે વણી ને રાખે છે. અંતર ના ઊંડાણમાં આપણે બધા જોડાયેલા છીએ. ઉપરછલ્લી રીતે બધું જુદું દેખાય. જુદી પ્રજાતિ, જુદો વર્ણ, જુદી સંસ્કૃતિ અને રંગ, જુદી રાષ્ટ્રીયતા અને સંપ્રદાય અને રાજનીતિ.


જો તમે નજીક થી જુઓ, તો તરત દેખાય કે આપણે બધા જીવનના એક ચિત્રપટ નો ભાગ છીએ. જયારે આપણે આપણી જાતને આ શ્રેષ્ઠ સંબંધ ની આકૃતિ ના ભાગ સ્વરૂપે જોઈએ ત્યારે, રાષ્ટ્ર, સંપ્રદાય અને રાજનીતિ ના સંઘર્ષો નો અંત આવી જશે. સંઘર્ષો અજ્ઞાન માંથી પૈદા થાય છે. જયારે આપણે આ બાબત થી અજ્ઞાન છીએ કે બધુજ ચેતન તત્વ જોડાયેલું છે, ત્યારે આપણે એકબીજા પર હુકમ સ્થાપિત કરવાની કોશિશ કરીએ છીએ. જયારે એ સમજ નથી કે સંબંધ આપણા અસ્તિત્વ નો આધાર છે, ત્યારે સમાજમાં માત્ર વિઘટન થાય છે. સંબંધ એ આધારશિલા છે, જેના પર આપણે બધા ઉભા છીએ.

[ મેં પૂછ્યું, “તમે કહો છો કે સંપ્રદાય, રાજનીતિ અને આદર્શોએ માનવતા ને હણી છે. તો આ ઘાવ આપણે કેવી રીતે ભરીયે? આપણે કેવી રીતે સમન્વય ની સ્થિતિ માં રહીએ?’]

આ સમસ્યા સંપ્રદાય કે રાજનીતિ કરતાંય ઘણી ઊંડી છે. આ આપણા મનમાં ઉભી થાય છે, આપણી ટેવોમાં અને આપણા જીવનમાં. એક પ્રકાર નું અનુકુલન સદીઓ થી સતત ચાલ્યું આવે છે. આપણે આ અનુકુલન ના વશમાં અને આપણા પોતાના અનુકુલન પ્રમાણે વર્તન કરીએ છીએ. ન્યાયીકરણ, પૂર્વગ્રહ, ગમતું અને અણગમતું, આ બધું એકજ સમસ્યા નો ભાગ છે. આપણે એવા અનુકુલન ની માન્યતામાં છીએ કે અવેક્ષક અવલોકન કરતા અલગ છે, વિચારક વિચાર થી અલગ છે. આ દ્વૈતવાદ, આ વર્ગીકરણ, એજ બધી સમસ્યાની જનેતા છે, બધાંજ કષ્ટ અને વેદના નું મૂળ. તમે સમજો છો, સાહેબ? આ ખુબ મહત્વનું છે.

[“મને આશા છે કે હું સમજુ છું. તે છતાંય, આપણે દ્વૈતમાંથી પૂર્ણ તરફ કેમ જવાનું?’ મેં મારી પુછપરછ ચાલુ રાખી.]

ઘા ના રૂઝાવા માટે, આપણે પરિકલ્પના, સૂત્ર અને તૈયાર જવાબો ની પરે જવું પડશે. આપણે મૌન સાધી ને લક્ષ કેળવવું પડશે. મૌન અને લક્ષ એ ધ્યાન માટે ની ભૂમિકા તૈયાર કરશે. ધ્યાન ની પ્રક્રિયા વિભાજન થી ઉત્તપન થયેલાં ઘા રૂઝાવશે. ધ્યાનમાં, વિભાજન નો અંત થઈને પૂર્ણતા ઉદભવે છે. “હું” અને “તમે” વચ્ચે ના ભેદ નથી રહેતા કે, “અમે” અને “તમે”, કે “સારું” અને “ખરાબ” વચ્ચેના પણ.

જયારે અહં, આડંબર, ભય, એકલતા, અસુરક્ષિતતા, અજ્ઞાન નથી રહેતા, ત્યારે રૂઝાવ આવે છે, અને પૂર્ણતા પણ.

જે. કૃષ્ણમૂર્તિ ભારત ના એક મહાન તત્વજ્ઞાની અને સંત થઇ ગયા. ઉપર નો ફકરો તેમના સતીષકુમાર સાથે ના સંવાદ, 'You Are, Therefore I Am’ માંથી ઉદધૃત છે.

મનન ના પ્રશ્નો:
૧.) આપણે આપણા અનુકુલન ના બંધન માં કેવી રીતે વર્તીએ છીએ, તેની તપાસ કરવા સંપ્રદાય કે રાજનીતિ કરતાંય ઘણું ઊંડું જવું પડશે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) ક્યારેય તમે તમારા પૂર્વગ્રહ, ભલે તે કેટલો વ્યાજબી હોય, તેની પરે જઈને, સંબંધ નિભાવ્યો છે?
૩.) વિભાજન ની પરે જઈને પૂર્ણતા સુધી પહોંચવા શું મદદ કરશે?
 

J. Krishnamuti was a great Indian philosopher and sage. The excerpt above is from his dialogues with Satish Kumar, as archived in 'You Are, Therefore I Am.'


Add Your Reflection

10 Past Reflections