The Gift Of Threshold Moments

Author
Sam Keen
42 words, 22K views, 8 comments

Image of the Weekકિનારા ની ક્ષણો ની ભેંટ


– સેમ કિન



મેના નું ગીત એવા અનુભવો ના પરિવાર માંથી આવે છે કે તે આપણ ને એવા કિનારે લઇ જાઈ છે જ્યાં રવ- નીરવ માં પલટાઈ, સમય- સમય ના સીમાડા ની પાર જાઈ, અને જાણ માં આવતું જગત અજાણ અને રહસ્યમયતા માં ઓગળી જાય છે.


આ અનુભવ ના પરિવાર માં આ બધું સામેલ છે: મંદિર ના ગુંજી ને શૂન્ય માં ક્ષીણ થતા ઘંટ નો અવાજ; તિબેટી સાધુ ઓ ના વિવિધ સ્વરસંગીત બદ્ધ શ્લોકપઠન જે સમાજ ના અનંત રવ માં ભળી જાઈ છે; કડકડતી વીજળી અને તેના ચમકાર ની વચ્ચે નો વિદ્યુત લીસોટો; મૃત્યુ સમક્ષ પહોંચેલા વ્યક્તિ ના છેલ્લા શ્વાસ નો દારુણ ખાલીપો જે ઉચ્છવાસ માં નહી પરિણમે; ધ્યાન દરમિયાન આવતો એક ઊંડો નિસાસો અને પછી આવતી ગહન શાંતિ જયારે આખરે મન બડબડાટ કરવાનું બંધ કરે છે; સૂતાં પહેલાં કે ઊઠીને ને તરત આવતી એક અનંત ક્ષણ, જયારે આપણે એવા સ્વપ્ન જગત માં દાખલ થઈએ જ્યાં આપણું ઉડવું, જાતિ બદલવી, કે એક જ સમયે આપણે અને આપણા માં-બાપ બનવું બધુંજ વાજબી છે.


આવી કિનારા ની ક્ષણો માં, આત્મા મન ના ચેતોપાગમ વચ્ચે સરકી ને જાઈ છે. સ્વાભાવિક ભ્રમ કે આ નાસ્તિક અને જુલ્મી કાળ ની પરે કંઇજ નથી તે ભાંગે છે, અને આપણ ને શાશ્વત કાળ નો ક્ષણિક સંપર્ક થાય છે, એક પવિત્ર સમય ની સભાનતા. આવા ભરપુર ખાલીપા આપણ ને આપણી સમજ ની સીમા સૂચવે છે. આપણે એવું ચોકકસ પણે જાણી શકીએ કે આપણ ને થતો સમય અને જગત નો અનુભવ તે માત્ર આપણા સીમિત માનસે ઉભી કરેલી યંત્ર રચના, વર્ગીકરણ અને પરિપેક્ષ્ય થી વધું કંઇજ નથી.


સમ્રાટ પતંગિયા જેમ નીચેના સ્તરે સ્થળાંતર કરવા બાધિત હોય છે તેમ આપણી પાંખો પણ આપણ ને બહાર ના બહોળા અંતરીક્ષ માં નહી લઇ જઈ શકે. આ અજાણ ના અનુભવ નું નામ ગુઢવાદ નથી પરંતુ પ્રજ્ઞા છે. જયારે ડેલ્ફી ના ઓરકલે એમ કહ્યું કે સોક્રેટિસ ગ્રીસ નો સૌથી ડાહ્યો માણસ છે ત્યારે સોક્રેટિસે એવો જવાબ આપ્યો કે આનો અર્થ એટલો કે તે પોતાના અજ્ઞાન ને જાણે છે. જ્ઞાન નું પ્રગટીકરણ આપણા અજ્ઞાન માંથી થતું હોય છે, તે આપણ ને શીખવે છે કે આપણે એક નાનકડા પ્રકાશ વર્તુળ માં સીમિત છીએ જે અપાર રહસ્ય થી વીંટળાયેલું છે. એક દંતકથા મુજબ, ઘુવડ – જે એથેના નામક જ્ઞાન ની દેવી નું ચિન્હ છે –તે પોતાની પાંખ સમીસાંજ આવતાં જ પસારે છે. જ્ઞાન તે જોવાની પ્રવૃત્તિ નો વિરોધાભાસ છે.


જ્યાં હું રહું છું તે વિસ્તાર માં થોડા ઝાડ છે અને ત્યાં હવે મેના પક્ષી નો વાસ નથી. પણ ત્યાં મોટા શિંગડાં વાળા ઘુવડ ઘણાં છે, અને જયારે સમીસાંજે તે વિચિત્ર ઘૂં-કાર કરે છે, ત્યારે હું એવા સમય માં પાછો જાવ છું જયારે હું શાંતિ થી કિનારે ઉભો છું, મેના ના પ્રાર્થના ગીત ના આવકાર ને સાંભળતો, અને ત્યાંજ એક ઝીણો પૃથ્વી નો શૂન્ય સ્વર સંભળાઈ છે. વર્ષો ઉપર, મેના નાં શમન ગાને મને ધીમે ધીમે અજ્ઞેયવાદી બનાવી દીધો છે. અજાણ. ચકિત.


-સેમ કિન ના “Sightings” માંથી ઉદ્ધ્રુત


મનન ના પ્રશ્નો:
૧.) કિનારા ની ક્ષણ તમારે માટે શું છે?
૨.) તમે ક્યારેય આવી ક્ષણ નો અનુભવ કર્યો હોય તો તે વર્ણવો.
૩.) નાનકડા પ્રકાશ વર્તુળ માં રહેતા આપણે કેવી રીતે અપાર રહસ્ય ના જ્ઞાન માટે ખુલી શકીએ?
 

From 'Sightings' by Sam Keen.


Add Your Reflection

8 Past Reflections