Living In The Freshest Chamber Of The Heart


Image of the Weekહ્રદય ના નુતન કક્ષ માં વાસ કરવો


– માર્ક નેપો


આપણી કંઇક શોધી ને તેને પ્રેમ કરવાની અને ફરીવાર પ્રેમ કરવાની ક્ષમતા, નો આધાર તેના પર છે કે આપણે કેવી રીતે આપણી જ્યાં પહેલાં હતા ત્યાંથી ઉકેલ મેળવી ને સંકલન કરીએ છીએ. આનું ઉત્તમ ઉદાહરણ છે અનેક કોશેટામાં રહેતું નોટિલસ, એક અદ્ભુત છીપ જીવ જે દરિયા કિનારે રહે છે. આ નોટિલસ સાગર ના ઊંડા પેટાળ માં નો જીવ છે, જેમકે એક મૃદુ માણસ જે ઉપર ના કડક કાચલાં ની નીચે પોતાની પ્રાર્થના ને ઊંડાણ માં પામે છે. સમય જતાં તે સર્પાકાર કક્ષો બાંધે છે, પણ હંમેશ નવા કોશ માં વાસ કરે છે.


બાકીના કક્ષ, કહેવાય છે કે, તેમાં ગેસ અને પ્રવાહી પદાર્થ રહે છે જે નોટિલસ ને પોતાની તારણ શક્તિ કાબુમાં રાખવામાં મદદ કરે છે. અહીંયા પણ, એક છુપી સીખ છે કે કેવી રીતે આપણે ભૂતકાળ નો ઉપયોગ કરવો: એકદમ નવા કક્ષ માં રહેવું અને બાકીના ને તારણ શક્તિ બનાવી ને તરવું.


શું આપણે, આ રીતે, આપણા આઘાતો ના મજબુત કક્ષ બનાવી: તેમાં રહીએ નહી, પરંતુ તે ભૂતકાળ ને તોડી ને એટલું પાતળું પ્રવાહી બનાવીએ કે તે તેનું વજન ગુમાવી દે? શું આપણે અંતર માં એવું સ્થાપિત કરી શકીએ કે આપણે જ્યાં ઘણું હતાં, ત્યાં હવે નથી? આવું આપણે કરી શકીએ ત્યારે, જીવન હળવું લાગશે.


આ કોઈ અકસ્માત નથી કે નોટિલસ પોતાના નીચે રહેલા મંદ પાચન ને એવા શરીર માં પલટાવે છે જે તરી શકે. તે કહે છે કે સમય એક જ એવો છે જે ભૂતકાળ ને પરિપેક્ષ્ય માં લાવે, અને જયારે ભૂતકાળ પાછળ રહી જાય, આપણી સામે નહી, ત્યારે આપણે વધું ખુલ્લા અને ખાલી થઇ ને જે નવું આવવાનું છે તેનો અનુભવ કરી શકીએ. સૌથી નુતન હ્રદય ના કક્ષ માં રહીને જ આપણે પ્રેમ કરી શકીશું અને ફરીવાર પાછો પહેલીવાર.


-'Book of Awakening' માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) હ્રદય ના નુતન કક્ષ માં રહેવું તેનો તમારે માટે શું અર્થ છે?
૨.) તમે ક્યારેય આ નુતન કક્ષ માં રહીને ભૂતકાળ ના કક્ષ નો ઉપયોગ તારણ શક્તિ તરીકે કર્યો છે, તો વર્ણવો.
૩.) નુતન કક્ષ માં રહેવામાં શું મદદ કરશે?
 

From the 'Book of Awakening'.


Add Your Reflection

9 Past Reflections