Each Thing's Way

Author
Ray Grigg
48 words, 26K views, 6 comments

Image of the Weekદરેક વસ્તુ ની પદ્ધતિ


- રે ગ્રીગ


મુસીબત ત્યારે ઉભી થાય છે જયારે લોકો એવું સમજે કે તેઓ બધી વસ્તુ સુધારવા ની કાબેલિયત ધરાવે છે. પહેલાં તેઓ કોશિશ કરે. પછી જયારે વિરોધ ઉભો થાય કે બળ થી ધક્કો મારે. પછી તેઓ એટલાં જોરથી ધક્કા મારે કે મૂળભૂત ઇરાદો આ મંથન અને વિસંવાદિતા માં ક્યાંક ખોવાઈ જાય. લુચ્ચાઈ અને દંગાઈ તે વાત ને વધુ નુકસાન કરે છે.


વિશ્વ માં હળવાશ થી જાઓ. જે જાણકારી છે તેની ન્યૂનતા ને જેનાંથી અજાણ છીએ તેની મહાનતા ની બાજુ માં મુકીએ. નમ્રતાપૂર્વક સમજીએ. જાણકારી નો આદર કરીએ. અજાણ બાબત નો વધારે આદર કરીએ. દરેક બાબત ના પ્રાકૃતિક સ્વરૂપ નો વિશ્વાસ કરીએ. સરળ સાદગી અનિવાર્ય છે.


બધાને પોતાનો રસ્તો શોધવા દઈએ. શિખામણ આપવામાં સંકોચ કરીએ. એકજ રહસ્ય બધાં માટે જુદું હોય છે. કોઈ ને કહો નહિ પરંતુ કશું પણ છુપાવવું નહિ.


જીવન સમય માં બંધાયેલ છે પરંતુ જીવન ના ગૂઢ રહસ્યો સમયબદ્ધ નથી. તો પછી સિમિત માં રહી ને અસિમીત ને જાણી લેવાની આ કેવી મુર્ખામી છે. સમજણ છે એવું માનવું કેટલું ભૂલભરેલું! તો સમજણ, એટલેજ દરેક બાબત માં વચ્ચે ન આવવી જોઈએ.


-રે ગ્રીગ ની “The Tao of Being, a modern rendering of Lao Tzu’s Tao Te Ching” માંથી ઉદ્ધૃત


મનન ના પ્રશ્નો:
૧.) સમજણ દરેક બાબત માં વચ્ચે ન આવવી જોઈએ- આ વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે અજાણ બાબત ની મહાનતા એ જાણતા હોવ તેની ન્યૂનતા નો ખ્યાલ અપાવ્યો હોય.
૩.) “સિમિત માં રહી ને અસિમીત ને જાણી લેવાની આ મુર્ખામી” નું તમે કેવી રીતે સમાધાન મેળવો?
 

From The Tao of Being, a modern rendering of Lao Tzu’s Tao Te Ching by Ray Grigg


Add Your Reflection

6 Past Reflections