Space To Heal

Author
Thuy Nguyen
41 words, 16K views, 6 comments

Image of the Weekસ્વસ્થ થવા નો અવકાશ


– થુઈ નુયેનસ્વસ્થ થવા માટે અવકાશ જરૂરી છે. જીવન ના દિવસો જેમ આપણે ખેડીએ તેમ આપણે એવા સમય ના સ્વપ્ન જોઈએ જ્યાં સ્વસ્થ, ફરી યુવાન અને પુન: શક્તિશાળી થવા નો અવકાશ સાંપડે. આપણા માં ના કેટલાક આ માટે સપ્તાહ ના અંત સુધી રાહ જુવે, કેટલાંક વચગાળા માં નાનો એવો અવકાશ શોધી લે. જયારે આપણે આ માટે સમય નથી ફાળવતાં, ત્યારે આપણે બીમાર થઈએ છીએ. પછી આપણે પથારીવશ થઈ ને આ અવકાશ ને થોડો સમય સ્વસ્થ થવા ફરજીયાત કાઢવો પડે છે. ક્યારેક થોડા દિવસ પથારી માં તો ક્યારેક લાંબો સમય હોય છે.


આ અવકાશ વિશે આપણું માનવું એવું છે કે આ એક દુર ની મંજિલ છે અથવા તો આપણું કશુંક સર્જન. પણ હકીકતે તો, અવકાશ સતત અને હમેંશ હોય જ છે. એક વસ્તુઓ થી ઠસોઠસ ભરેલ ઓરડા માં પણ એક ખાલી ઓરડા જેટલી જગા કે અવકાશ હોય છે. માત્ર તે ઠસોઠસ ભરેલો છે. આપણે તેને ખાલી કરીને કોઈ નવા અવકાશ નું સર્જન નથી કરતાં, તે અવકાશ કે જગા તો પહેલાંથી જ હતી. અવકાશ સિવાય કંઈ નથી. આપણી અંદર પણ આ અવકાશ છે. આપણી બહાર ની જગા ની જેમ, આપણી અંદર ની જગા પણ ક્યારેક ઠસોઠસ થઈ જવાને કારણે આપણી કાર્યશક્તિ અને ક્ષમતા હીન બની જાય છે. આપણો આંતરિક અવકાશ વિચારો, માન્યતાઓ અને ન્યાયીકરણ થી ભરાઈ જાય છે, જે આપણ ને સ્વસ્થ થઇ ને આગળ વધવા માં અવરોધ ઉભો કરે છે. એક સંગ્રહખોર ની જેમ જે સતત વસ્તુઓ જમા કર્યા કરે છે એવા ભય હેઠળ કે ક્યારેક તેને જીવવા માટે કે સુખાકારી અર્થે કામ લાગશે, આપણે પણ નકામી માન્યતાઓ અને નિર્ણયો ને અંદર જમા કરીએ છીએ.


“જોઈએ”, “નહીં બને”, “કરવુંજ” અને “ક્યારેય નહીં/કે કાયમ” આવાં વિચારો હીનતા ઉભી કરે છે અને આપણા સ્વસ્થ થવા ને આડે અનેક મુશ્કેલી ભરી પરિસ્થિતિ ઉત્પન કરે છે, તે આપણને અશક્ત બનાવે છે. એવો વિચાર કે “મારી જરૂરીયાત પૂરી કરવા મારી પાસે ક્યારેય સમય, અવકાશ કે સાધન નહીં હોય”, અથવાતો “મને તો જ સારું લાગે જો મને અમુક મળી જાય કે અમુક બની જાય”, આવા વિચારો વારંવાર આપણને પરાજિત કરશે. આવા વિચારો આપણા અંતરમન માં ભરાઈ ને અંતર નો અવકાશ ભરચક કરે છે અને બહાર બીજાઓ વિશે ના આપણા મત સ્વરૂપે પ્રગટે છે.


આપણી અંદર સ્વસ્થ થવાનો અવકાશ છે. આપણે માત્ર મનમાં રહેલ પ્રતિકુળ અને અસ્તવ્યસ્ત કોલાહલ ને જતો કરવાની તત્પરતા દાખવવી પડશે. આત્મવિશ્વાસ અને પોતાની જાત નો સ્વીકાર કરીને નકામાં વિચાર શસ્ત્રો અને બચાવો ના ઢગલાં જે દરરોજ અને હર ક્ષણે આપણા પર બોજારૂપ છે તેને જતાં કરવા પડશે. આ આત્મ સ્વીકાર જ તેની અંદર માં અવકાશ અને વિસ્તરણ ઉત્પન કરે છે. આવું વિસ્તરેલું અને આત્મવિશ્વાસ થી ભરપુર અંતરમન સકારાત્મક પણે અંદર અને બહાર બંને પરિસ્થિતિ ને સુક્ષ્મ અને ચમત્કારિક અસર પમાડે છે. આ ઘડીએ જ થોડા પુરાણા પ્રતિકૂળ વિચારો નો ત્યાગ કરો. તેને આ વિચાર થી ભરો : મારી પાસે સ્વસ્થ થવાનો અવકાશ છે, આ ક્ષણે સ્વસ્થ થવા માટે હું સશક્ત છું.


થુઈ નુયેન એકયુપંચરિસ્ટ અને ત્રણ સુંદર બાળકો ના માતા છે. બર્કલી કમ્યુનીટી એકયુપંચર તેઓ નો ચીની ચિકિત્સા પ્રત્યે નો પ્રેમ અને પરિવાર તથા સમાજ માટે ની પ્રતિબદ્ધતા અને સકારાત્મક સામાજિક બદલાવ ની ભાવના નું સૂચક છે.


મનન ના પ્રશ્નો:
૧.) માત્ર અવકાશ છે અને બીજું કશું નથી આ વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે જો ક્યારેય સ્વસ્થ થવા માટે અવકાશ ઉભો કરી શક્યા હોવ તો તે પ્રસંગ વર્ણવો.
૩.) અવકાશ મેળવવા માટે શું મદદ કરશે?
 

Thuy Nguyen is a licensed acupuncturist and mother of three wonderful children. Berkeley Community Acupuncture represents a culmination of her love of Chinese medicine, her commitment to family and community, and her desire to effect positive social change. She is a certified Medical Qigong Practitioner and this article is reprinted from her blog.   


Add Your Reflection

6 Past Reflections