The False Duality Between "Job" And "Service"

Author
Zilong Wang
104 words, 14K views, 22 comments

Image of the Weekનોકરી અને સેવા વચ્ચે નો મિથ્યા ભેદભાવ


ઝીલોંગ વાંગ


જયારે હું એશિયાની સફર માં જુલાઈ મહિનામાં નીકળ્યો, ત્યારે મારા બે પ્રિય મિત્રો/ગુરુઓ કાયમી સ્વયંસેવક માંથી નોકરી માં જોડાયા. તેઓ નો આ “વ્યવસ્થા” માં પાછાં વળવાનો નિર્ણય મને હચમચાવી ગયો, ને મને મારા નોકરી અને સેવા ની ધારણાઓ વિશે પુનર્વિચાર કરવા પ્રેરિત કર્યો.

ત્યાં સુધી, હું આ વાત થી અજાણ હતો કે હું આવી ધારણાઓ ધરાવતો હતો: “જો સેવા કરવી હોય તો, નોકરી છોડવી જ પડે”; “બદલાવ બનવા માટે, એને પ્રબળ વ્યવસ્થા માંથી છુટું પડવું જ પડે”; “જેટલા તમે પ્રબળ વ્યવસ્થા થી વિખુટા અને વિરુધ્ધમાં રહો, તેટલાં તમે પુણ્યવાન”. મારા મનમાં મેં, “નોકરી માં હોવું” અને “સેવા માટે જીવવું” વચ્ચે અકારણ ભેદ ઉભો કરી દીધો હતો.

કદાચ સખત સિદ્ધાંતવાદીઓ ની આસપાસ રહેવાથી મારા ઉપર “સેવા ના મૂળ સિદ્ધાંતો” વિશે ની અસર થઇ હોય: કે સેવા માં વિકાસ પામવા, નોકરી છોડવી પડે, વિસા છોડવા પડે, પાસપોર્ટ બાળી નાખવો જોઈએ, પોતાના બધાજ પૈસા અને મિલ્કત દાન કરી દેવી, પછી ગરીબ અને અશાંત પડોશ માં રહેવા જવું, શાકાહારી રહેવું અને તે પણ માત્ર બિનરસાયણિક ખેતી માંથી આવતી નજીક ની વનસ્પતિઓ જ આહાર માં લેવી---અને વધુમાં કદાચ દાઢી રાખવી, આનાથી ઓછું કંઈપણ નકામું.

મને લેશ માત્ર પણ આમાં રહેલ સુક્ષ્મ અહંકાર અને આવી ધારણાઓ માં રહેલ “વધું પવિત્ર બનવાની હોડ” વિશે ભાન ન હતું; ન તો એ જાગૃતિ હતી કે “સેવા કેવી હોવી જોઈએ” એવો ઈજારો રાખવામાં કેટલી હિંસા છે.


પાછલાં નવ મહિના ની યાત્રા માં, હું જ્યાં પણ ગયો, ત્યાં ગૃહસ્થો ના સહકાર અને દાન થી મારી જરૂરિયાતો નું પોષણ થયું. એવું કહેવા વાળો હું કોણ કે મારો રસ્તો તેમના કરતાં વધું ઉજ્જવળ અને પવિત્ર છે? શું હું મારું “ગંદુ કામ” બીજા પર ઢોળી ને મારો “ત્યાગ” નો બિલ્લો, માન ના ઘરેણાં ની માફક ધારણ કરું છું?

જ્યારે હું મારી અંતર ની આંખો “જમીન ને નમન કરવા ના હજાર રસ્તા ઓ” તરફ ઉઘાડું છું, ત્યારે એટલું સ્પષ્ટ થાય છે:

એક, પ્રબળ વ્યવસ્થા માંથી સદંતર છુટું પડવું અશક્ય છે, સિવાઈ કે તમે સમાજ થી જ અલગ થઈ જાવ. અને વ્યવસ્થાથી કેટલાં વિખુટા પડ્યા એનો આંક જો વ્યક્તિ ની પવિત્રતા માપવા વપરાઈ તો તે નર્યો દંભ છે.


બીજું, વ્યવસ્થા માં રહી ને સેવા કરવા માં વધું નમ્રતા અને કુશળતા ની જરૂર પડશે. નમ્રતા, એ માટે કે અહીંયા કોઈ તત્કાલ સદાચારી ઉચ્ચ બાબત નો અંગીકાર કરવાનો નથી, નહીં કે તપસ્ચર્યા માંથી ઉત્પન થતું સુક્ષ્મ પ્રમાણ. કુશળતા, એ માટે કે તેમાં માણસ ને વિપરીત વિચારો ને સમજવા, જુદાજુદા મત ને સંભાળવા, તત્કાલ ઉપાય પૈદા કરવા મજબૂર કરે છે, અને તેમાંથી અંદર પ્રવેશવા કોઈ ખૂણો કે તિરાડ શોધી અને બદલાવ ના બીજ વાવવા.


હું મારી જાત ને ફૂલાવવા એમ વિચારતો કે મેં નોકરી એટલે છોડી કે ઉદ્યોગો મૂળ કારણ પર કામ નથી કરતાં - -“ હું કેટલો સત્યવાદી !” મારા અહંકારે કહ્યું. પણ હવે હું સમજુ છું કે એ હું હતો જે “જ્યાં હોવ ત્યાં સેવા આપવા” અસમર્થ હતો. જો એક કસાઈ પણ તાઓ ને માની શકે જયારે તે બળદ પર કુહાડી ચલાવે, તો આપણે સારી ઓફિસો માં બેસી ને કેળવણી ની કોશીશ કરી શકીએ તેવી આશા રાખીએ.ત્રીજું, બેય જગ્યાએ પગ રાખવામાં ઘણા ફાયદા છે. રૂઢીગત કામ (પગાર લઇ ને જાહેર/ખાનગી/સેવાલક્ષી ક્ષેત્રે) જે આપણને હકીકત થી વાકેફ રાખે અને “કુશળતા ના સાધન” વિકસાવે. સેવા/સ્વયંસેવી કામ જે આપણને જીવનના ખરા અર્થ ને યાદ રાખવા મદદ કરે અને “હ્રદય ના સાધન” વિકસાવે. બંને એક બીજા ના પુરક છે.


અંતે તો સાધના એ જ છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં સેવા કરીએ. કોઈ એક સેવા નો પ્રકાર બીજા કરતાં ઉચ્ચ કે પવિત્ર નથી. આપણે બધા આ મહાન રચના માં કોઈક કારણસર છીએ.


-- ઝીલોંગ વાંગ ના બ્લોગ માંથી ઉદ્ધૃતમનન ના પ્રશ્નો:
૧.) સેવા માં સિદ્ધાંતવાદ વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે જે કામ કરતાં હો તેમાં પવિત્રતા જડી ગઈ હોઈ જેને પહેલા થોડું ઓછું આંક્યું હોય- તેવો કોઈ પ્રસંગ વર્ણવો.
૩.) સેવા ના સિદ્ધાંતવાદ માં ન ફસાવ તે માટે તમને શું મદદ કરે છે?

 

Excerpted from Zilong Wang's blog post.


Add Your Reflection

22 Past Reflections