Is There Righteous Anger Ever?

Author
J. Krishnamurti
79 words, 25K views, 16 comments

Image of the Weekક્રોધ ક્યારેય વ્યાજબી હોય શકે?


- જે. કૃષ્ણમૂર્તિ


સામાન્યતઃ હિંસા નું પ્રગટીકરણ ક્રોધ ના સ્વરૂપે હોય છે. જ્યારે મારી બહેન કે પત્ની પર હુમલો થાય, ત્યારે હું કહું કે મારો ક્રોધ વ્યાજબી છે; મારા દેશ પર હુમલો થાય, મારા વિચારો પર, મારા સિધ્ધાંતો પર, મારા જીવવાની રીત વિશે, ત્યારે હું વ્યાજબી રીતે ક્રોધિત છું. તો જ્યારે આપણે ક્રોધ વિશે વાત કરીએ જે હિંસા નો ભાગ છે, ત્યારે શું આપણે ખરેખર તેને વ્યાજબી કે ગેરવ્યાજબી ક્રોધ તરીકે જોઈ શકીએ છીએ, કે આપણી પોતાની ચાહના મુજબ અને વાતાવરણ ના ઝુકાવ મુજબ, કે આપણે માત્ર ક્રોધ ને જ જોઈ શકીએ છીએ? ક્યારેય વ્યાજબી ક્રોધ હોય શકે? કે માત્ર ક્રોધ જ હોય?


જે ક્ષણે તમે તમારા પરિવાર નો બચાવ કરો, કે તમારા દેશ નો, કે એક રંગીન કાપડ ના ટુકડાનો જેને આપણે રાષ્ટ્રધ્વજ કહીએ છીએ, કે એક માન્યતા, એક વિચાર, મત, તે બચાવ જ ક્રોધ નું સૂચક છે. તો તમે ક્રોધ ને કોઈ સમજુતી કે ન્યાયાત્મક અર્થ આપ્યા વગર, અને એવું કહ્યા વગર, કે “ મારે મારી વસ્તુ નો બચાવ કરવાનો છે, “ કે “ મને ક્રોધિત થવાનો હક્ક છે,” કે “ હું કેટલો મુર્ખ કે ક્રોધિત થયો?” શું તમે ક્રોધ ને તેના નક્કર સ્વરૂપે જોઈ શકશો?


ક્રોધ ને નિષ્પક્ષ રીતે જોવો અઘરો છે, કારણ કે તે મારો જ એક ભાગ છે, પણ હું તેવું કરવાની કોશિશ કરું છું. અહિયાં હું છું, એક હિંસક માનવ, હું કાળો, ગોરો, ઘઉંવર્ણો કે જાંબલી હોવ. મને એની પરવા નથી કે મેં કેવા પ્રકાર ની હિંસા વારસા માં મેળવી છે કે સમાજે મારી અંદર પેદા કરી છે, મને માત્ર તેની પરવા છે કે આમાંથી મુક્તિ મેળવવી શક્ય છે કે નહી. હિંસા થી મુક્ત થવું તે જ મારે માટે મહત્વનું છે. તે મારો અને આ પૃથ્વી નો વિનાશ કરી રહી છે. હું જવાબદારી અનુભવું છું- આ ખાલી થોડા શબ્દો નથી- અને હું મારી જાત ને કહું છું, “ જો હું ક્રોધ ની પેલે પાર જઈ શકું તો જ હું કૈંક કરી શકું, હિંસા થી પર, રાષ્ટ્રિયતા થી પર.” પણ હિંસા થી પર થવા હું તેને દાબી ન શકું, હું તેનો અસ્વીકાર ન કરી શકું...મારે તેને જોવી પડે, તેનું અધ્યયન કરવું પડે, તેની સાથે એૈકય સાધવું પડે, પણ આ એૈકય સાધવું મુશ્કેલ બને જો હું તેને ધિક્કારું કે તેનું ન્યાયી કરણ કરું.


- જે. કૃષ્ણ મૂર્તિ ના Freedom from the Known" માંથી ઉદધૃત


મનન ના પ્રશ્નો:

૧.) ક્રોધ ને ધિક્કાર કે ન્યાયી કરણ કર્યા વગર માત્ર ક્રોધ તરીકે જોવો એ વિશે તમારો શો મત છે?
૨.) તમે ક્યારેય ક્રોધ ને આવી રીતે જોઈ શક્યા છો? તો તે વર્ણવો.
૩.) ક્રોધ ના સામાજિક વિશ્લેષણ થી પરે થઇ અને તેનાથી મુક્તિ મેળવવા માં તમને શું મદદ કરશે?
 

Excerpted from "Freedom from the Known" by J. Krishnamurti.


Add Your Reflection

16 Past Reflections