The Sacred Art of Pausing

Author
Tara Brach
44 words, 34K views, 14 comments

Image of the Weekથોભવાની પવિત્ર કળા


- તારા બ્રાક


આપણા જીવનમાં આપણે ઘણીવાર આપણી જાતને એવી પરિસ્થિતિ માં પામીએ જેના પર આપણો કોઈ અંકુશ હોતો નથી, અને જેમાં આપણું કૌશલ્ય કામ નથી આવતું. નિરુપાય અને ત્રસ્ત, આપણે જે થઈ રહ્યું હોય તેને સંભાળવા ના ફાંફા મારીએ. આપણું બાળક ભણતર માં જરાક પાછું પડે કે આપણે તેને સીધું કરવા એક પછી એક ધમકીઓ આપવા માંડીએ. કોઈક આપણને કૈક ખુંચે તેવી વાત કરે કે તરત આપણે તીખો પ્રતિકાર કરીએ કે પીછેહઠ કરીએ. કામમાં આપણાંથી કૈક ભૂલ થઇ કે આપણે તરફડિયા મારીને તેને છુપાવવાનો કે આપણી શક્તિ બહાર જઈને તેને સરખી કરવાનો પ્રયત્ન કરીએ. તીવ્ર લાગણી થી પ્રેરિત આપણે સામા થઈએ અને ફરી ને કૌશલ્ય નો બાયલો પ્રયત્ન.

આપણે જેમ નિષ્ફળતા થી ગભરાઈ એ તેમ ઉત્કટતા થી આપણું મન અને શરીર કામ કરવા લાગે. આપણા દિવસો સતત કાર્યરતતા થી સભર: માનસિક ચિંતા, યોજના, આદત અનુસાર બોલવું, સંધી, વ્યવસ્થા, ખોતરવું, છુપાવવું, ખાવું, ફેકવું, ખરીદવું અને અરીસા માં જોવું.

જો એવું બને કે આ બધી કાર્યરતતા ની વચ્ચે આપણે અચાનક આપણા હાથ જાણી જોઈ ને અંકુશ પરથી હટાવી લઈએ તો કેવું હોય ? જો આપણે હેતુસર આપણા માનસિક ગણતરી અને આમતેમ ની દોડધામ એકાદ મિનીટ માટે થોભાવીયે અને આપણા આંતરિક અનુભવ પર લક્ષ આપીએ તો કેવું હોય ?

થોભવાનું શીખવું તે સહજ સ્વીકાર ની સાધના નું પહેલું કદમ છે. થોભવું એ કાર્ય ને મોકૂફ રાખવુ, થોડીવાર કોઈ લક્ષ તરફ ની દોટ નહી અને થોડોક સમય બધીજ પ્રક્રિયા થી અલગાવ. આ થોભાવ કોઈ પણ કાર્ય માં રત હોવા છતાં પ્રગટી શકે, ક્યારેક એક ક્ષણ કે પછી કલાક કે જીવન ની દરેક મોસમ માં.

આપણા કામ માંથી થોડીવાર થોભી ને આપણે ધ્યાન માટે સમય ફાળવીયે. ધ્યાન દરમિયાન થોભી ને વિચારો ના વહેણ ને પસાર થવાનો મોકો આપીને આપણે આપણા ધ્યાન ને ફરી આપણા શ્વાસ પર કેન્દ્રિત કરીએ. આપણી રોજીંદી ઘટમાળ માંથી થોભી ને ક્યાંક પ્રકૃતિ ના સાનિધ્ય માં સમય વિતાવીયે કે પરાવર્તન કરીએ કે કામ માં વિરામ લઈએ. આપણે સંવાદ વખતે થોભી ને કંઇક કેહ્વાનું મન હોય તેને જતું કરીયે, કે, બીજાની વાત ધ્યાન દઈ ને સાંભળી શકીએ અને તેની સાથે જોડાઈએ. ક્યારેક અચાનક સુખ કે દુઃખ ની ભાવના મહેસુસ થાય તો થોભી ને તે ભાવ ને હૃદયસ્થ થવા દઈએ. આ થોભવામાં આપણે માત્ર જે કાંઈ કરતા હોઈએ તેને અટકાવી દેવાનું છે- વિચારવું, બોલવું, ચાલવું, લખવું, યુક્તિ, ચિંતા, ખાવું – અને હ્રદયપૂર્વક એકાગ્ર, એકચિત્ત અને મોટેભાગે, શરીર થી સ્થિર થઈએ.

થોભવું, સ્વભાવ થી સમયબદ્ધ છે. આપણે ફરી પાછા આપણી ક્રિયાઓ શરૂ કરીએ છીએ, પણ તે વખતે થોડા વધુ એકચિત્ત થઈને અને પસંદગી કરવા ની વધુ સમજ સાથે. દાખલા તરીકે ચોકલેટ ખાતાં પહેલાં જો જરા થોભીએ તો આપણે તેના સ્વાદ ની રાહ માં થતો ઝણ ઝણીત રોમાંચ ઓળખી શકીએ, અને કદાચ તેની પાછળ રહેલું ગુનાહિત માનસ નું વાદળ અને આત્મશ્લાઘા. ત્યાર બાદ આપણે તે ચોકલેટ પૂર્ણપણે લહેજત થી સ્વાદ લઈને આરોગીએ અથવા એવું નક્કી કરીએ કે તે નથી ખાવી અને બહાર જઈને દોડવું છે. જયારે આપણે થોભીએ ત્યારે આપણને એ ખબર નથી કે આગળ શું થશે. પણ આપણા ટેવ વશ કાર્ય ન કરવાથી, આપણી જરૂર અને ડર ને પ્રતિઉત્તર આપવા અવનવા સર્જનાત્મક માર્ગો ની શક્યતાઓ ખુલે છે.

હા, એ જરૂર છે કે કોઈ સમયે થોભવું ઉચિત ન હોય. આપણું બાળક ભરચક રસ્તે દોડી જતું હોય ત્યારે આપણે ન થોભીએ. કોઈક આપણને મારવા હાથ ઉપાડે, ત્યારે આપણે ત્યાં ઉભા ન રહીએ, એ ક્ષણ માં રાહ જોતાં – પરંતુ, ઝડપથી સ્વબચાવ નો પ્રયત્ન કરીએ. જો વિમાન ચુકી જવાની વેળા હોય તો દ્વાર તરફ દોટ મુક્વીજ પડે. પણ ઘણુંખરું આપણી હાંકવાની ગતિ અને ટેવવશ જીવનનું નિયંત્રણ આપણને જીવવા માટે કે સમૃદ્ધ બનાવવા જરા પણ મદદગાર નથી. આ મુક્ત ફરતી વ્યાકુળતા કે કૈક ખૂટે છે કે ખોટું છે તેમાંથી ઉત્પન થતી ભાવના છે. અને જયારે નિષ્ફળતા, ગુમાવું કે મૃત્યુ જેવા વાસ્તવિક બનાવો સમક્ષ આપણો ડર ઉભો થાય ત્યારેય આપણી ચિંતાગ્રસ્ત અંતર પ્રેરણા અને ભગીરથ યત્ન નાકામયાબ અને મુર્ખતા ભર્યા હોય છે.

આપણા હાથ અંકુશ પરથી હટાવવા અને થોભવું, એ, આપણો ડર અને જરૂરિયાતો આપણને ક્યાં હાંકી રહ્યા છે તે જાણવા નો એક મોકો છે. થોભવાની ક્ષણો માં આપણે સભાન થઈએ છીએ કે કૈક ઓછું, ખૂટતું કે ખોટું હોવાની ભાવના આપણને કેવી રીતે ભવિષ્ય ને આધીન અને અવળા માર્ગે દોરે છે. આ સભાનતા પ્રતિઉત્તર વાળવા ની મૂળભૂત પસંદગી આપણ ને અર્પે છે: આપણા અનુભવો ને નાકામયાબ રીતે સંભાળતા રહેવું કે, આપણી ભેદ્યતા ને સહજ સ્વીકાર ના વિવેક થી જાણવી.

મોટેભાગે જે ક્ષણે આપણે થોભવાની જરૂર હોય ત્યારેજ એવું લાગે કે આ કરવું અત્યંત અસહ્ય છે. આક્રોશ ની આગમાં, કે દુઃખથી ઘેરાઈ ને કે રાગરંજીત પળો માં થોભવું એ આખરી વિકલ્પ આપણા માટે હોય. થોભવું કદાચ નિરાશ થઈ ને અવકાશ માં ઝંપલાવવા જેવું લાગે- જાણે ખબર નથી શું થવાનું છે. આપણને ડર લાગે કે આપણો આક્રોશ, દુઃખ કે રાગ આપણને ભરખી જશે. તે છતાંય વાસ્તવિક અનુભવ ની ક્ષણ માટે તૈયાર થયા વગર, સહજ સ્વીકાર શક્ય નથી.

થોભવાની આ પવિત્ર કળા દ્વારા આપણે એવી શકિત વિકસાવી શકીએ જે અનુભવો થી ભાગી છુંટવાનું કે સંતાવાનું બંધ કરાવી શકે. આપણને આપણી સાહજિક બુદ્ધિમતા, આપણા સહજ પ્રબુધ્ધ હ્રદય પ્રત્યે વિશ્વાસ જાગે અને જે કઈ બને તેના માટેની શક્તિ તૈયાર થાય. સ્વપ્નમાંથી જેમ જાગૃતિ થાય તેની જેમ, થોભવાની ક્ષણ માં આપણી બેશુદ્ધિ દૂર થાય અને સહજ સ્વીકાર શક્ય બને.

-તારા બ્રાક પશ્ચિમી મનોવિજ્ઞાન અને પૂર્વ ની આધ્યાત્મિક સાધના નું મિશ્રણ કરી ને આંતરિક જીવન તરફ જાગૃતિ કેળવવી અને દુનિયા માં સંપૂર્ણ અને કરુણા પૂર્વક જીવવા વિશે શીખવે છે

મનન ના પ્રશ્નો:
૧.) કાર્યરતતા ની વચ્ચે આપણે અચાનક આપણા હાથ જાણી જોઈ ને અંકુશ પરથી હટાવી અને આપણા આંતરિક અનુભવ પર લક્ષ આપવું- એ સુઝાવ વિશે તમારો શો મત છે?
૨.) તમે ક્યારેય આવું કર્યું હોય તો તે પ્રસંગ વર્ણવો.
૩.) કેવી સાધના તમને આ પવિત્ર થોભવાનું યાદ કરવામાં મદદ કરે.
 

Excerpted from here. Tara Brach’s teachings blend Western psychology and Eastern spiritual practices, mindful attention to our inner life, and a full, compassionate engagement with our world. 


Add Your Reflection

14 Past Reflections