Heart And Soul Bonds

Author
Michelle
53 words, 24K views, 7 comments

Image of the Weekહ્રદય અને આત્મા નાં જોડાણ


મિશેલ પરેરા


જીવનમાં આપણને અનેકવિધ સંબંધો સાંપડે છે. કોઈક મોજના, હુંફાળા, અંતરંગ, કોઈક પાગલ અને સાહસીક અને કોઈક અતુટ. તેમ છતાંય અમુક એવાં જોડાણ હોય જે આ બધાં ની પરે છે. તે હ્રદય અને આત્મા ના રિશ્તા હોય છે. આમાં વ્યક્તિએ વાત કરવાની કે સંદેશો મોકલવાની જરૂર નથી હોતી અને તે છતાંય બીજા વ્યક્તિ ની હાજરી ની અનુભૂતિ હોય છે. અહિયાં હ્રદય અને આત્મા ના તાર જીવંત રીતે જોડાયેલ હોય છે.


આપણે બધાએ આ ક્ષણો ક્યારેક તો જીવનમાં અનુભવી હોય છે. જેમકે ક્યારેક તમને કશું વિશેષ ખાવાની ઈચ્છા થઈ હોય અને તમારા એક પણ શબ્દ કહ્યા પહેલાં તો તમારી માતા/પિતા/સાથી તમારા માટે બનાવી દે. ક્યારેક તમને કોઈ મિત્ર ની યાદ આવે અને એવું ભાસે કે તે કંઇક બરાબર નથી અને તમે તેનો સંપર્ક સાધો, કેમ છે એવું પૂછવા અને ખબર પડે કે તેણી ખરેખર તફલીફ માંથી પસાર થઈ રહી છે. જયારે તમે આવી ગહન રીતે કોઈ ની સાથે જોડાવ ત્યારે તમારા શરીર માં એક અનોખો વિદ્યુત પ્રવાહ દોડતો મહેસુસ થશે. ક્યારેક સ્વપ્ન માં કોઈ ને મળી ને તે કેટલું સાચું લાગે છે. જયારે તમે કોઈક ની આંખો માં આંખ મેળવો અને તેમના અંતર ના ઊંડાણ ને ઓળખી લ્યો. કે જયારે તમારા સાથીદાર ને પેટમાં દુખતું હોય અને તમને તેનું દર્દ મહેસુસ થાય. જયારે તમે કોઈને યાદ કરતાં હોવ અને તેનો અચાનક ફોન આવે ને તમે કહી ઉઠો “અરે, મને હમણાંજ તારી યાદ આવી!” જયારે તમે કંઇક વિચારતા હોવ અને આગલી ક્ષણે તમારો મિત્ર તેજ બાબતે વાત કરે –જાણે કેમ તમારા વાક્ય ની પુરતી કરતો હોય.


આવો રિશ્તો આપણે અમુક જણ સાથે હોય છે; ખરેખર તો વધું લોકો સાથે પણ હોય શકે. આ હાસ્યાસ્પદ લાગે. છતાંય, આ બધાં માટે અસ્તિત્વ માં છે.


આપણે સંદેશાવ્યવહાર માટે અનેક તરકીબો અજમાવી એ છીએ વાત કરવી, પત્ર લખવો, સંદેશો મોકલવો વગેરે. આ બધું ઉત્તમ છે પરંતુ એક અનોખા સ્તરે જોડાવું પણ અદ્ભુત છે. હ્રદય અને આત્મા ને સ્તરે. અહિયાં જોડાણ સહજ અને ચૈતન્ય મય છે. આ ક્ષણ પ્રત્યે જાગૃત રહેવું એકબીજા ના તાર થી જોડવા માં મદદ કરે છે. અંતરજ્ઞાન જીવંત બને છે. સાચાં અર્થ માં બીજાના હ્રદય નો અનુભવ થાય છે. આ અનુભવાતીત અને ખુબ સુંદર છે. તમે જોજનો દુર પ્રેમ મોકલી શકો, તે અનુભવી અને અનુમુદિત થશે. હવે જયારે તમે ફરીવાર તમારા મિત્ર કે સ્વજન ને મળો; ત્યારે થોડીવાર તેની સાથે

મૌન માં બેસજો. અને વિજળીક જોડાણો પ્રગટ થાય તેનો અનુભવ કરજો.


આ પ્રકાર ના સંબંધો આપણે જાણતા બધાં લોકો સાથે શક્ય છે! આજ તેની સુંદરતા છે. તે આપણને પ્રેમ અને સુસંવાદીતા થી જોડે છે. આ મહિના માટે તમને બધાને ખુબ પ્રેમ! આવા અનેક હ્રદય અને આત્મા ના જોડાણો વૃદ્ધિ પામે અને આપણા જીવન ના દરેક દિવસ ને ઉદ્દાત બનાવે! તે કેટલું અર્થપૂર્ણ છે.


-મિશેલ પરેરા


મનન ના પ્રશ્નો:
૧.) સંબંધો જે ભૌતિક સમય અને સ્થાન ની સીમાઓની પરે હોય એવાં લેખક ના મંતવ્ય વિશે તમે શું માનો છો?
૨.) કોઈક સાથે જો તમે હ્રદય અને આત્મા નું જોડાણ અનુભવ્યું હોય તો તે વર્ણવો
૩.) હ્રદય અને આત્મા ના જોડાણ ની વૃદ્ધિ માટે તમને શું મદદ કરે છે?
 

by Michelle Pereira.


Add Your Reflection

7 Past Reflections