We Are Swimming in Miracles

Author
Peter Kalmus
40 words, 14K views, 13 comments

Image of the Weekઆપણે ચમત્કાર નાં વહેણમાં છીએ


- પીટર કાલમુસ



શિકાગો મને યાદ છે કે હાઇસ્કુલ માં હું ચાલવા જતો. એક સાંજે થોડું અંધારું હતું અને હું એક મિત્ર ને ઘેર જઈ રહ્યો હતો અને આ બધા ઘરો પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરકે ઘરમાં, એક નીલા રંગની બત્તી એકસરખી ઝબકતી દેખાઈ રહી હતી કારણકે બધાજ એક સરખો ટીવી પ્રોગ્રામ જોઈ રહ્યા હતા. એ શાંત રાત્રે હું એકલો ચાલી રહ્યો હતો રસ્તા ના અવાજ અને આ નીલી ઝબકતી બત્તી સાથે. આમ સામાન્ય ભાસતું મારું જીવન મને અચાનક વિચિત્ર લાગ્યું. જોકે, મેં કોઈ બીજી રીતે જીવવાનું નોહ્તું વિચાર્યું.


મને એમ લાગે છે કે પશ્ચિમી પરંપરા માં આ ભૂલભરેલો ખ્યાલ છે કે વસ્તુ ની જરૂરીયાત હોવી તે જ સમાધાન છે. આ તો એક પ્રકાર નું દુઃખ છે. મને નવાઈ નહી લાગે જો મોટા ભાગના લોકો એવું વિચારતા હોય કે વસ્તુ ની જરૂરીયાત હોવી, અને એ તૃષ્ણા ને પૂરી કરવાથી ખુશી મળે છે. આથી તેઓ હંમેશા કોઈક વિષય વસ્તુ પાછળ ભાગે છે, અને થોડા સમય માટે જયારે તૃષ્ણા સંતોષાઈ, કે વ્યક્તિ પોતાની અંદર પડેલા અપાર દુઃખ માં રાહત મેળવે છે. પણ તે ફરીને પાછું આવે છે. અને ત્યારે તે વધુ બળવાન હોય છે, કારણકે તૃષ્ણા અને તુષ્ટિ એ આદત છે, અને આ આદત જરાક વધુ ઘટ્ટ બની.


એટલેજ લોકો આટલા પૈસા મેળવે તો પણ ક્યારેય એ પૂરતા નથી હોતા, તેઓ અતિ કિંમતી ગાડીઓ પણ વસાવી શકે તેમ હોય છે. પછી તેઓ એક મોટો બંગલો મેળવે, પણ તે પણ પુરતું નથી. એટલે તેઓ ઉનાળો ગાળવા અલગ મકાન બનાવે. પછી ઉનાળુ મકાન ફ્રાંસ માં મેળવે. આમ ચાલ્યાજ કરે. પછી તે રાજકારણી ને ખરીદે, વિચારધારા ખરીદે અને સમગ્ર પશ્ચિમી પરંપરા માં બદલાવ લાવે. પણ તે પણ પુરતું નથી. એટલે હવે અવકાશ પ્રવાસ આવી રહ્યા છે. તૃષ્ણા નો કોઈ અંત નથી..એ અનંત છે.


જે લોકો આ વાત સાથે સહમત થાય છે, હું માનું છું કે તેમાં ના ઘણા એ નથી સમજતા કે આ બદલવા ઘણીજ મહેનત કરવી પડે છે. એ પિયાનો વગાડવાનું શીખવા જેવું છે. તેઓ ને લાગે છે કે તેઓ અચાનક પ્રબોધિત થઇ જશે. ખરેખર? કદાચ લોકો આ રીતે ન પણ વિચારતા હોય , પણ મેં ધ્યાન શરુ કર્યું તેના પહેલા ઘણો વખત મને એવું લાગતું કે પ્રબોધિત થવું એ એક ગહન વસ્તુ છે અને મારી શક્તિ ની બહાર છે. પણ કોઈક પ્રકાર ના આશીર્વાદ મળે કે મને ના સમજાય તેવું ગુઢ કૈક બને તો કદાચ આવું અચાનક બની શકે. જો કે ધ્યાન વિશે નું અને આ આદત બદલવા વિશે નું મારું તારણ એવું છે કે આ માટે ખુબ સાધના કરવી પડે છે, જલસા માં વગાડનાર એક કુશળ પિયાનોવાદક ની જેમ . તમે રોજ સાધના કરો અને તેમા કશું ગહન નથી. પણ આ ૭.૫ બીલીયન લોકો આવું કરે તેવું મને નથી લાગતું. પણ હું એવું વિચારું છું કે આપણે આવું ચોક્કસ પણે કરવું જોઈએ કારણકે આજ રસ્તો આપણને આપણા દુઃખો માંથી બહાર લાવી ને તૃપ્ત કરી શકે છે. કદાચ આ ઘણું જલ્દી બની જાય. કદાચ આને સો કે હજારો વર્ષ લાગી જાય. કોઈ પણ આ ભવિષ્ય વાણી ન કરી શકે. પણ કદાચ, આખરે, આવું બનવા લાગશે..


તો જયારે તમને એવું લાગે કે તમારી પાસે પુરતું નથી, કે પછી તમને કોઈક વસ્તુ ની તાતી જરૂરીયાત છે, ત્યારે તમારું મન ભવિષ્ય માં રાચે છે. તમે આ ઘડીએ કશુંક ખૂટે છે એવું મહેસુસ કરો છો, અને આ એક પ્રકાર નું દુઃખ છે. પણ તમે જો જરાક બદલાવ લાવો, અને આપણી આસપાસ જે કંઈ છે – જેમકે આ ચા નો કપ, આ હવા જે આપણે શ્વાસ માં ભરીયે છીએ, કે માત્ર આજ સત્ય કે આપણે આ ચર્ચા કરી રહ્યાં છીએ, કે પછી એક છોડ ને ઉગતો નિહાળવો કે પછી મેં હમણાંજ આરોગ્યું તે ફણસી, રસપાલક કે રુજીરા નો સ્વાદ અનુભવ કરવો- તમે જુઓ કે આ બધુ ચમત્કાર ના વહેણ માં તરવા જેવું છે. જે કંઈ દુર્ઘટના બને છે તે આપણા આ ન સમજવાનું અને બીજાથી ગભરાઈ ને સતત વધુ માંગતા રહેવાનું કારણ છે, બીજાથી અલગાવ મહેસુસ કરવો અને તેઓને વિરોધી સમજવા.


આ તૃષ્ણા આપણને આ બધા ચમત્કારો ને જોવાની દ્રષ્ટિ ની આડે આવે છે. જયારે આપણે આ સામાન્ય લાગતા ચમત્કારો તરફ દ્રષ્ટિ કરીશું, ત્યારે જીવન કેટલું સુંદર બની જશે.


-પીટર કાલમુસ ની મુલાકાત “works & conversations” માંથી ઉદધ્રુત


મનન ના પ્રશ્નો :
૧.) ચમત્કારો ની વહેણ માં તરવા ના તર્ક વિશે આપનો મત શું છે?
૨.) કોઈ એવો અનુભવ વર્ણવો જયારે તમે આ ચમત્કારો ને ઓળખી શક્યા હો.
૩.) કેવી રીતે આ ચમત્કારો ને રોજબરોજ ના જીવનમાં ઓળખી શકાય?
 

Peter Kalmus. Excerpt from an interview in works & conversations. [Illustration offered as an anonymous gift :-)]


Add Your Reflection

13 Past Reflections