Touching the Earth

Author
Tracy Cochran
43 words, 21K views, 7 comments

Image of the Weekપૃથ્વી ને સ્પર્શવું

-ટ્રેસી કોક્રાન


બુધ્ધ ના જીવન ની મહાન કથાનક માં એક સમય એવો આવે છે જયારે તેઓ સંપૂર્ણપણે ગ્રસ્ત થઇ ગયા હતા. બોધી વૃક્ષ નીચે તેઓ ધ્યાન કરવા બેસે છે, અને રાક્ષસ મારા તેમને ઊંડા ધ્યાન માંથી વિચીલિત કરવા અનેક પ્રલોભનો મોકલે છે. બુધ્ધ ને તેમના મહાન આગેવાન બનવાના, ખુબ સફળ વેપારી બનીને અઢળક અમીરી ના માલિક બનવાના અને અનેક સ્વરૂપવાન સ્ત્રીઓ નો સંગાથ હોવાના સ્વપ્નો મોકલે છે. તેઓ બુધ્ધ ને બતાવે છે કે જો બુધ્ધ પ્રબુધ્ધ થવાનો પ્રયત્ન ત્યાગી ને કંઇક કરે તો ભારત એક મહાન દેશ બની શકે. પણ બુધ્ધ અવિચળ રહે છે.

પ્રલોભનો નિષ્ફળ થયા પછી, મારા ડર પેદા કરવાની કોશિશ કરે છે, અને મંત્ર તંત્ર થી બુધ્ધ સમક્ષ તેના રક્ત પિપાસુ ભયંકર સેનાઓ ના ચિત્ર ખડા કરે છે. આ સેનાઓ અંદર અને બહાર બંને તરફ છે, ભય અને વ્યગ્રતા ના સમુદાયો. પણ બુધ્ધ નાહિંમત નથી થતાં. તેઓ ધીરેથી નમીને પૃથ્વી ને સ્પર્શ કરે છે. આનું એક અર્થઘટન એવું છે કે તેઓ પૃથ્વી ને આવાહન કરે છે તેમના જન્મો ના પ્રયત્નો ના સાક્ષી બનવા ને માટે. તેમના પ્રખર તેજ કે અપ્રતિમ કુશળતા માટે નહી, જાણજો, પરંતુ તેમની મેહનત, ધૈર્ય અને ગમે તે થાય તોય ઉત્સાહ થી હાજર થવાને કાજે. વારંવાર નિષ્ફળ થવાની પણ તૈયારી. “ ક્યારેય કોશિશ કરી, ક્યારેય નિષ્ફળ થયા”, બેકેટ લખે છે, “ગમે તે થાય, કોશિશ કરો, ફરી નિષ્ફળ થાઓ. સારી રીતે નિષ્ફળ થાઓ”. બુધ્ધ સમજી ગયા હશે આ ખિસ્તી લેખક જી.કે. ચેસ્તેરતોન શું કહેવા માગે છે જયારે તે લખે છે, “કરવાલાયક જે કાંઈ છે તે, તે કરવું જ ભલે તે ઉત્તમ રીતે ન થાય.”

પૃથ્વી ને સ્પર્શ કરવો એ નમ્રતા નું પ્રતિક છે, આપણા વિચારો માંથી નીચે આવી, આપણા ગુમાન ના વ્યસ્ત પૂડા માંથી બહાર નીકળી ને, બાકી ના જીવન સાથે જોડાવા. લેટીન ભાષા નો શબ્દ હમસ, ફળદ્રુપ જીવંત પૃથ્વી, એ નમ્રતા સાથે જોડાયેલ છે. જ્યારે મુશ્કેલી આવે, ત્યારે તે મૃતપાય કરનાર દેહાતીત વૃતિ ના વમળ માં એક રસ્તો કાઢે છે. આપણી સ્મૃતિ માં આવે કે આપણે દરરોજ જે વિચાર પાછળ ખુબ સમય વિતાવીયે તે કઈ બાબત છે. આ બાબત મહત્વની છે. દાખલા તરીકે, જીવવું. જીવન માં ભાગ લેવો, ભૌતિક રીતે આપવાનો અને મેળવવાનો મોકો સાંપડે, વિશ્વ ની સુંદરતા નું પાન કરવું અને બને તે રીતે પાછું વાળવું.

જ્યારે પગ હેઠે થી જમીન સરકી જાય, ત્યારે પૃથ્વી ને સ્પર્શ કરવા થી મળતી શક્તિ ને યાદ રાખવી સારી, આપણા ભાગતા વિચારો અને ભય થી નીચે આવી ને આ ક્ષણ થી માહિતગાર થવું. જ્યારે શબ્દો નિષ્ફળ જાય છે ત્યારે, ક્યારેક, આપણે એક નવા પ્રકાર નો સ્વર અને નવા પ્રકાર ની દ્રઢતા શોધી શકીએ છીએ. આપણે વૃક્ષ ની માફક મજબૂત મુળિયા લઈને ટટાર ઊભા થઈશું.


-ટ્રેસી કોક્રાન પેરબોલા મેગેઝીન ના તંત્રી છે. તેઓ ન્યૂયોર્ક ના “insight meditation centre” માં ધ્યાન શીખવે છે અને દસકાઓ થી ધ્યાન કરે છે. સાપ્તાહિક ધ્યાન મંડળ “Tarry town” ના સ્થાપક છે. તેમના દ્રઢતા વિશે ના બ્લોગ માંથી ઉધ્રુત.


મનન ના પ્રશ્નો:
૧.) પૃથ્વી નો સ્પર્શ કરવો આ વિશે તમારો શો મત છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જ્યારે તમે પૃથ્વી ના સ્પર્શ નો અનુભવ કર્યો હોય.
૩.) પગ હેઠે થી જમીન સરકે ત્યારે કેવી મૂળ યાદ રાખવામાં શું મદદ કરે?
 

Tracy Cochran is editorial director of Parabola magazine. She has practiced meditation for decades,  and is a teacher at the New York Insight Meditation Center and the founder of Tarrytown Insight, a weekly meditation group in Westchester, New York. The reading above was excerpted from her blog on determination.


Add Your Reflection

7 Past Reflections