Inner World of Moods

Author
Patty de Llosa
69 words, 57K views, 11 comments

Image of the Weekમનની અવસ્થાની આંતરિક દુનિયા

- પૈટી ડી લોસા

ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કીમીડીઝે કહ્યું કે “મને ઉભા રહેવાની જગ્યા આપો અને હું દુનિયા બદલાવી દઈશ”. તે પોતાના આવિષ્કાર પુલીઝ અને લીવર કે જેનાથી ભારેમાં ભારે સમાન સરળતાથી ફેરવી શકાય એ બાબત માં કહે છે. એક ભૌતિકશાસ્ત્રી, એન્જીનીયર, શોધક અને ખગોળશાસ્ત્રી એવા આર્કીમીડીઝે પણ ભૂમિતિ માં ક્રાંતિકારી ઇન્ટિગ્રલ કેલ્કુલાસ, ન્યુટન અને લીબનીઝ થી ૨૦૦૦ વર્ષ પહેલા શોધ્યું હતું. પરંતુ તે વ્યવહારુ પણ હતો અને તેને મશીનોની હારમાળા શોધી કાઢી.


સરળ રીતે કહીએ તો મનની આંતરિક દુનિયા વિશેનો તેનો અભિપ્રાય પણ એટલોજ સાચો છે. જયારે મને ગુસ્સો, ઉદાસીનતા કે ઝનૂન નો આવેગ આવે છે ત્યારે આ ઉપસ્થિત થયેલ માનસિક તોફાન શમી જાય ત્યાં સુધી હું કોઈક એવો આધાર લઇ શકું કે જેના આધારે હું ટકી શકું (શાંત રહી શકું). આવેલી આ નકારાત્મક ક્ષણો ને – જે મારી આંતરિક અવસ્થામાં ખળભળાટ મચાવી રહી છે અને જો હું કોઈ રીતે શાંતિ થી પસાર થઈ જવા દઉં તો મને ફરી કેટલી હળવાશ, સંતોષ મળે – તે મનને કેટલું બધું હળવાશ આપનારું બને.


આ પ્રશ્ન છે, પણ એનું સમાધાન શું? જયારે માનસિક ઘમાસાણ એના પૂર્ણ સ્વરૂપમાં આગળ વધી રહ્યું હોય, તે દિશામાં આગળ વધી રહ્યું છે તેની દિશા બદલવાનું લગભગ અશક્ય જેવું લાગે છે. તે પોતાના ભાગ ભજવીને જ રહેશે – પાછળથી એ મને પીડાજનક, શક્તિહીન અને કદાચ નિરાશાની સ્થિતિ માં લાવી મુકે. ત્યારે એક વસ્તુ મને તેમાંથી બહાર કાઢવામાં મદદ રૂપ થઇ શકે તેમ છે, જો હું મારામાં ઉદ્ભવી રહેલી નકારાત્મક ભાવનાને ચોક્કસપણે સજગતાથી લાવી શકું – તે ભાવના મારા મનનો કબજો લઇ લે તે પહેલા – અને હું મારી જાતને આ પ્રકારની ભાવનાથી હાનિ નહિ પહોચાડુ એવું વિચારુ, તો જરૂર આશા છે.


નાનકડું માનસિક તોફાન નું આ ઝરણું ધસમસતી નદીનું રૂપ ધારણ કરે એ પહેલા હું એને બીજા કોઈ કામમાં જોડી દઉં એને લીવર ની જેમ ઉચકી લઉં તો – તો હું તેના વિપરિત પરિણામથી બચી શકું. જોકે આ એટલું સહેલું નથી. ગુસ્સો થવાથી મને મળતો મિથ્યા આનંદ મારે છોડવો પડશે. કેટલાક લોકો ગુસ્સે થવાનું બહુ પસંદ કરે છે – ગુસ્સો એમનો સહજ સ્વભાવ બની જાય છે – આમ કરવાથી નકારાત્મક રીતે પોતાનો અહં “I am” (હું પણું) સંતોષાય છે. નકારાત્મક જુસ્સો તેમાંથી ઉદ્ભવે છે. મારા તરફ જુઓ ! હું ગુસ્સામાં હોઉં ત્યારે કેટલો વિશાળ બની જાઉં છું, અને બીજી પણ કેટલીક નકારાત્મક લાગણીઓને આપણે વળગી રહીએ છીએ. દાખલા તરીકે – આપણે પોતાની જાતને દયાને પાત્ર બનાવી એ છીએ – આપણી શક્તિ નો સ્રોત ને કાપી નાખી ને નિરાશાના વમળમાં ફસાઈ જઈ એ છીએ.


જો આપણે જે શક્તિને વ્યર્થ કરી એ છીએ એ બાબત સમજી જઈએ તો આપણે માનસિક અશાંતિના ખળભળાટ ના આવેગને સારે રસ્તે વાળી શકીશું. દરરોજ સવારે આપણને આત્મશક્તિ અને માનસિકતા માટે આત્મબળ રૂપી ઊર્જા મળી રહે છે જે આ યંત્ર ને ચાલતું રાખે છે. જયારે પણ કોઈ નકારાત્મક ભાવના ઉદ્ભવે ને હું દૃઢ રહું તો તે પાંગળી બની જશે. ગુર્જીફ કહે છે કે કોઈપણ નકારાત્મક વિચારો નું તોફાન – આખા દિવસની ઊર્જા ને હણી લે છે. અને જો તે વધુ પડતું શક્તિશાળી હોય તો એક અઠવાડીયું, એક વર્ષ કે બાકીની આખી જિંદગીની શકિત હણાઈ જાય છે ! કેવો અશુભ વિચાર.


તમે કોઈ દોડ માટે જીમમાં જઈ તમારી જાતને તૈયાર કરતા હો ત્યારે સૌ પ્રથમ તમે સ્ટ્રેચિંગ એકસરસાઈઝ કરો છો. તમારા સ્નાયુઓને તે માટે તૈયાર કરવા પડે છે. તેવી રીતે જયારે તમારી નકારાત્મક લાગણીઓ ને આજ બળ પૂરું પાડવા માટે – સૂક્ષ્મ એવી ચૈતસિક જાગૃતિ તમારા માનસિક વલણ ને કેમ પરિવર્તિત કરી શકાય તે માટે કેળવવી પડશે. આક્રોશ અધિરાઈ, ચીડચીડાપનું, અસહાયતાની લાગણી વગેરે પડશે. પરંતુ તે એટલું સરળ નથી.


પૈટી ડી લોસા – ‘Finding time for yourself – A spiritual survivors workbook’ માંથી ઉધ્ધ્રુત.


મનન નાં પ્રશ્નો”
૧. તમારી માનસિક અવસ્થા ની દુનિયા કે જે ક્ષણિક નકારાત્મક વિચારો ની વમળ માં જઈ રહી છે તેને તમે કઈ રીતે ઉચકીને બહાર લાવશો જેથી હળવાશ અને સંતોષ ની લાગણી ઉદ્ભવશે.
૨. કોઈ એવો પ્રસંગ વર્ણવી શકશો જયારે તમે તે કરી શક્યા હો?
૩. સૂક્ષ્મ જાગૃતિ કેળવવા – તમારા આત્મબળ ને વધારવા શું કરશો?
 

Excerpted from Patty De Llosa's book, Finding Time for Yourself: A Spiritual Survivor's Workbook.


Add Your Reflection

11 Past Reflections