Wonder of the Universe is Wondering In Us

Author
Paul Fleischman
46 words, 15K views, 10 comments

Image of the Weekબ્રહ્માંડ નું આશ્ચર્ય આપણી અંદર અચંબિત થઈ રહ્યું છે


– પોલ ફ્લાઈશ્મેનઆ બ્રહ્માંડ ખુબજ વિશાળ અને પુરાણું છે. આપણે તો તેને વીસમી શતાબ્દી માં જ ખોળી શક્યા. જયારે તમે રાત્રે તારા જુઓ છો ત્યારે તમે તેને નથી જોઈ રહ્યા હોતા. આપણી આકાશગંગા માં અબજો તારા છે, તેમાંથી આપણે તો ખુલી આંખે માત્ર થોડા હજાર નેજ જોઈ શકીએ છીએ.


આપણી છે તેવી અબજો આકાશગંગાઓ છે જે ટેલિસ્કોપ દ્વારા જોઈ શકાય છે, અને જે પ્રકાશ વડે આપણે આ દુર ની આકાશગંગા ઓ ને જોઈએ છીએ તે આપણા ટેલિસ્કોપ ના લેન્સ માં આવવા માટે અબજો વર્ષનો પ્રવાસ કરી ચુકી છે. ત્યાં સુધી કે બીજા બ્રહ્માંડ પણ હોય શકે. આપણા બ્રહ્માંડ ને હબલ ટેલિસ્કોપ દ્વારા જોઈ શકાય છે અને આ ચોંદ અબજ વર્ષો પહેલાં થયેલી તેની ઉત્પત્તિ ના સમય થી વિસ્તરી રહ્યું છે.


આપણે એવા જાનવર છીએ જેમનો જન્મ શિકાર, વંશ વૃધ્ધિ અને અનુકુળ થવાને થયો છે. આપણા મગજ નો વિસ્તાર આપણ ને જીવિત રાખે તેવી વ્યવસ્થા કરવા થયો અને આપણે આ સમજ ની સીમા માં બંધાઈ ગયા. આપણે એવા આયામો ને નથી સમજી શકતા જે આંકડા આપણને બ્રહ્માંડ ની ઉમર કે આકાર વિશે જ્ઞાત કરે. આટલાં બધા પ્રકાશવર્ષ અને આકાશગંગા ના જટિલ સત્ય ને સમજવું મુશ્કેલ છે. આપણી આશંકાઓ ને ઓછી કરવા, આપણે કલ્પના કરીએ છીએ કોઈક ભાત હોવાની અને તેના મૂળની, વ્યાખ્યાન અને નિષ્કર્ષ ની, અને સચોટ જાણકારી ને બદલે આશ્વાસન અને સુરક્ષા ની માંગ કરીએ છીએ. તે છતાંય આપણે ઉત્સુક, આશ્ચર્ય માં રાચતા, અનિર્ણિત અને વધુ જાણવા માટે અજાણ પણ બની શકીએ છીએ.


આપણા શરીર માં અનેક પરમાણું છે જે અનેક ભાત માં કાર્યરત છે. આ બધાં પરમાણું પૃથ્વી માંથી આવ્યા છે, જે પૃથ્વી પાછલાં સૂર્ય અને અસાધારણ વિસ્ફોટ માંથી પૈદા થઈ છે. આપણા રક્ત ની લાલ કોષિકા માં કોબાલ્ટ રહેલું છે, આ તત્વ માત્ર સુપરનોવા માંજ બને છે. આપણા શરીર નું ગઠન અગણિત કોષિકા દ્વારા થયું છે, જે પરસ્પર વણાયેલ છે અને એકમેક ને સહયોગ કરે છે. આ પરમાણું અને કોષિકા ઓ ની સંખ્યા ખુબ મોટી છે અને તેનું આ પરસ્પર ની ક્રિયા અત્યંત તેજ , જાણકારી સભર અને આપણી સમજણ ની બહાર રહેલ છે. આપણી કોષિકા ઓ એવા રસાયણિક માર્ગ નો ઉપયોગ કરે છે જે અબજો વર્ષો થી ધીરે ધીરે સફળ વણાટ કાર્ય થી વિકસિત થયેલ છે. આપણું ગુંચવણ અને વિચારો થી ભરેલાં મન ને જીવ સ્વરૂપે પલટાવવા માં પૃથ્વી ના ઇતિહાસ નો સમય લાગી ગયો છે.


આપણે ગ્રહ પ્રણાલી માં રહેલા છીએ. લીલાં છોડ એકમાત્ર જીવિત અંશ છે જે સૂર્ય ના વિદ્યુત ચુંબકીય પ્રકાશકણ ને આકર્ષી અને તેની ઉર્જા ને પરમાણું સાથે વણી અને એવા પરમાણું બનાવે છે જેને આપણે “ખોરાક” કહીએ છીએ. છોડ ઓક્ષીજન પણ બનાવે છે જેના વડે આપણે શ્વાસ લઇ શકીએ છીએ. આપણે કાર્બન ડાઓકસાઈ બહાર છોડીયે જે છોડ નો ખોરાક છે. બધુંજ જીવન પરસ્પર એકબીજા પર નિર્ભર છે અને સૂર્ય થી તેની શરૂઆત થાય છે, જે સૂર્ય માં રહેલાં હાયડ્રોજન થી ઉત્પન થાય છે. આ સૌર હાયડ્રોજન પરમાણું બ્રહ્માંડ ની ઉત્પતિ ની ઉર્જા માંથી નિર્મિત થયા, જે બધાં જીવ ની ઉત્પત્તિ નો માર્ગ છે.


આ બ્રહ્માંડે આપણા જેવા જટિલ, સહનશીલ અને બુદ્ધિમાન જીવો ને ઉત્પન થવાની પરવાનગી આપી છે. આપણું અચંબિત માનસ આ બ્રહ્માંડ ની પેદાશ છે. બ્રહ્માંડ ની માંહે, બ્રહ્માંડ વિશે નો અચંબો ઉભો થયો, આ અકસ્માત, નિયતિ કે પછી પ્રારબ્ધ. બ્રહ્માંડ નો અચંબો આપણી અંદર અચંબિત છે.


-પોલ ફ્લાઈશ્મેન અમેરિકી મનોચિકિત્સક, લેખક અને એસ. એન . ગોએન્કા ના ધ્યાન ની પરંપરા ના શિક્ષક છે. તેમના પુસ્તક “Wonder: When and Why the World Appears Radiant” માંથી ઉદ્ધૃત


મનન ના પ્રશ્નો:
૧.) આપણું અચંબિત મન આ બ્રહ્માંડ ની પેદાશ છે તે વિશે તમારો શો મત છે? ૨.) એવો કોઈ પ્રસંગ વર્ણવો જયારે બ્રહ્માંડ ના અચંબા નું આશ્ચર્ય તમે તમારી અંદર અનુભવ્યું હોય. ૩.) આ અચંબા થી જોડાવું અને તેને વિશે વધુ જાણકારી મેળવવા માટે કેવી સાધના મદદ કરશે ?
 

Paul R. Fleischman is a retired American psychiatrist, writer and meditation teacher in the tradition of S. N. Goenka. Excerpted from his book, Wonder: When and Why the World Appears Radiant.


Add Your Reflection

10 Past Reflections