Shaped by a Silky Attention

Author
Jane Hirshfield
64 words, 16K views, 4 comments

Image of the Weekનર્માશવાળી એકાગ્રતા ની રચના


- જેન હર્ષફિલ્ડ

એકાગ્રતા માટેની બધાની વિનંતી દરેક વખતે અનુમોદન નથી મેળવતી, પણ વિવિધ વિભાગો સાથે સંકળાએલા લોકો તેને અમાંત્રિત કરવાના રસ્તા મેળવે છે. વાયોલીન વાદક જે અનેક સૂર વગાડતો હોય, અથવા નૃત્યકાર જે દસકાઓ સુધી એકજ પ્રકારનું નૃત્ય કરતા હોય તે માત્ર યાંત્રિક પણે અભ્યાસ અથવા થોડા હલનચલન માટે નથી કરતા. તેઓ જરા પણ આઘા-પાછા થયા વગર દરેક ક્ષણ નો ખ્યાલ રાખીને ‘સ્વ’ ને અને પોતાની કલાને માટે હાજર રહેવાનું શીખે છે. સ્થિરતાથી સજગ રહેવું અને કોઇપણ પ્રકારના ભ્રમ અથવા કંટાળાથી મુક્ત થવાનું શીખવું.


જોકે હકિકતે એવું બને કે જે ઘડીએ સાચી એકાગ્રતા પ્રગટ થાય તે ક્ષણે ઈચ્છિત પ્રયત્ન લુપ્ત થાય છે, આવું બનવું તે એક વિરોધાભાસ સર્જે છે. આવું બને ત્યારે વૈજ્ઞાનિક મીહાલી ના કહેવા પ્રમાણે “પ્રવાહિતતા” અથવા ઝેન કહે છે તે “પ્રયત્નરહિત પ્રયત્ન” માં વ્યક્તિ પ્રવેશ કરે છે. આવી પળોએ કંઈક સબળ લાગણીઓ પ્રગટ થાય – ખુશી નો અથવા દુઃખ ની – પણ ઘણી વાર – ઊંડી એકાગ્રતા વખતે ‘સ્વ’ લુપ્ત થાય છે. ત્યારે આપણે આપણા મનને કેન્દ્રિત કર્યું છે તે વસ્તુ સ્થિતિ ઉપર ધ્યાનસ્થ ચિત્ત માં જ ખોવાઈ જાય છે.
આનાથી સમજવામાં આવા છે કે કલા ને કોઈ પણ જાત થી પર અથવા કર્તા વિના વર્ણવવા માં આવે છે, જાણે પ્રેરણા ખરેખર જ વ્યુંત્પત્તિશાસ્ત્ર પ્રમાણે તેમાં ‘ફૂકવામાં’ આવી હોઈ. આપણે (કવિઓ) દ્રષ્ટાંત સ્વરૂપે વાગ દેવી નો આધાર લઈને, કલાનું ઊંડું જ્ઞાન પ્રગટ થયું હોય તેવી રીતે વાત કરીએ છીએ. અને આપણે કેટલુંય એમ સમજીએ એ ‘વાસ્તવિકતા’ કોઈ બાબત ને લગતી અને ઘડેલી હોય, છતાય તેમ લાગે કે કલા માત્ર સુંદરતા તરફનો માર્ગ જ નહીં પણ સત્ય તરફ નો માર્ગ છે. જો આપણે સત્ય નો સહારો લઈએ તો, નવો રસ અને નવા સત્યો નો માર્ગ ઉઘડે.


મુશ્કેલી ઓ જ આ એકાગ્રતા તરફ નો માર્ગ બને છે, મહેનત આપણને કાર્ય માં વણે છે અને સફળ કાર્ય કેટલું એ મહેનત સભર લાગે, આ મહેનત પ્રેમ થી કરેલી છે. લેખન કાર્ય લેખક માટે પૂર્ણતા – ભરપૂરતા લાવે છે. જયારે તે પીડા દાયક વિષયો અને વ્યવહારિક મુશ્કેલીઓ સામે ઝઝૂમે છે, ત્યારે આ દર્દો નો માર્ગ ખુલ્લો માર્ગ તેમાં લીન થવું આ દર્દને જેમ છે તમ જાણવા એ હોય છે. અઢારમી સદીના ઉર્દુ કવિ ગાલીબ પ્રમાણે “વર્ષા ના ટીપા માટે આનંદ ની ક્ષણ નદી માં લીન થવા ની છે. આ રીતે અસહ્ય દર્દ જ દવા બને છે.” ત્યારે જીવન ની કે કલા ની મુશ્કેલી કલાકાર માટે કોઈ પણ બાધા નથી લાવતી. લેખક સરાત્રે કહે છે પ્ર્બુદ્ધતા “એ” ભેટ નથી, પણ નિરાશાવાદી સંજોગો માંથી ઉદ્ભવતું જ્ઞાન છે. જેવી રીતે ભૌગોલિક દબાણ ને કારણે સમુદ્ર તળિયે રહેલા રજકણો નો ચુના ના પથ્થર માં પરિવર્તન થાય છે, તેવી રીતે કલાકાર ની એકાગ્રતા નું દબાણ તેના કામ ને ઉજ્જવળ રીતે સંપૂર્ણ બનાવે છે. જીવન કે કલા ની ઘણી ખરી સુંદરતા આગળ વધતી ઈચ્છાઓ અને તેની સામે આવતી મુશ્કેલીઓ વચ્ચે ના સમતા ભાવ માંથી આવે છે. જેમ ગાંઠો વાળું વ્રુક્ષ અને મૂર્તિ પરથી સરકતો પડદો.


આપણે જે જગત માં રહીએ છીએ તે આવા શારીરિક અને માનસિક તણાવો માંથી બનતું જાય છે. તો આપને કહી શકીએ કે મહાન કલા એ એવા વિચાર માંથી ઉદ્ભવે છે કે જેને એકાગ્રતા થી, ધ્યાન ની નરમાશથી પ્ર્થ્વી અને જીવ નો સામનો કરવા સજ્જ બનાવવા માં આવ્યો છે. આ રીતે આપણે પ્રપંચ ની પરાકાષ્ટા ને કલા દ્વારા સમજીએ છીએ.


લેખક: જેન હર્ષફિલ્ડ આઠ કાવ્ય સંગ્રહો ના કવિ છે. અને હાલ માં તેમણે “The Beauty” અને બે નિબંધ અને ૪ પુસ્તકો જેમાં પ્ર્ખાય્ત કવિયો ની પ્રતો નું ભાષાંતર કર્યું છે. તેમનું મુખ્ય રસ કવિતા અને વિજ્ઞાન, પર્યાવરણ વચ્ચે સામ્યતા મેળવવી અને રીજીંદા જીવન માં તેની પવિત્રતા ની અવિભાજ્યતા ને જાણવી.


મનન ના પ્રશ્નો:
૧. મહાન કલા નું પ્રગટીકરણ – “નરમાશવાળી એકાગ્રતા” થી વિચાર ને મઠારી ને તેને પૃથ્વી અને જીવન નો સામનો કરવા તૈયાર કરવા થી થાય છે – આ વિષે તમારું મંતવ્ય શું છે?
૨. તમારો કોઈ અનુભવ જ્યાં તમે મુશ્કેલી ને પણ ધ્યાન ના માર્ગ તરફ વાળી ને પ્રેમ થી કરેલી મહેનત માં બદલતી જોઈ હોય.
૩. સાચી એકાગ્રતા કેવી રીતે કેળવી શકાય?
 

Jane Hirshfield is the author of eight much-honored books of poems, most recently The Beauty, and of two essay collections, Ten WindowsHow Great Poems Transform the World and Nine Gates: Entering the Mind of Poetry (from which this selection is taken), and four books collecting and co-translating the work of world poets of the past. She has a special interest in the intersection of poetry and the sciences, the environment, and the recognition of the inseparability of the sacred and the daily.


Add Your Reflection

4 Past Reflections