Renewability Makes Something Valuable

Author
Martin Prechtel
20 words, 15K views, 14 comments

Image of the Weekજીર્ણોધ્ધાર કંઇક નવુંજ અમુલ્ય સર્જે છે

ગામડામાં માણસો પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ પોતાના ઘર બાંધવામાં કરતા હતા, જેમાં લોખંડ, લાકડા કે ખીલી વગેરેનો ઉપયોગ ના કરતાં છતાં તેમના ઘર ભવ્ય દેખાતા હતા. કેટલાક છાણમાટીથી લીપીને તો કેટલાક વાંસની પટ્ટીઓને રેસોથી બાંધીને બનાવતા જેમકે આપણું શરીરરૂપી ઘર છે. જે ઘરમાં વ્યક્તિ રહે, સુવે, જીવે તે સુંદર અને મજબુત હોવુજ જોઈએ. એટલું બધું મજબુત પણ નહીકે અમુક સમય બાદ તે જીર્ણ પણ ના થાય ને સમારકામ પણ ના માંગે. જો તમારું ઘર પડીજ ના જાય તો તેના સમારકામનો કોઈ પ્રશ્ન જ નથી. પણ જો સમારકામ આવે તો આ પ્રસંગ કંઇક મુલ્યવાન વસ્તુ આપી જાય છે. સમારકામમાં પણ એક અર્થ છુપાયેલો છે.
ગામડામાં રહેલી એકતા અને આનંદ તેઓની ઉદારતા પર નિર્ભર છે. અને એ ઉદારતા પાછળ ધારેલું કામ એકલે હાથે પાર પાડવાની અશક્તિની હાજરી છે. ગામડાના ઘરો લાંબો સમય ટકી શકે તેવા હોતા નથી, તેમને અવારનવાર સમારવા પડે છે. આ માટે ગ્રામવાસીઓ એકબીજાના સંપર્કમાં આવે છે. વર્ષમાં એકાદ વાર તો ખરું જ. તેઓ બધ્ધા ભેગા મળીને કોઈક ના સમારકામ માંગતા ઝૂપડાનો જીર્ણોધ્ધાર કરે છે. જયારે તમારું ઝુપડું પડીને નાશ પામવાની તૈયારીમાં હોય ત્યારે તમે ગામના બધા લોકોને બોલાવો છો. મોટાઓ જે કાર્ય કરતા હોય તેમાં નાના બાળકો ગબાગબ કરતા હોય અને ક્યારેક કામને બગાડતા પણ હોય છે. યુવાનો પથ્થરો વગેરે ઉંચકે છે, યુવતીઓ પાણી ભરી લાવે છે અને વૃધ્ધો કેમ કામ કરવું તેની સલાહ આપે છે. જો કામ વ્યવસ્થિત ના થતું હોય તો વૃધ્ધાઓ વૃધ્ધોને ટપારે છે. ફરી પાછું ઝુપડું નવું બની જાય ત્યારે બધ્ધા ઘરની પ્રશંસા કરે, સાથે જમે અને નવાનો આનંદ માણતા હોય છે. થોડા સમય પછી વળી બીજા કોઈનાં ઝુંપડાની મરામતની જરૂરિયાત ઉભી થાય છે. આ રીતે ગામડાઓમાં દરેક ઘરનું સમારકામ થાય. પેહલાનાં સમયમાં આ બધું સહજ હતું.

ત્યારબાદ મિશનરીઓ, વ્યાપારીઓ, રાજકારણીઓ આધુનિક વસ્તુઓ જેવીકે સિમેન્ટ, ઓઈલપેંટ, લોખંડ વિગેરે લાવીને મજબૂત ઘરો બનાવવા માંડ્યા. હવે ઘરો ખુબ લાંબા સમય સુધી જળવાઈ રહે છે પણ તેના લીધે સામાજિક એકતા જે દોરથી બંધાયેલ હતી તે દોર ઢીલો પડી ગયો છે.

આપત્તિઓ કોઈક વાર જન સમુદાયને એકઠા કરે છે. આજે પણ ક્યાંક પૂર કે ધરતીકંપ જેવી આપત્તિઓ આવે કે કોઈ કારણસર લોકોની જમીનો સરકાર લઇ લેવા માટે સક્રિય થાય છે ત્યારે લોકો રાહ નથી જોતા. જે તે પ્રશ્નોના નિરાકરણ માટે બધ્ધા ભેગા થઇ જાય છે.

માયાન્સ નામનો એક પ્રદેશ છે ત્યાના લોકો આપત્તિઓ આવે તેની રાહ નથી જોતાં પણ તેઓ જાતેજ કોઈક કટોકટી સર્જે છે અને તેમાંથી જાતેજ બહાર આવે છે. સ્વયંસર્જિત આપત્તિ તેઓની આધ્યામિકતાનો પાયો છે. અથવાતો તેઓની આ જીવનશૈલીને ધાર્મિક વિધિ માનવામાં આવે છે જેમાં બધાએ સાથે મળીને કામ ઉપાડી લેવાનું હોય છે. તેઓ પોતાનાં કપડા સીવે છે, કે એકબીજાના ઘરોને સજાવે છે. કારણકે આ બધી વસ્તુ સમયાંતરે સમારકામ માંગી લેતું હોય છે તેની બનાવટ જ એ રીતની હોય છે. આ બાબત આપણા ઘરો, ભાષા અને સંબંધો જાળવવાની બાબતે એટલીજ સાચી છે.

કોઈ વસ્તુ એટલી તકલાદી પણ ના હોવી જોઈએ કે ટુંક સમયમાંજ નાશ પામે અને એટલી મજબુત પણ ના હોવી જોઈએ કે જે કાયમને માટે ટકી રહે. આ પ્રમાણેનું સમતોલન જાળવવા કૃપા દ્રષ્ટિની જરૂર છે. આપણે આપણી પાછળ ઘર કે બીજી કોઈ ભૌતિક વસ્તુ છોડીને જવાને બદલે એવું ગામડું છોડી જવું જોઈએ કે જે પોતાની રીતેજ સતત નવનિર્મિત બનતું રહે. તેનો સતત જીર્ણોધ્ધાર થતો રહે.

મનન માટેનાં પ્રશ્નો:
જીર્ણોધ્ધાર થકી કંઇક મુલ્યવાન સર્જાય છે એ વિચારને તમે કેવી રીતે મૂલવશો?
તમો કોઈ એવો પ્રસંગ સૂચવી શકો છો જયારે કાર્ય કરવાની અસમર્થતા અને સતત ટકી ન શકવાના સમયે સામુહિકતથી સમારકામ થયું હોય?
ક્ષણભંગુરતા તમને કયા મુલ્યો શીખવામાં સહાયતા કરે છે?
 

Raised in New Mexico on a Pueblo Indian reservation, Martin Prechtel is the author of Secrets of the Talking Jaguar and Long Life, Honey in the Heart. The above excerpt is from an interview in Sun Magazine.


Add Your Reflection

14 Past Reflections