Giving Up is Different From Letting Someone Down


Image of the Weekજતું કરવું અને કોઈને નીચા પાડવામાં ઘણો તફાવત છે


ડેવિડ સ્ટેઈનડલ


પ્રત્યેક પળે કંઇકને કંઇક જતુ કરવાની આંતરિક ક્રિયા આપણે માટે ઘણી મુશ્કેલી ભરેલી છે. અનુભવના કોઈ પણ ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરી શકાય છે. દા.ત. આપણે સમયને લઈએ. આપણે માટે સમયની સમસ્યા કાયમ જ હોય છે. જયારે પણ વિચારીએ ત્યારે ‘ફુરસદ જ નથી મળતી’ બસ આજ વિચાર આવે. જેઓ સમય કાઢીને નવરાશની પળો માણી શકતા હોય તેને આપણે ભાગ્યશાળી કહીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે તે સૌભાગ્ય નથી. ફૂરસદની પળો એક સદગુણ છે, કે ગમે તે વ્યક્તિ તે મેળવી શકે છે. આ તો સમય લેવાની નહીં પણ આપવાની વાત છે. ફૂરસદની પળો ત્યારે સદગુણ બને જો જયારે જેને જેટલો પણ સમય જોઈતો હોય ત્યારે તેને તેટલો સમય આપી શકીએ. તે જેટલો સમય લે તેને તેટલો સમય આપો અને એટલેજ ફૂરસદની પળો આપણે માટે અપ્રાપ્ય હોય છે. આપણે લેવામાં જ એટલા રોકાયલા હોઈએ છીએ કે આપણે આપતી વખતે લેવા-દેવાના હિસાબથી જ આપણે આપીએ છીએ. આમતો આપણી પાસે ઘણો સમય હોય છે પણ નવરાશની પળો બહુ જ ઓછી હોય છે. અગાઉના સમયમાં વધારે નવરાશનો સમય ન હતો અને તે સંજોગોમાં કામ (નોકરી ધંધો) કરતા લોકો માટે ફૂરસદનો સમય (વેકેશન કે બીજી રજાઓ રૂપે મળેલો) અગમ્ય હતો. હવે ફૂરસદનો સમય મેળવવા લોકો સખત કામ કરે છે. જે લોકો નિયત સમય નક્કી કરી ને કામ કરે છે (જેવાકે સવારે ૯ થી સાંજે ૫ સુધી) તેઓ એમ વિચારીને કામ કરે છે કે પાંચ વાગ્યા સુધીમાં આટલું કામ તો પતાવી જ લઉં કે જેથી પછી નવરાશ મળે. આ કામ પાછળ કારણ (હેતુ) હોય છે, અને જયારે સાંજે પાંચ વાગે ને કામ પતે ત્યારે તેઓ પણ પતી ગયા હોય છે. થાકી ગયા હોય છે. આ સમયે ખરેખરી નવરાશની પળો હોવા છતાં તેને માણી શકતા નથી. જો તમે ફૂરસદે કામ ના કરી શકો, તો તમે રમતી વખતે પણ નવરાશની પળોને નહીં માણી શકો. તેથી તેઓ હારી જાય છે અથવા તેઓ ફરી પોતાનું બેટ લઈને કે ગોલ્ફ ક્લબમાં ફરી કામે લાગી જાય છે. આમ કરવાથી તેઓ માને છે કે તેઓ કામથી મુક્ત થયા છે.

આપણે આ વાતને હસવામાં કાઢી નાખીએ છીએ પણ તે કાઢી નાખવા જેવી વાત નથી.જતુ કરવું એટલે સાચી રીતે મૃત્યુ પામવું, આમાં ઘણી જ શક્તિની જરૂર છે. તેની કિમત આપણે ચૂકવવી પડે છે જે આપણને વધારે ને વધારે જીવંત બનાવે છે. પરંતુ આ ત્યાગની ભાવના કેવળ માતા સુધીજ સીમિત નથી. આપણે દરેક એક બીજાની માતા બનીએ. જીવન આપણી પાસેથી જેટલુ વધુ લે છે તે આપણને સાચી રીતે જીવંત બનાવવા માટે. જીવન જીવવાનો આ એક પાયાનો નિયમ છે. આપણે જે વસ્તુ છોડી દઈએ છીએ કે જતી કરીએ છીએ તે જ આપણી છે. આપણને બધાને એ અનુભવ છે કે આપણી કોઈ વસ્તુ આપણા કોઈ મિત્રને ગમી જાય તે જ ક્ષણે આપણને તે વસ્તુ તેને આપી દેવાની પ્રેરણા થાય છે. જો આપણે આ પ્રેરણાને અનુસરીએ, ભલે તે વસ્તુ ખરેખર ગમે છે અને તેને આપતા થોડુંક દુઃખ પણ અનુભવીએ છીએ. તો પછી કાયમને માટે તે વસ્તુ તમારી પાસે હશે, તે ખરેખર આપણી છે. આપણી સ્મુતીમાં તે કાયમ રેહશે કે જે આપણે ક્યારેય ગુમાવવાના નથી.

વ્યક્તિ સંબંધોની બાબતમાં પણ આવું જ છે. આપણે કોઈના સાચા મિત્ર હોઈએ તો આપણે તે મિત્રને કાયમ માટે મુક્ત કરવો જોઈએ. આપણે તે મિત્રને સ્વતંત્રતા આપવી જોઈએ – જેમ કે એક માતા પોતાના બાળકને હંમેશા છોડી દે છે.( મુક્ત કરે છે), જો માતા બાળકને વળગી જ રહે તો બાળક કદી જન્મી જ ના શકે અને તે ગર્ભમાં જ મૃત્યુ પામે. તે જન્મે ત્યાર પછી પણ તેને મુક્ત પણે જ રેહવા દેવો જોઈએ. આપણી માતાઓ સાથે પણ આપણને ઘણી બધી મુશ્કેલીઓ નડે છે અને માતાઓને બાળકોથી. આનો અર્થ એટલોજ કે તેઓ તેને વેગળો મુકતા જ નથી. બાળક કરતાં કોમાંર્યાવસ્થામાં બાળકને જન્મ આપવાનું વધુ મુશ્કેલ છે. પુરુષ હોય કે સ્ત્રી. હું ધારું છું ત્યાં સુધી માતૃત્વ એટલે મરવું. આ સંદર્ભમાં જે આપણે આખી જિંદગી કરવું પડે છે અને જયારે આપણે વ્યક્તિ, વસ્તુ કે હોદ્દાનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણે મૃત્યુ પામીએ છીએ- હા આ મૃત્યુથી વધુ જીવંતતા મેળવીએ છીએ. આપણે જીવન સાથે સંપૂર્ણ એક થવા મરીએ છીએ.

મરવું નથી, છોડવું નથી, આનો અર્થ એ થયો કે આપણે આપણી જાતને જીવનના એ મુક્ત પ્રવાહથી વંચિત કરીએ છીએ.

કોઈ ને નીચા પાડવા કરતાં જતુ કરવું એ બાબત તદ્દન જુદી જ છે. હકીકતમાં તો બંને એક બીજાના વિરોધી છે. જતુ કરવું એ નિમ્ન નહિ પણ ઉર્ધ્વગતિ તરફનું પ્રયાણ છે. બાળકને મુક્ત કરીને પણ મા બાળકને પકડી રાખે છે અને આધાર આપે છે. જેમ એક મિત્ર બીજા મિત્રને સાથ આપે તેમ. પરંતુ આપણને આપવામાં આવેલી જવાબદારીઓને આપણે જતી ના કરી શકીએ પરંતુ આપણે તે છોડવાની પણ તૈયારી રાખવી જોઈએ, અને આજ જીવન જીવવાનું જોખમ છે. લેવું અને દેવું એજ છે. આમાં ઘણું સાહસ સમાયેલું છે કારણકે જયારે તમે કોઈ વસ્તુ બાળકને આપો છો ત્યારે તેની સાથે શું થશે તે તમે જાણતા નથી. જો તમે તે જાણતા હો તો તેમાં કોઈ જીજ્ઞાશા નહીં રહે, અને તેણે સાચી રીતે જતુ કર્યું એમ નહીં કહેવાય.

તમે જયારે તમારી જવાબદારી કોઈને સોંપો છો ત્યારે તમને વિશ્વાસ હોવો જોઈએ, જીવન પ્રત્યે તે વિશ્વાસ તે શ્રધ્ધા એટલે જ જીવવા અને મરવામાં હિમત દાખવવી કેમકે એ એકબીજાથી જુદા પાડી શકાય તેવા નથી.

મનન માટેનાં પ્રશ્નો:
૧. આપણે બધા એક બીજાની માતા છીએ” એ કથાન દ્વારા લેખક શું કેહવા માંગે છે?
૨. કોઈને પણ નીચા દેખાડ્યા વગર કોઈ વસ્તુ છોડી દીધી હોય એવો કોઈ પ્રસંગ વર્ણવી શકશો?
૩. નવરાશની પળો એ એક સદગુણ છે ભાગ્ય નથી ટે સમજવા શું પ્રયત્ન કરશો?
ડેવિડ સ્ટેઈનડલ એ એક સાધુ છે. તમે એમના જીવન વિષે વધુ માહિતી ongratefulness.org થી વધુ માહિતી મેળવી શકશો.
૧૯૭૭માં પ્રકાશિત ‘પ્રબોલા’ માસિક માંથી ઉધ્ધ્રુત.
 

Brother David Steindl Rast is a Bendictine monk. You can learn more about his life in this profile, and on gratefulness.org The excerpt above is from an essay published in 1977 issue of Parabola.


Add Your Reflection

10 Past Reflections