Three Kinds of Laziness

Author
Tenzin Palmo
25 words, 20K views, 10 comments

Image of the Weekત્રણ પ્રકારની આળસ.
ટેન્ઝીમ પાલ્મો

ભગવાન બુધ્ધે ત્રણ પ્રકારની આળસનું વર્ણન કર્યું છે. પેહલા પ્રકારની આળસ તો આપણે સહુ જાણીએ છીએ. આપણે કોઈ પણ કામ કરવા ઈચ્છતા નથી. સવારમાં અડધો કલાક ધ્યાનમાં બેસવાને બદલે અડધો કલાક વધારે પથારી
માં આળોટીયે છીએ.

આપણી જાતને કોઈ પણ કામ માટે નાલાયક માનવી તે બીજા પ્રકારની આળસ છે. વિચારોની આળસ ,”હું આ નહીં કરી શકું. બીજા લોકો ધ્યાન કરી શકે છે , કેટલાક સાવધાન હોય છે. અન્ય લોકો કોઈ પણ સંજોગોમાં દયાળુ અને ઉદાર બની શકે છે પણ હું એવું કરી શકતો નથી કારણકે હું મુર્ખ છું અથવાતો હમેશા ક્રોધી સ્વભાવનો છું. હું મારા જીવનમાં કોઈ દિવસ કઈ કરી શકું તેમ નથી. હું હંમેશા નિષ્ફળ રહ્યો છું અને હું એનેજ લાયક છું.” આ પણ એક પ્રકારની આળસ જ છે.

દુન્યવી વસ્તુઓ સાથે સતત સંકળાયેલા રેહવું એ ત્રીજા પ્રકારની આળસ છે. આપણી જાતને કામમાં સતત પરોવી રાખીને આપણી જાતનો ખાલીપો આપણે ભરીયે છે. સતત કામમાં પરોવાયેલા રહીને આપણે આપણી જાતને માટે ધન્યતા અનુભવીએ છીએ. પરંતુ આ સામાન્ય રીતે એક પ્રકારની ભાગેડુ વૃતિ જ છે. જયારે હું ગુફામાંથી બહાર આવ્યો ત્યારે કેટલાક લોકો એ મને કહયું, “એકાંત એ ભાગેડુ વૃતિ નથી?” મેં કહયું, શાનાથી ભાગવું? ત્યાં હું જ હતો . સમાચારપત્રો નહીં, રેડિયો નહીં, વાત કરવા માટે અન્ય કોઈ વ્યક્તિ નહીં- હું શાનાથી ભાગું? કઈ પણ બને તો પણ હું કોઈ મિત્રને ફોન પણ ના કરી શકું. હું ત્યારે ફક્ત મારી સાથે જ હતો. મારા સિવાય કોની સાથે હું હતો? તો પછી ત્યાં કોનાથી ભાગવાનું હતું? આપણી સામાન્ય જીંદગીમાં આપણે એટલા પ્રવૃતિમય હોઈએ છીએ કે આપણા દિવસો કામમાં જ વીતે છે, આપણને આપણી જાત સાથે બેસવાનો અવકાશ ક્યારેય મળતો નથી કે જયારે ફક્ત તમે જ તમારી સાથે હો. આ ભાગેડુ વૃતિ છે. મારા એક કાકી હંમેશા રેડીઓ કે ટીવી ચાલુજ રાખતા. તેમને નીરવ શાંતિ બિલકુલ ગમતી નહીં. નિઃશબ્દતાથી તેઓ વધુ ચિંતિત બની જતા. કાયમ કંઇક ને કંઇક અવાજ ચાલુજ હોય. શું આપણે બધાં પણ તે કાકી જેવાજ નથી? આપણે પણ આંતરીક તેમજ બાહ્ય શાંતિ થી ગભરાઈએ છીએ. બહારનો કોઈ ઘોંઘાટ ના હોય ત્યારે આપણે આપણી જાત સાથે વાતો કરવા માંડીએ છીએ. આપણે આપણા મનને આપણા વિચારો, મંતવ્યો, નિર્ણયો અને આપણા ભૂતકાળ સાથે લગાવી દઈએ છીએ. કાયમ આપણા દિવાસ્વપ્નો, કલ્પનાઓ, આશાઓ, નિરાશાઓ, ચિંતાઓ અને ડર આપની સાથે જ હોય છે. કેવળ શાંતિ તો કોઈ પણ ક્ષણે હોતી જ નથી. આપણી બહારની ઘોંઘાટભરી જીંદગી આપણા આંતરીક વિચારોના ઘમાસાણ યુધ્ધનું જ પ્રતિબિંબ છે. આપણી સતત જરૂરિયાત છે વ્યસ્ત રેહવાની અને કૈક કરતા રેહવાની.આજ મુદ્દો છે- પ્રવૃતિઓથી આપણે આપણી જાતને ભરી દઈએ છીએ. આપણી કેટલીક પ્રવૃતિઓ ખરેખર સારી હોય છે, પરંતુ જો આપણે જાગૃત ના હોઈએ તો તે ખરેખર ભાગેડુવૃતિજ છે.

હું એમ નથી કેહવા માંગતો કે તમે સારી અને જરૂરી પ્રવૃત્તિ ના કરો , પરંતુ તે જેટલી બહારની તેટલીજ આંતરીક હોવી જોઈએ. આપણે પ્રવૃતિશીલ સાથે ચિંતનશીલ પણ રેહવું જોઈએ. આપણી જાત સાથે રેહ્વાનો સમય જરૂરી છે, જેને માટે સંપૂર્ણરીતે સ્વકેન્દ્રિત બનવું, જયારે મન પૂર્ણ શાંત હોય.

ટેન્ઝીમ પાલ્મોની હાર્ટ ઓફ લાઈફ માંથી ઉધ્ધ્રુત.

મનન માટેના પ્રશ્નો:
૧) મનની સ્થીરતા માટે સમય ના મેળવવો તે એક પ્રકારની ભાગેડુવૃતિ છે તેને તમે કેવી રીતે મૂલવશો ?
૨) તમે તમારા જીવનનો કોઈ અનુભવ વર્ણવી શકશો કે જયારે કેવલ તમે તમારી સાથે રહો તેવી જરૂરિયાત લાગી હોય?
૩) ખરેખર સચ્ચાઈપૂર્વક તમારે તમારીજ સાથે જોડાયેલા રેહવું છે તો એ માટે શું અભ્યાસની જરૂર છે?
 

by Tenzin Palmo, excerpted from her book, Into the Heart of Life.


Add Your Reflection

10 Past Reflections