Becoming Free of Our Substitute Life

Author
Ezra Bayda
56 words, 18K views, 10 comments

Image of the Weekક્રુત્રિમ રીતે જીવાતી જીંદગી થી મુક્તિ

ઇઝરા બેડા

એક ઝેન વિદ્યાર્થી પોતાના ગુરુને મળવા ગયો. તેમની સામે બેસતાજ તે ઉતાવળથી બોલ્યો “મારામાં કશુંક ગંભીર રીતે ખોટું છે”?ગુરુએ તેની સામે જોઇને પૂછ્યું “એટલુ શું ખોટું છે”? થોડાક અચકાટ સાથે તે બોલ્યો “મને, હું કુતરો હોઉં તેવું લાગ્યા કરે છે? તેની આ વાત સાંભળી ગુરુએ પ્રતિઉત્તર કર્યો “આવું કેટલાક સમય થી વિચારો છો? વિદ્યાર્થી નો જવાબ “જ્યારથી હું એક ગલુંડીયો હતો” ! આ કથા ને આપણી આધ્યાત્મિક સાધના સાથે શું લાગે વળગે? બધુજ આ કથા ટુંકમાં મનુષ્યની મૂળભૂત સમસ્યા ને વર્ણવે છે. હવે જયારે તમે તમારી જાતને અતિ લાગણીશીલતા ના પ્રતિભાવમાં ડુબેલા અને પોતે માનેલા વિચારોથી લીપાયેલા જુવો – ત્યારે તમે તમારી જાતને આ પ્રશ્ન કરજો કે કેટલા લાંબા સમયથી તમે આ વિચારો ને સત્ય માનો છો? ખાસ કરીને આવા વિચારો જેને તમે વિશેષ મહત્વ આપો છો. “જીવન ઘણું મુશ્કેલ છે? “મારા માટે ક્યારેય કોઈ નહી મળે” – કે “હું નકામો છું, હું નગણ્ય છું”. આવા વિચારોને તમે ક્યારથી માનો છો? જ્યારથી તમે ગલુડિયાં હતા ત્યારથી?

આ પ્રકારની ઊંડી માન્યતાઓ મનની સપાટી થી અદ્રશ્ય હોય છે અને તેનાથી આપણે અજાણ હોઈ એ છીએ. તે છતાંપણ આપણે આવી ઘર કરી ગયેલ માન્યતાઓ સાથે વળગી રહીયે છીએ, આ મૂળભૂત ઓળખ જે આપણા કણ કણની સ્મૃતિમા વણાય ગયેલી છે અને તેની આપણા જીવન પર પડેલી છાપ ભૂલાય તેવી નથી. આ પ્રકારની માન્યતાઓ અને ઓળખ નાં દુ:ખદ અનુભવ ને દુર રાખવા માટે આપણે સતત એવી અલગ વર્તણુકમાં રાચીએ છીએ – એવી પહોંચી વળવા માટેની આદતવાળી વર્તણુક જે આપણને આ અસલામતીના ભાવથી દૂર રાખે.

આ યુક્તિઓ થોડીક સલામતી, સુરક્ષિતતા અને પરિચિતતા કેળવવાનો પ્રયત્ન માત્ર છે. આ યુક્તિઓમાં ક્યારેક સફળ થવું, મદદગાર બનવું, પોતાની દુનિયાને વશમા કરવી, અથવા સુરક્ષિતતાના કવચમાં છુપાઈ જવું તેવું બને. પરંતુ શું તેવું કરવાથી આપણને ખરો સંતોષ મળે છે? ના, આ બધા આપણને અસંતોષમાં જકડી રાખે છે, જ્યાંથી ક્યાં વળવું તેની ખબર ના પડે. આવી પરિસ્થિતિ ને હું “અવેજીમાં જીવાતી જિંદગી નું નામ આપું છું”. જો આપણે ભાગ્યશાળી હોઈએ તો એવી તીવ્ર આકાંક્ષા આવે કે અવેજીમાં જીવાતી – કુત્રિમ રીતે જીવાતી આ જિંદગીથી મુક્તિ મેળવવી છે: ત્યારે આપણે આપણી મૂળભૂત ધારણાઓ અને જીવવાની રીત પ્રત્યે સવાલ ઉઠાવીએ. આ રીતે સવાલ ઉઠાવવા દુઃખદાયક હોય છે. પરંતુ જીવનને વધુ શુધ્ધતાથી જીવવા માટે થોડા થોડા સમયે આ કરવું જરૂરી છે. એક પ્રશ્ન જે સીધો આ વાતના મૂળ સુધી પહોંચે છે. તે છે “મારું જીવન ખરેખર શું છે?” આ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે આપણે જેટલા વધુ સત્યની નજીક રહીએ એટલુજ આપણે મનુષ્યની મૂળભૂત મૂંઝવણ સમજી શકીએ કે આપણે આપણા ખરા સ્વભાવ ની ચેતનાથી કેટલા કપાયેલા છીએ.

આપણામાનું કોઈ આનાથી પરે નથી. આપણે બધા કોઈને કોઈ યુક્તિ અજમાવીએ છીએ જીવનને મુક રીતે ચલાવતી આંતરીક ભયની ભાવનાથી દુર થવા માટે. અને આ ભયભીત કરનાર લાગણીઓને પીછાણી ને પણ મોટાભાગે આપણે તેનું કશુંજ કરવા નથી માગતા. આવું કહેવું કદાચ નીરાશાવાદી અને હતોત્સાહી લાગે, પરંતુ એવું હોવું જરૂરી નથી. હકિકતમાં, આપણે કેટલી હદે પોકળ, યત્નોથી પ્રેરાયેલા છીએ, આપણા અનુરાગની ન્યૂનતા અથવાતો આપણા ભયને દૂર કરવાની ઉતાવળ. એ જાણવું – આ જાણીયે તોજ જાગી શકાય. આપણી સુષુપ્ત અવસ્થામાંથી, આપણા ક્રુત્રિમ જીવનની બહાર આવી શકાય.

“How to live a genuine life” માંથી ઉધ્ધ્રુત – ઇઝરા બેડા

મનનના પ્રશ્નો:
૧. ક્રુત્રિમ જીવન વિશે તમે શું માનો છો?
૨. એવો કોઈ પ્રસંગ વર્ણવો જ્યારે તમને તમારા અનુરાગ ની ન્યૂનતા નો ખ્યાલ આવ્યો હોય
૩. ભયથી ભાગવાની વૃત્તિના લોભને તમે કેવી રીતે ખાળી શકો છો?
 

Excerpted from How to Live a Genuine Life by Ezra Bayda.


Add Your Reflection

10 Past Reflections