Learning Not to Be Afraid of Things That Are Real

Author
Thanissaro Bhikkhu
22 words, 22K views, 7 comments

Image of the Weekવાસ્તવિક વસ્તુઓ પ્રત્યેનો ભય દૂર કરતાં શીખવું જોઈએ

થાનીસારો ભિખ્ખુ

હમણાં હું નિસર્ગના નિરીક્ષણની (ફિલ્ડ ગાઈડની) ક્ષેત્રીય માર્ગદર્શિકા જોતો હતો, જેના લેખકે જયારે તે બાળક હતા ત્યારે અમેરિકાના એક વૃદ્ધ ગ્રામવાસી પાસે તાલીમ લીધી હતી. એક દિવસ આ બાળકે તે વૃદ્ધને પૂછ્યું,” તમે કેમ ગરમી કે ઠંડીથી ગભરાતા નથી?” તે વૃદ્ધે ક્ષણભર તેની સામે જોયું અને કહ્યું,” કારણકે તે સત્ય છે.” સાધક તરીકે આપણું કામ આજ છે. જે વસ્તુ હકીકત છે, સત્ય છે તેનાથી નિડર રેહવાનું શીખવું. અંતમાં આપણે એ શોધી શકીએ છીએ કે વાસ્તવિક વસ્તુઓ કદાપી આપણા મનમાં ભય પેદા કરતી નથી. મનને ખરી રીતે ભયભીત કરનાર મનની ભ્રમણાઓ છે, કાલ્પનિક કથાઓ છે જે વાસ્તવિકતાને છુપાવવાનો પ્રયત્ન કરતી હોય છે. કોઈ એવી વાર્તાઓ, અને ભૂતકાળમાં સ્વીકારેલી વિચારધારાઓને જે તે વસ્તુ/વ્યક્તિ પર ઠોકી બેસાડીએ છીએ. જયારે આપણે જે તે કથાઓ અને ધારણાઓ સાથે જીવીએ છીએ ત્યારે વાસ્તવિકતા બીહામણી લાગે છે. આપણા વિચારો , આપણી અજ્ઞાનતા, આપણી ઈચ્છાઓને આવી માન્યતા છતી કરે છે. જ્યાં સુધી કાલ્પનિક ઈચ્છાઓને આપણે વળગી રહીએ છીએ ત્યાં સુધી તે આપણા માટે ભયાવહ બની રહે છે. પરંતુ જો આપણે વાસ્તવિક બનવાનો પ્રયત્ન કરીએ તો જે તે વાસ્તવિકતા આપણને ભયભીત નહિ કરી શકે. પોતાની જાતને વાસ્તવિકતામાં રેહતા શીખવાડવું અને ખરા અર્થમાં હું કોણ છું- વાસ્તવિકતા શું છે? તેને ભયાવહ કરનારી વસ્તુથી દૂર કરી સત્યના પ્રકાશમાં જોવું તે જ ખરું ધ્યાન છે. તમે જો ખરા અર્થમાં જોવાનો પ્રયત્ન કરો તો સત્ય પ્રગટ થશે- ધ્યાનનો આ મુખ્ય સિધ્ધાંત છે. ખરા અર્થમાં જોનારા લોકોને સત્ય સાંપડે છે. ધ્યાનના અભ્યાસ માટે આ મહત્વનો સિધ્ધાંત છે. જે લોકો ખરેખર સાચા છે તેઓ જ સત્યને જોઈ શકે છે, ઓળખી શકે છે. સત્ય એ મનનો સ્વભાવ છે કે જે વિશ્લેષણ કરી કે હોંશીયારીથી પામી શકાતો નથી. તે તો કાર્યની એકાગ્રતા, નિરીક્ષણની શક્તિ અને સત્ય જેવું છે તેવું સ્વીકારવાની તૈયારી પર આધારિત છે. વ્યક્તિ/વસ્તુ જેવી છે તેને તેવી જ સ્વીકારવાની બાબતમાં સત્યને મૂલવવું તે બાબત ઘણો મહત્વનો ભાગ ભજવે છે. તેથી તમારે તે માટે જવાબદારીપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. તમે જે કામ કરો છો અને તેનું શું પરિણામ મળશે તે બાબતે તમારે જાગૃત રેહવું પડશે જેથી તમે તમારા કાર્યોમાં વધુ અને વધુ કાર્યકુશળતા પ્રાપ્ત કરી શકશો.

મનન માટેનાં પ્રશ્નો:
૧. “વાસ્તવિક પુરુષ” બનવું એટલે તમારી દ્રષ્ટીએ શું છે?
૨. તમે કોઈ વાર સત્યને એના ખરા સ્વરૂપમાં અનુભવ્યું હોય એવો કોઈ પ્રસંગ વર્ણવી શકશો?
૩. સાચા બનવામાં તમને કયો અભ્યાસ મદદગાર થઈ શકશે?
 

Excerpted from Thanissaro Bhikkhu's Dhamma Talk: Get Real


Add Your Reflection

7 Past Reflections