The Same Self Is in All of Us

Author
Eknath Easwaran
35 words, 28K views, 12 comments

Image of the Weekઆપણા બધામાં એકજ ચૈતન્ય (આભા) રમી રહ્યું છે

- એકનાથ ઇશ્વરન

દેવત્વની ચિનગારી બધાં જીવમાં પ્રસ્થાપિત છે. મારું અસલી સ્વરૂપ તમારાથી કે કોઈ પણ અન્યથી જુદું નથી. સમય સાથે વધતી જતી ખુશી જો આપણે જીવવા માંગતા હોઈએ અને જો આપણે કોઈ પણ જાતના સંજોગોથી મુક્ત બની સ્વતંત્રપણે જીવવા માંગતા હોઈએ તો આપણે એ વસ્તુનો સાક્ષાત્કાર કરવાનો કે આપણા પરિવારમાં જે વ્યક્તિ હોય કે આપણા કાર્યક્ષેત્રમાં જે વ્યક્તિ હોય, બધામાં એજ દેવત્વની ચિનગારી કે ચૈતન્ય-આભા રહેલી છે.

આની સાચી સમજણ જ આપણી આસપાસ રેહતા બધા માટે એજ આદરની લાગણી જન્માવવા સક્ષમ બને છે. ભલેને તેઓ આપણને ઉકસાવતા હોય કે આપણા પ્રત્યે અણગમો ધરાવતા હોય કે આપણા વિષે કઇ અયોગ્ય બોલતા હોય. આમ વધતીજતી આદરની ભાવના આપણને વધુ સુરક્ષિત બનાવે છે અને આપણને બધા પાસે આદરને પાત્ર બનાવે છે પછી ભલેને તેઓ આપણી વિચારધારા સાથે સહમત ના પણ થતા હોય.

આપણામાંના મોટા ભાગના લોકો સંજોગો અનુસાર બીજા પ્રત્યે આદરભાવ ધરાવતા હોય છે- યોગ્ય સમયે, યોગ્ય લોકો માટે અને યોગ્ય સ્થળે. પરંતુ જયારે તેવા સંજોગો ના હોય ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. બીજી વાત, કોઈ વ્યક્તિ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે તે મુજબ આપણો પ્રતિભાવ હોય છે. તેનો પ્રતિભાવ બદલાય ત્યારે આપણે પણ બદલાઈ જઈએ છીએ અને સંજોગો, સમય અને સ્થાન પ્રમાણે તેનું અને આપણું વર્તન હોય છે. આ બંને રીતે આપણે અસુરક્ષિતતા સિવાય બીજું કઇ પણ પામી શકતા નથી. આમાં પાયામાં કોઈ નક્કરતા નથી.

પરંતુ જો આપણે આપણી અંદર રહેલ સ્વને, આત્માને કે ચૈતન્યને જોતા શીખીએ- અન્ય લોકોની ચડતી-પડતી, ગમા-અણગમા પર ધ્યાન ન દેતા આપણે આપણું ધ્યાન બધી પરિવર્તનશીલ વસ્તુમાં શું અપરિવર્તનશીલ છે તે તરફ કેન્દ્રિત કરીએ તો આપણો વિશ્વાસ વધશે. તેઓ આપણને માનશે અને આપણે વધુ સુરક્ષિત બનીશું. આપણે હંમેશ યાદ રાખવું જોઈએ કે આપણી અંદર રહેલ સ્વ જ આપણને સન્માનનીય બનાવે છે અને આપણી આસપાસ રહેલા બધામાં એજ પરમ તત્વ છે તેનું ભાન કરાવે છે. હું જાણું છું તે પ્રમાણે આ રીતે આપણામાં રહેલ અપ્રગટ દિવ્યતા આપણા દૈનિક જીવનમાં વણાઈ જશે.

એકનાથ ઇશ્વરન ના “બ્લુ માઉનટન જનરલ ૨૦૧૫“ માંથી ભાષાંતરિત.

મનન માટેનાં પ્રશ્નો:
૧. “અંતરાત્માને પ્રત્યુતર આપવો” આ બાબતે તમે શું સમજ્યા છો?
૨. તમે કોઈ એવો અનુભવ બતાવી શકશો જયારે કોઈકની ચડતી-પડતી, ગમા-અણગમા ને એક તરફ રાખીને તેનામાં રહેલ અપરિવર્તનશીલ આત્મા તરફજ તમે તમારું ધ્યાન કેન્દ્રિત કર્યું હોય?
૩. તમારામાં રહેલ આત્મા બીજા બધામાં પણ એજ સ્વરૂપે રહેલો છે તે સમજવું જીવનમાં કેટલું મદદરૂપ થઇ શકે છે?
 

Sourced from Eknath Easwaran's Blue Mountain Journal, Winter 2015, Volume 26, No. 3.


Add Your Reflection

12 Past Reflections