What We Need Is Here

Author
Wendell Berry
21 words, 63K views, 15 comments

Image of the Weekઆપણે જે જોઈએ છીએ તે અહીંજ છે.
વેન્ડેલ બેરી

રવિવારે સવારે ઘોડેસવારી પૂરી થઇ છે, ઉનાળાના અંતિમ ભાગનાં ટામેટા જેવા પરસીમોમ ફળ અને અતિ મીઠી જંગલી દ્રાક્ષનો સ્વાદ. સમયના ગુંચવણ ભરેલા રસ્તામાં પાનખર શરૂ થાય છે. આપણે જેને નામ આપીએ છીએ તે તો કબરમાં આરામ કરે છે. પરસીમોમ ફળના ફિક્કા બીજને આપણે ખોલીએ છીએ જેનાં ગર્ભમાં એક વૃક્ષનું અસ્તિત્વ ચોક્કસ રૂપે જાણે રહેલું છે.

હંસનું ટોળું મુક્ત ગગનમાં વિહાર કરતું પસાર થાય અને ફરી આકાશ જાણે વાદળથી ઢંકાઈ જાય. આપણે પણ પ્રેમ અને ઉંઘમાં જાણે માર્ગથી વિખુટા પડ્યા હોય તેવું લાગે પરંતુ પરંપરાગત શ્રધ્ધા આપણને યોગ્ય રસ્તા પર જ પકડી રાખે છે.

આપણે જેની જરૂર છે તે અહીંજ છે. આપણે નવી ધરતી કે નવા સ્વર્ગ માટે પ્રાર્થના ના કરીએ, પરંતુ અંતરની શાંતિ અને આંખમાં સ્પષ્ટ દ્રષ્ટિ માટે કરીએ. આપણને જે જોઈએ છે તે અહીંજ છે.
કવિતા વાઈલડ ઘીસ ( “WILD GHEESE”) માંથી ઉધ્ધ્રુત.

મનન માટેનાં પ્રશ્નો:
૧) “આપણને જે જોઈએ છે તે અહીંજ છે” આ વાતને તમે કઈ રીતે સ્પષ્ટ કરશો?
૨) તમારી સામે રહેલ કોઈ વસ્તુના દર્શનથી તમને તેની પાછળ રહેલી સચ્ચાઈના દર્શન થયા હોય એવો કોઈ પ્રસંગ વર્ણવી શકશો?
૩) તમારી સમક્ષ રહેલી વસ્તુમાં રહેલી ગહન સચ્ચાઈને જોઇ શકે તેવી દ્રષ્ટિ કેળવવા તમે શું કરશો?
 

The poem "Wild Geese", From Selected Poems of Wendell Berry.


Add Your Reflection

15 Past Reflections