Beauty of the Mosaic

Author
Rosalina Chai
36 words, 32K views, 6 comments

Image of the Weekમોઝેક નું સૌંદર્ય

- રો સાલીના ચાઈ

હું જેમ જેમ સ્મૃતિને વાગોળું છું તેમ તેમ મોઝેકને અતૂલ્ય, વશીભૂત કરનાર તરીકે જાણું છું. જેમ જેમ મારા માથાના વાળ ધોળા થવા લાગ્યા તેમ તેમ માનવજાતની સ્થિતિને સમજવા અને સ્વીકારવા માટે મોઝેકની ઉપમા બરાબર યોગ્ય છે એવી જાગૃતિ મારામાં આવી છે.

એક તરફ મોઝેક એટલે –બારીક –ઝીણું કામ, છતાં તે ભવ્ય છે. તેના ટુકડે ટુકડા ચોક્કસપણે આપણને તેના કોમલ સૌંદર્યનો અર્થ બોધ કરાવે છે. મોઝેઈક ટાઈલ્સની જેમ ટાઈલ્સની વચ્ચેનો અવકાશ એ પણ સૌન્દર્યની ભાષામાં કહીએ તો તે ગુંચવણભરેલો ગહન છે, અને આપણા મનુષ્યધર્મ પ્રત્યે પણ શું એ એટલુંજ સાચું નથી?

મૂળભૂત ખંડિતતાની જરૂરિયાત શક્તિ અને તેના સૌંદર્યની પ્રશંસા કરતા બિરુદો મળેલા છે. આપણી સાથેના મનુષ્યો સાથેનું આપણું વર્તન અભાનપણે તેઓ પાસેથી પૂર્ણતાની અપેક્ષા રાખે છે. શા માટે? શા માટે આપણે આ ખંડિતતાને આક્રમક કે અપમાનકારક માનીએ છીએ.

માનવતાના અસ્તિત્વમાટે આ ખંડિતતાને જયારે આપણે સ્વીકારીએ, તેને ભેટીએ ત્યારે શું થશે? ખંડિતતા જયારે એ ખરાબ છે એવું માનતા અટકી જઈશું ત્યારે શું થશે? એક વાત હું સ્પષ્ટ પણે કલ્પી શકુ છું તે એ કે વધુ શાંતિ.

બીજાઓની ખંડિતતાને સ્વીકારવી કે ગળે લગાડવી તેનો અર્થ એ નથી કે બીજાની ખંડિતતાને જોઈ પોતે વધુ સારો છે એવી ભાવના કેળવવી. તેના કરતાં આપણી સામાન્ય માનવજાત માટે ખંડિતતાનો સહજ સ્વીકાર હોવો જોઈએ. જયારે હું મારી પોતાની ખંડિતતાને સ્વીકારીશ- અને તેને માટે મારી જાતને કઠોર રીતે મૂલવીશ ત્યારે જ હું બીજાઓ જે વિભાજીતતાનો અનુભવ કરે છે તેના પ્રતિ મારી જાતને વધુ કરુણામય દયાળુ બનાવી શકીશ.

અંતમાં- કેટકેટલી મોઝેક ટાઈલ્સનું એક બીજા સાથે જોડાવવું એનો અર્થ એજ કે તે દ્વારા સૌંદર્યની ભાષા વ્યક્ત થઇ છે. આપણે આપણી ખંડિતતામાં પણ એકલા નથી. આપણે એકબીજાની નિકટ આવવાજ સર્જાયેલા છીએ, અને આ સાથથી એક નવુંજ સૌંદર્ય જન્મ લે છે.

હું નીચે એક વાર્તા કહીને તમારી પર છોડી દઉં છું.

સમયની શરૂઆત અને અંતમાં સત્ય જ સુંદર વર્તુલાકાર બિંબરૂપ હતું. પછી તે બિંબ નાના ટુકડાઓમાં વિભાજીત થયું અને વિશ્વમાં તારાઓ કરતા પણ તે અસંખ્ય અને અસીમ બન્યું, અને આ ટુકડા જ આત્મા બન્યા. આમ દરેક આત્મા એ પરમ સત્યનો એક ભાગ જ છે. જીવન ગુંથાતું ગયું અને ઘણાં આત્માઓ પોતેજ સત્ય છે તેમ માનવા લાગ્યા અને આમાંથી તિરસ્કારની ભાવનાનો જન્મ થયો. પરંતુ કેટલાક જીવાત્માઓ એ પોતાની સ્મૃતિમાં આ હકીકત સંઘરી રાખી અને જેઓ ભૂલી ગયા હતા તેઓને ફરી યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો.

આ વાર્તાનો અંત હું જાણતો નથી કેમકે તે હજુ આગળ લખાવવાની છે. હું એ પણ જાણતો નથી કે બધા આત્માઓ ફરી મળશે અને એ ટુકડાઓની વચ્ચે થી જયારે પ્રકાશ પથરાશે અને ત્યારે સત્યનું સૌંદર્ય કંઇક નવુંજ રૂપ ધારણ કરશે.

મનન માટેના પ્રશ્નો:
૧, આપણી ખંડિતતામાં આપણે એકલા નથી, આ ધારણાને તમે કેવી રીતે મૂલવશો?
૨. તમે કોઈ એવી વ્યક્તિગત વાત જણાવી શકશો કે જયારે ટુકડા જોડીને બનાવેલ મોઝેકમાંથી કોઈ નવુંજ સૌંદર્ય જન્મ્યું હોય?
૩. આ ટુકડાઓ વચ્ચેની જગ્યા કે જ્યાંથી પ્રકાશ પથરાશે. નિષ્ઠાપૂર્વક એ પ્રકાશને પામવા તમને શું ઉપયોગી થઇ શકશે.
 

Roslina Chai is an author, mother, and "seeker of beauty, curator of experiences, and holder of space."  She lives in Singapore, and the excerpt was originally taken from her blog.


Add Your Reflection

6 Past Reflections