Planetary Beings with Planetary Hearts

Author
Clare Dakin
35 words, 15K views, 4 comments

Image of the Weekબ્રહ્માંડનાં જીવો અને બ્રહ્માંડનું હૃદય


- ક્લેન ડેકીન



અત્યારના લોકોની મનોવૃત્તિ એવી છે કે કોઈ પણ વસ્તુથી અલગ-અળગુ રેહવું- સતત ચેતતા રેહવું અને સમાજમાં ભળવું- અને તેમ છતાં પાગલની માફક એવી પ્રાર્થના કરવી કે બહારથી કોઈ આવી અને આ પરિસ્થિતિને સુધારી દે.


આક્ષણે હું તેની પુનઃ વ્યાખ્યા કરુ છું. હું એમ કહીશ કે આપણી વૃતિ આપણા જીવનના સારનો એક ભાગ છે કે જે સમગ્ર કુદરત સાથે વણાયેલો છે. આપણા બ્રહ્માંડના જીવો- જે ભાગ જીવંત છે, સચેતન રૂપે ધબકી રહ્યો છે અને દરેક જીવની બુધ્ધિશક્તિ જે બ્રહ્માંડમાં જીવે છે અને શ્વાસ લઇ રહી છે તે ક્યારેય પણ તેનાથી અલગ હતી નહીં અને હોઈ શકે પણ નહીં. હું મારામાં તેને વેહતા અગ્નિના પ્રવાહ રૂપે અનુભવુ છું. Essential (જરૂરી) એ શબ્દમાંનો સારરૂપ શબ્દ છે Essence. તમે તેનો અનુભવ કરી શકો છો. હું આવી પ્રબળ મનોવૃતિનો અનુભવ કરી શકુ છું. ક્યારેક તે અસહય બની જાય છે પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, ભલે તેમ થાય અને જે પણ પરિણામ આવે તેની મને કોઈ પરવા નથી. મારે આમેય શું જોઈએ છે? મારી પાસે બે વિકલ્પ છે, ક્યાંતો હું ડરપોક સ્ત્રીની જેમ જીવનને રૂંધીને એક ખૂણામાં ધબક્યા કરું અથવા પગથી માથા સુધી ધબકતી આ મનોવૃતિનો સ્વીકાર કરી અને સંપૂર્ણપણે મારા જીવનમાં ઝગમગતા પ્રકાશની સ્થાપના કરું.


હું આબે માંથી બીજો વિકલ્પ પસંદ કરીશ. તેનો અનુભવ ક્યારેક મારી અંદરના નકામા તત્વોને મારીને એકદમ અજાણ્યુ આંતરિક બળ સ્થાપે છે. હું તે વાતનો સ્વીકાર કરું છું. આપણે બધા પણ તે વાતનો સ્વીકાર કરીએ તેવું ઈચ્છું છું. આપણી અંદરનું સ્ત્રીતત્વ ઝળકે તેની ખરેખર જરૂર છે. અલગ અને સાવચેત રેહવાની આ મનોવૃતિએ આપણને પંગુ બનાવી દીધા છે, હવે તેની કોઈ જરૂર નથી. આપણે આ રીતે જીવી ના શકીએ.


આપણી અંદરના આ અગ્નિને વહેતો કરવાના સજાગ રસ્તાઓ છે. તેમાં જો તરબોળ થઈએ તો જીવંતતાનો ઉત્ક્રાન્તિના જ્ઞાન સાથે અનુભવ થશે. પ્રકૃતિનું આ જ્ઞાન આપણી અંદર હરપળ ધબકે છે, પરંતુ આપણે તેનાથી અજાણે વિખુટા પડેલા છીએ અને આપણે આપણી બુધ્ધિ અને સંસ્કારોને ગેરમાર્ગે વાળી દીધા છે.


સામુહિક રીતે શું આપણે તેને જીવંત કરી શકીએ? શું આપણે આ ભરતીને સ્વીકારીને તેને સંપૂર્ણ સમર્પિત થઇ અને શક્તિપૂર્વક આપણને શીખવાડવાનો છુટો દોર આપી શકીએ? તો કદાચ આપણે એ જાણી શકીશું કે આપણે કોણ છીએ અને શાને માટે છીએ? “બ્રહ્માંડના જીવો સમગ્ર બ્રહ્માંડના હૃદયો લઈને એવો સંપૂર્ણ પ્રેમ આપનારા કે જે આપણા વારસાને પુનઃ સ્થાપિત કરી શકે. “ નવા યુગના માનવ વિષે મારી વ્યાખ્યા આ છે. અને હું તે બનું છું. અને જો હું બની શકું તો તમે પણ બની જ શકો.



મનન માટેનાં પ્રશ્નો: ૧. આપણી અંદરના પ્રવાહિત અગ્નિને તમે કેવી રીતે મૂલવશો? ૨. પ્રવાહિત અગ્નિ સાથે તમારી જાતને જોડવા, જાળવવા અને ફરી જોડવા શું અભ્યાસ કરશો? ૩. આ પ્રવાહિત અગ્નિને ફરી પ્રજ્વલિત કરવા તમારો વ્યક્તિગત કે અન્ય કોઈનો અનુભવ વર્ણવી શકશો?


Add Your Reflection

4 Past Reflections