Be with the Magic

Author
Steve Karlin
33 words, 14K views, 7 comments

Image of the Weekઅદ્ભૂત અનુભૂતિ સાથે એકાકાર બનો
- સ્ટીવ કેરલીન

પ્રાણી જ્યારે બહારની તરફ જોવે છે ત્યારે આપણે જે જોઇએ છીએ તેવું તે જોતા નથી. કેટલાક અલ્ટ્રાવાયોલેટ – એટલે કે નીલા કિરણો જેવું જુવે છે, કેટલાક સો એક યાર્ડ દૂર સુધીનું જોઇ શકે છે, કેટલાક પોતા ના માથા થી એક ફુટ દૂર સુધીનુ જ જોઇ શકે છે, કેટલાક રંગો જુવે છે, કેટલાક રંગો જોઇ શકતા નથી. તેઓ જ્યારે (પોતાના) કાનથી સાંભળે છે ત્યારે આપણે જેવુ સાભળીયે છીએ તેવું સાભળતા નથી. તેઓની સ્વાદેન્દ્રિય આપણા કરતા અલગ હોય છે. તેઓ સુંઘે છે – કેટલાક ની ધ્રાણેન્દ્રિય એટલી તીવ્ર હોય છે કે આપણા કરતાં સોગણી હોઇ છે, અને વળી કેટલાક ને સુંઘવાની શક્તિ જ નથી હોતી. પણ માનવજાત પાસે તેમને પહોંચી જવાની શક્તિ છે, અને તેઓ પાસે પણ આપણાં સુધી પહોંચવાની શક્તિ હોય છે. જ્યારે આ બન્ને એકબીજા સાથે જોડાય છે, જ્યારે એ જંગલીપ્રાણી નું અસ્તિત્વ અને તમારા માં રહેલા આંતરિક અસ્તિત્વ સાથે જોડાય (જાય છે) જવા તત્પર બને છે ત્યારે એ બન્ને પરસ્પર જોડાય જાય છે – એ એક અદ્ભૂત ઘટના છે.

મોટે ભાગે આપણી બહાર શું ચાલી રહયું છે તે જોવાની દરકાર કરતા નથી. અથવા આપણે જે જોવા ઇચ્છતા હોઇએ છીએ તેનું પ્રક્ષેપણ કરીને આપણે કુદરત ને જોઇએ છીએ. જરૂરિયાત એ વસ્તુની છે કે આપણે શાંતિથી બેસી જવું જોઇએ તેના અંતિમ લક્ષ્ય સુધી, આપની આંતરિક શાંતિ ના મૂળ સુધી પહોચવું જોઇએ કે જ્યારે આપણા સંબંધો વગેરે વિશે અંદર શું ચાલી રહયું છે તે જાણી શકીયે. હું ધારું છું કે માનવ જાત માટે ધ્યાનાવસ્થામાં બેસવા નો અભ્યાસ બહુ જરૂરી છે, (અંતરમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ) પછી તે ગમે તે રીતે હોઇ શકે. તમારી પોતાની જાતને તદ્દ્ન નિર્મળ બનાવવાનો આ જબરદસ્ત માર્ગ છે જેથી સંબંધો પ્રત્યે તમે તે ક્ષણે વર્તમાન માં હો.

ચેયેન (Cheyenne) નામનાં વરુ એ મારી ધ્યાનાવસ્થાને સજગ બનાવવાના પ્રયત્ન માં મોટો ભાગ ભજ્વ્યો છે. જ્યારે પણ હું આ વરુની નજીકમાં બેઠો હોંઉ અને કાઇક બીજા વિચારે ચડી જાંઉ ત્યારે તુરંત જ એ જાણી જતી કે હું સો ટકા અત્યારે તેની સાથે નથી. તેના પ્રતિભાવ રૂપે તે પોતાના હોઠ ઉંચા કરીને અવાજ કરવાનું શરૂ કરી દેતી, જાણે મને કહી રહી હોય “સ્ટીવ, અત્યારે તુ મારી સાથે છો, તું અહીંજ રહે, બીજા કોઇ વસ્તુ વિષે વિચારતો નહીં, આનાથી બહાર જઇશ નહીં, આ ક્ષણે મારાં અને તારાં વચ્ચે જે આંતરિક જોડાણની અદ્ભૂત ક્ષણો છે તેમાં એકાકાર બની જા”. તેણોના દ્વારા મને આ શીખવા મળ્યું તે મને શારીરિક વર્તનથી કહી રહી હતી – “ધ્યાન કર, સ્થિર થઇ જા” (શરીર અને મનથી).

ધ્યાન હંમેશા બંધ આખેજ હોય, વસ્તુઓ કે વ્યક્તિઓથી દૂર એકાંતમાંજ થઇ શકે તેવું નથી. ખુલ્લી આંખે તમો દુનિયામાં ફરતા હો ત્યારે શું થાય છે એ વધુ જરૂરી છે. તમે કોણ છો? તમારી જાત માટે તમે બહાર છો? તમે શહીદ બન્યા છો? તમે જેના વિષે પુરતુ જાણતા પણ નથી તેને તમારા ધોરણે માપવાની ગણતત્રી કરી રહયા છો? તમે કોણ છો અને કેવા છો તે વિષે ચિંતા કરવાની કે પોતાની જાત વિષે વર્ણન કરવાની જરૂર નથી. અન્ય કોઇ વાર્તાની જેમ આપણે પણ આપણાં જીવન ને બદલી શકીએ. આપણે આપણી ચૈતન્ય રૂપી કલમ દ્વારા તે બદલી શકીએ. આપણાં જીવનની વાર્તા ને ફરીવાર લખવાની શક્તિ આપણી પાસે છે, જે આંતરિક કાર્ય છે. તેથી બહારના કાર્યની જેમ એ પણ એટલું જ અગત્યનું છે. આનાથી આંતરિક અને બાહય શુધ્ધિ થાય છે, જેનાથી પ્રાણી તમારા તરફ જોવાનું વલણ ધરાવે છે એ અને તમારા પ્રતિ આકર્ષિત થાય છે.

લેખકઃ સ્ટીવ કેરલીન – જેઓ નેશનલ પાર્કના ભૂતપૂર્વ રેન્જર, જાણીતા પર્યાવરણ શિક્ષક અને પર્યાવરણ ના રીપોટર તરીકે જેમણે સન્માન પ્રાપ્ત કર્યુ છે, જે રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સમાચારમાં જેનો ઉલ્લેખ થયો છે. તેઓ વાઇલ્ડ લાઇફ અસોસિએશન ના સ્થાપક છે. જંગલી પ્રાણીઓની ત્યાં કાળજી લેવાય છે – ત્યાંના શિક્ષક બનાવાનો મોકો પણ મળે છે.

મનન નાં પ્રશ્નોઃ આક્ષણે અદ્ભૂત અનુભૂતિ સાથે એકાકાર ઘણું એટલે શું? આવી કોઇ અદ્બૂત ક્ષણ અનુભવી હોય, તે વર્ણવી શકશો? ખુલ્લી આંખે ધ્યાન તમને કઇ રીતે મદદ રૂપ થઇ શકે છે?
 

Steve Karlin is a former National Park Service ranger, renowned environmental educator and award-winning environmental reporter who has appeared on local and national news. He is the founder of Wildlife Associates, where animals that cannot survive in the wild are cared for, and in turn given the space to become teachers.


Add Your Reflection

7 Past Reflections