Humility Really Cannot be Considered a Virtue


Image of the Weekવિનમ્રતા ખરેખર સદગુણ ન માનવો જોઇએ

સ્વામી દયાનંદ સરસ્વતી

અહંકાર અને અભિમાન (ગૌરવ) બન્ને પરસ્પર સંકળાએલા છે. બન્ને માંથી સમાનાર્થી અસર ઉત્પન્ન થાય છે. ‘હું’ ની સ્વકેન્દ્રિત ભાવનાથી, વિશ્વ સાથેના સંબંધો અજ્ઞાનથી જણાય છે. જો કે હું મારી ઇચ્છા મુજબ વર્તી શકું છું. તે મારા પર પ્રભુની ક્રુપા છે. ક્યા કાર્ય કરવા તેની પસંદગીની શક્તિ મારી પાસે છે, પરંતુ મે જે કાર્ય કર્યું છે તેના પરિણામ પર મારો કોઇ અધિકાર નથી. હું જે પરિણામની અપેક્ષા રાખુ છું તેનાથી વધારે મળવાની સંભાવના ઓછી હોય છે, હું પરિણામ પેદા કરી શક્તો નથી. મારા કોઇ પણ કાર્ય નું પરિણામ – મે જે વસ્તુઓ નો ઉપયોગ કર્યો છે, તે મે બનાવેલી નથી અને પરિણામ પાછળ ઘણાં સંજોગો પણ કામ કરે છે, ભૂત અને વર્તમાનના, જાણીતા કે અજાણ્યા, આ બધા પરિબળો પરિણામ – માટે કારણભૂત હોય છે.

અમેરિકાની ફુટબોલની રમત મારા શક્તિશાળી કેળવાએલા મજબુત હાથથી (બાવડુ) ફેંકાએલો દડો મને અંતિમ ક્ષણોમાં વિજય તરફ દોરી જાય તો આ માટે વસ્તુલક્ષી અને સંજોગલક્ષી ઘણી બાબતો એકઠી મળે ત્યારે અંતિમ વિજય તરફ જવાય. આમાં મારું અભિમાન ક્યાં રહયું? નથી હું ફુટબોલ કે મારા કસાએલા શરીર નો સર્જક જે હાથથી કુશળતાથી બોલ ફેંકાયો તે કળાના વિકાસ માટે ઘણાં લોકો અને તેમના અનુભવોનું યોગદાન છે.
આવેલા તોફાની વરસાદ ને રોકવા હું સમર્થ નથી કે જેથી કરીને રમત બંધ ન રાખવી પડે અથવા પ્રુથ્વીની જે ધ્રુજારી મારો દડો પસાર થયા પછી ૬૦ સેકંડમાં થઇ, એક મીનીટ પહેલા થઇ નહીં તો મારો પાસ થયેલા (દડાનો દાવ) વ્યર્થ જાત, કે પછી હું મારા સાથી કે જેણે દડો પકડી લીધો અને રમતને વિજય તરફ લઇ જવાની શકયતાને વધારી દીધી.

અભિમાન અને અહંકાર નું જ્યારે પરિક્ષણ કરીએ ત્યારે તે મૂર્ખતા લાગે છે – વિનમ્રતાને ખરેખર સદગુણ ન માની શકાય. વિનમ્રતા એટલે દુનિયાને જેવી છે તેવી જોવાની સમજણ, મારી જાતને પણ, કેમકે હું પણ વિશ્વનો એક ભાગ જ છું.

જ્યારે વસ્તુઓ જેવી છે તેવી હું સમજુ ત્યારે હું કોઇ વાતનું અભિમાન નહીં કરી શકું કે મારી જાતને તિરસ્ક્રુત પણ નહીં કરી શકું. સ્વયં નો તિરસ્કાર એ પણ એકજાતનો ‘અહંભાવ’ જ છે. સમજણથી સ્પષ્ટ થયા પછી જણાશે કે કોઇ પણ સ્થાન, પદ કે સ્થિતિ તિરસ્કાર પાત્ર નથી, કેવળ તે વિચાર જ ધિકકારને પાત્ર છે. કોઇ પણ કાર્ય માટે પોતે શ્રેય લેવો તે અયોગ્ય છે, અને પ્રમાણભૂત પણ નથી. હું દુનિયાને જ્ઞાનની ખોજના વિશાળ ક્ષેત્રે તરીકે માણું છું તે પણ અભિમાન કે અહંકાર વગર.

મનન નાં પ્રશ્નોઃ વિનમ્રતા એટલે દુનિયા ને જેવી છે તેવી સમજવી એ ધારણા ને તમે કેવી રીતે મુલવશો? આવી સમજણ થી તમે ક્યારે પણ ખરેખર વિનમ્ર બન્યા હો એવી કોઇ ઘટના વર્ણવી શકશો? આવી વિચારધારા કેળવવા કયા અભ્યાસની જરૂર છે.

સ્વામી દયાનંદ સરસ્વતીનાં પુસ્તક ‘The value of values’ માથી ઉધ્ધ્રુત.
 

Excerpted from Swami Dayananda Sawaswati's book, "The Value of Values."


Add Your Reflection

9 Past Reflections