Absurd Heroism

Author
Margaret Wheatley
36 words, 18K views, 23 comments

Image of the Weekઅર્થહીન વીરોચિતતા
- માર્ગરેટ વીહ્ટલી

સીસીફસ આનું ઉદાહરણ છે. ગ્રીક અને રોમન દંતકથાઓમાં આનું વર્ણન આવે છે. દેવતાઓએ સીસીફસને આજીવન વ્યર્થ અને નિરાશાજનક મજદૂરીથી તિરસ્કૃત કર્યો હતો. તે મજુરી હતી એક મોટા પથ્થરને પર્વતના શિખર પર લઇ જવાનો અને તેના વજન અને ગુરુત્વાકર્ષણથી નીચે ગબડી પડતો જોવાનો. આમ સદાકાળ (હંમેશા) માટે તેને પથ્થર શિખર સુધી ફરી ફરી લઇ જવાનો. ફ્રાન્સના એક તત્વજ્ઞ આલ્બર્ટ કેચસેએ એક નિબંધ લખ્યો છે અને નિરાશાજનક એ છે કે તેને “The myth of Sisyphus “ નામ આપ્યું છે.

સિસિફસ પાસે બીજો વિકલ્પ ન હતો કારણકે તે દેવતાઓનો અપરાધી હતો, પરંતુ આપણી પાસે તો પસંદગીનો વિકલ્પ છે. અર્થહીન બહાદુરી બતાવવાની કિમત આપણે કેટલી ચૂકવવી પડે તે આપણે સમજી શકીએ છીએ, અને તે આપણાપર નિર્ભર છે. મેં કેટલાક લોકોને એમ કેહતા સાંભળ્યા છે કે આ બધી ગડબડમાં તેઓની પણ કંઇક જવાબદારી છે. કેટલાક હૃદયપૂર્વક પોતાની જાતને તેમાં જવાબદાર ગણી કહે છે,” અમે આ કર્યું છે એટલે સ્વીકારવાની અમારી જવાબદારી છે. અથવા અમે નથી કર્યું તો અમે તે બદલી ના શકીએ. આપણી જાતને દોષી ઠરાવી ના શકીએ અને પરિવર્તનનો બોજો આપણા પર ના લઇ શકીએ. આપણે કઇ સીસીફસ નથી કે જેના નશીબમાં અર્થહીન બહાદુરીમાં તિરસ્કૃત થવાનું હોય.”

સીસીફૂસ જો મુક્ત પ્રતિનિધી હોત તો તેણે જાણ્યું હોત કે ગુરુત્વાકર્ષણનો નિયમજ તેને માટે કોયડો છે. આપણે જાણ્યું છે કે જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ અપરિવર્તનશીલ છે તેમ ઉત્પતિ (પ્રાગટ્ય) એ એક કોયડો જ છે. ચાલો આપણે બહાદુરીપૂર્વક નવી દુનિયાનો સામનો કરીએકે જેને આપણે બદલી શકીએ છીએ એવી ઉર્જાનાશક માન્યતાને આપણા પર મોટી શીલાની જેમ થોપી દીધી છે.” નિરાશા અને નિષ્ફળતાના પહાડથી આપણે દૂર ચાલીએ- અને આપણી આસપાસ રહેલા લોકો, સહકાર્યકર્તાઓ, સમાજ અને પરિવારો પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આપણે નીતિમત્તાનો જે ખજાનો સંગ્રહી રાખ્યો છે તેને સાકાર કરવાનો પ્રયત્ન કરીએ. આપણે એવા સફળ અનુકરણીય કે જે બીજાના જીવનને સદંતર બદલી નાખે એવા બનવાની ચિંતા ન કરવી જોઈએ. આપણે થોડા આપણી જાતને સ્નેહાળ થોડા લોકોના સમૂહરૂપી દ્વીપમાં પરિવર્તિત કરવામાં આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સારું કાર્ય કરવું, જ્યાં આપણે મદદ કરી શકીએ તેમ હોય ત્યાં કરીએ, શાંતિ અને સામજસ્યને મેળવીએ. એવા લોકો કે જેઓ વિનમ્ર, સૌમ્ય અને બહાદુર હોય- ભલેને અંધકારભર્યા સમુદ્રનું તોફાન આપણી ચારેબાજુ સતત ફરી વળે.

લેખના લેખક એક દ્રષ્ટા અને વિચારક છે. તેમના પુસ્તક ‘So far from home’ ઉધ્ધૃત.

મનન માટેનાં પ્રશ્નો:
આપણે દુનિયાને બદલી શકીએ છીએ એવી ઉર્જાનાશક માન્યતાને અર્થહીન વીરોચિતતા સાથે કઇ રીતે જોડી શકશો?
તમારા જીવનની કોઈ એવી ઘટના વર્ણવી શકશો?
અર્થહીન બહાદુરી કરતાં જીવનમૂલ્યોના ખજાના પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરવા તમે શું અભ્યાસ કરશો?
 

Margaret Wheatley is an author, visionary and thinker.  The excerpt above comes from her most recent book, So Far From Home.


Add Your Reflection

23 Past Reflections