Taking a Stand

Author
Lynne Twist
31 words, 60K views, 12 comments

Image of the Weekદ્રઢ નિશ્ચય

-લીને ટ્વીસ્ટ

વિખ્યાત ગણિતશાસ્ત્રી આર્કીમીડીસે બે હજાર વર્ષ પૂર્વે ઘોષણા કરેલી કે “મને દ્રઢ રીતે ઉભા રેહવા માટે એક જગ્યા આપો તો હું દુનિયામાં હલચલ મચાવી દઇશ”. દ્રઢમતની નિર્ણાયકતા એ જીવન જીવવાનો રાજમાર્ગ છે અને તે તમારા મનમાં જ અંકિત થયેલો છે. તમે કોણ છો એનું એ મૂળ હાર્દ છે અને તમે દુનિયાને હલાવી શકવા સક્ષમ બનો છો.

ઈતિહાસ પ્રમાણે દરેક યુગમાં દ્રઢ નિશ્ચયી મનુષ્યો જીવી ગયા છે. તેઓમાંથી ઘણા તો કદી જાહેર ક્ષેત્રમાં પડ્યા જ નથી છતાં તેઓએ તેમની ધાર્મિકશક્તિ,ઐક્ય અને વ્યક્તિગત પ્રમાણ ભૂતતાના કારણે ઈતિહાસ બદલી શક્યા છે. કેટલાક નોંધપાત્ર મહાપુરુષો જેવા કે મધર ટેરેસા, ડો. જેન ગુડાલ, મેરિયન રોઈટ એડલમેન, નેલ્સન મંડેલા અને પ્રમુખ વાકલેવ હેવલ પોતાના સ્વીકારેલા મતને વળગી રહીને પોતાના અંગત મતની અનુભવાતીત ઓળખ ઉભી કરી છે.

કોઈ પણ માણસ જે પોતાની જીંદગીમાં દ્રઢ નિશ્ચયી છે તે આ નામાંકિત વ્યક્તિઓની પંગતમાં( હરોળમાં) બેસી શકે છે, ભલે પછી તે એટલા નામાંકિત ના બની શકે કે નોબલ ઇનામ ના જીતી શકે. ભલે પછી તમારું કામ બાળ ઉછેરનું હોય કે માનવજાતના ઉત્કર્ષ માટે ફાળો આપવા માટેનાં હેતુ વાળુ હોય. ગમે તે કરો પણ તમારી નીશ્ચયાત્મિક બુધ્ધિ(દ્રઢ નિશ્ચય) તમને શક્તિ, પારદર્શિતા અને એક પ્રકારની ઓળખ( પ્રમાણ ભૂતતા) પ્રદાન કરશે.

જયારે તમારી જીંદગીમાં એક દ્રઢમત બની જશે પછી તમને સમગ્ર દુનિયા અદભુત, અસીમ અને ખુબજ શક્યતાઓથી ભરેલી લાગશે અને જનતા તમારી દ્રષ્ટિથી નવું જોતા શીખશે. તેઓ તમારી હાજરીમાં વધારે પ્રમાણભૂત બનશે કારણકે તેઓ જાણે છે કે તમે તેઓને તેમના ખરા સ્વરૂપમાં જોઈ શકો છો, કે ખરેખર તેઓ કોણ છે. નકારાત્મકતા, અરાજકતા, સ્થાનની મહત્તાનું પતન થશે અને તેઓ જ્ઞાતા, શ્રોતા અને સ્વીકૃત થયાનો ભાવ અનુભવશે.

દક્ષિણ આફ્રિકાના સત્ય અને સુલેહ કમિટીના વડા આર્કબીશપ ડેસમંડ ટુ ટુ કહે છે કે- કમિટીની બેઠકો દરમ્યાન જેઓએ તેઓના પુત્રના હાથ કે પગ કાપી નાખેલા કે તેઓની દીકરીની હત્યા કરી હતી તેવા લોકોને પણ માફ કરવાની ધીરજ હતી. તેઓ અત્યંત ભયંકર ઈર્ષા અને આભડછેટની ભાવનાઓનો સમુદ્ર ઉલ્લંઘીને એક એવી ભોમમાં ઉભરી આવ્યાં કે જ્યાં તેઓ પોતાનો મત ઉભો કરી શકે, જ્યાં સ્થાનનું મહત્વ ઓગળી જઈને લોકોના હૃદયમાં અને આત્મામાં કરુણા એ સ્થાન લીધું તેના અમે સાક્ષી છીએ.

બકમીનીસ્ટર કુલરે એક વખત કહેલું,” જયારે તમે સત્યની પ્રતિતિ કરો છો ત્યારે તે હંમેશા સુંદર અને સર્વ માટે સુંદરજ હોય છે.” નિશ્ચય માટે પણ તેટલુંજ સાચું છે. તમારા હું જ સાચો તેવા હઠાગ્રહને અને તમે ખોટા પણ હોઈ શકો છો તેવી ખેચતાણને લીધે સહનશીલતા અને આવકારનું વાતાવરણ તે દ્રઢ આગ્રહ ખડો કરી શકતો નથી.

કોઈપણ દ્રઢનિશ્ચય તમારા સ્થાનની પૂર્તિ માટે બાધક નથી. દરેકે પોતાના મત સુનિશ્ચિત કરવા માટે સમયોચિત સ્થાન ગ્રહણ કરવું પડે છે, પણ જયારે દ્રઢ નિશ્ચય થઇ જાય ત્યારે તે દરેક માટે પ્રેરણાજનક રહે છે. તે તમારી વાણીની યોગ્યતા અને ઐક્યની યોગ્યતા, સમભાવ અને ગહન સત્યને ઉજાગર કરે છે. વ્યક્તિની જિંદગી અને કાર્યોને નિશ્ચય એક ઘાટ આપી શકે છે અને પછી તેને અસંખ્ય સત્યો જડે છે, અને નવી ક્ષિતિજોનું અવતરણ અને ઈતિહાસના પ્રવાહને બદલવાનું સામર્થ્ય બક્ષે છે.

મનન માટેનાં પ્રશ્નો:
૧. દ્રઢ નિશ્ચયી બનવું એટલે તમારી દ્રષ્ટીએ શું?
૨. તમે ક્યારે પણ દ્રઢ નિશ્ચયી બની કોઈ કામ કર્યું હોય તેવો વ્યક્તિગત અનુભવ વર્ણવી શકશો?
૩. દ્રઢ નિશ્ચયી બનવા માટે હિંમત કેળવવા શું અભ્યાસ કરશો?
 

Lynne Twist in Find a Place to Stand.


Add Your Reflection

12 Past Reflections