A Hopeful Skeptic

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week


એક આશાવાદી સંદેહવાદી
— જામિલ ઝાકી


એક પ્રાચીન પૌરાણિક કથા અનુસાર, આશા એક અભિશાપના ભાગરૂપે ધરતી પર આવી હતી. પ્રોમિથિયસે દેવતાઓ પાસેથી આગ ચોરી હતી, અને ઝ્યુસે આ ચોરીનો બદલો એક “ઉપહાર” દ્વારા લીધો. તેણે હેફેસ્ટસને પ્રથમ સ્ત્રી, પેન્ડોરા, બનાવવાનો આદેશ આપ્યો અને તેને પ્રોમિથિયસના ભાઈને ભેટમાં આપી. બદલામાં પેન્ડોરાને એક માટલાનું પાત્ર આપવામાં આવ્યું હતું—જેને ઝ્યુસે તેને ક્યારેય ન ખોલવા કહ્યું હતું. જિજ્ઞાસા તેના પર હાવી થઈ, તેણે ઢાંકણું ઉચક્યું, અને દુનિયાની તમામ બુરાઈઓ બહાર આવી ગઈ: આપણા શરીર માટે રોગ અને ભૂખમરો, આપણા મન માટે દ્વેષ અને ઈર્ષ્યા, અને આપણા શહેરો માટે યુદ્ધ. પોતાની ભૂલ સમજાતાં પેન્ડોરાએ પાત્રને જોરથી બંધ કરી દીધું, જેથી માત્ર ‘આશા’ અંદર કેદ રહી ગઈ. પરંતુ પ્રશ્ન એ છે—
આશા દુઃખોની સાથે ત્યાં હતી જ કેમ?

કેટલાક લોકો માને છે કે આશા જ તે પાત્રની એકમાત્ર ભલી વસ્તુ હતી,
અને તેનું બંધ થઈ જવું આપણા માટે વધુ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું.
કેટલાક કહે છે કે આશા પણ બાકીના અભિશાપો જેવી જ છે. દાર્શનિક નીત્શેએ તો અહીં સુધી કહ્યું કે આશા સૌથી ખતરનાક બુરાઈ છે, કારણ કે તે માનવીના દુઃખને લાંબું ખેંચે છે.

શક્ય છે કે તમને પણ ક્યારેય એવું લાગ્યું હોય.
ઘણીવાર આશાને ભ્રમ અથવા ઝેર જેવી ગણવામાં આવી છે—કે તે આપણને વાસ્તવિક સમસ્યાઓથી આંખ ચોરવા મજબૂર કરે છે. પરંતુ વિજ્ઞાન આશાને અલગ રીતે જુએ છે.
મનોચિકિત્સક રિચર્ડ લાઝરસ કહે છે—આશાનો અર્થ એ માન્યતા છે
કે જે સારું હાલ આપણા જીવનમાં નથી, તે છતાં પણ શક્ય હોઈ શકે છે.

અર્થાત્ આશા સમસ્યાઓથી ભાગવું નથી, પરંતુ તેમનો સામનો કરવાની એક પ્રતિક્રિયા છે. આશાવાદ કહે છે—“બધું ઠીક થઈ જશે.” આશા કહે છે—“બધું ઠીક થઈ શકે છે.”
આશાવાદ થોડો આદર્શવાદી છે. આશા વધુ વ્યવહારુ છે. તે આપણને એક વધુ સારી દુનિયાની ઝલક બતાવે છે અને તેના માટે પગલાં ભરવાની શક્તિ આપે છે.

આશા કોઈ ખાસ લોકોની વસ્તુ નથી—
આપણે સૌ કોઈ તેનો અભ્યાસ કરી શકીએ છીએ.

મારા મિત્ર એમિલે એવું જ કર્યું. તેમણે એ જ દુનિયા જોઈ જે આપણે જોઈએ છીએ,
પણ નકારાત્મક વિચારોમાં સીમિત થવાને બદલે તેમણે શાંતિ માટે કામ કરવાનું પસંદ કર્યું,
સમુદાયો બનાવ્યા,
અને પોતાના મૂલ્યોને જીવ્યા.

એમિલની સકારાત્મકતા ઘણીવાર અલૌકિક જેવી લાગતી હતી. તેમનો સ્વભાવ, અનુભવ અને ઇચ્છાશક્તિ—ત્રણેનું એવું મિલન હતું કે જેમાંથી ઘણું શીખી શકાય. તેઓ શાંતિને એ રીતે જોતા જેમ ડૉક્ટર સારવારને જુએ છે. જેમ રોગ શરીરની ગડબડ છે,
તેમ જ તેઓ હિંસા અને ક્રૂરતાને સમાજની બીમારી માનતા. તેઓ દ્વેષના કારણોને સમજતા,
અને કરુણા વધારવાના માર્ગો શોધતા.

નકારાત્મક વિચારોથી બહાર આવવાનો તેમનો એક મોટો સાધન હતો—સંદેહવાદ.
અર્થાત્ પુરાવા વિના કોઈ વાતને સાચી ન માનવી. ઘણીવાર નકારાત્મક વિચારધારા અને સંદેહવાદને એક જ સમજી લેવામાં આવે છે, પરંતુ બંને સંપૂર્ણ રીતે અલગ છે.
નકારાત્મક વિચારધારા = લોકો અને દુનિયા વિશે પહેલેથી બનેલી કઠોર માન્યતાઓ.
સંદેહવાદ = પોતાની જ માન્યતાઓ પર પ્રશ્ન ઊભા કરવાની તૈયારી.
નકારાત્મક વિચારધારા માને છે કે માનવી ખરાબ છે.
સંદેહવાદ ધ્યાનપૂર્વક જુએ છે—કે ક્યાં, કોના પર, કેટલો વિશ્વાસ કરી શકાય.
એમિલ એવા જ આશાવાદી સંદેહવાદી હતા—માનવતાપ્રત્યે પ્રેમાળ પણ, અને જિજ્ઞાસુ તથા સ્વચ્છ નજરવાળા પણ.

આજે અમારી સંસ્કૃતિ લાલચ, દ્વેષ અને બેમાની પર એટલી આધારિત થઈ ગઈ છે
કે આપણે માનવોની ભલાઈને સતત ઓછી આંકી રહ્યા છીએ. અભ્યાસો બતાવે છે—
મોટાભાગના લોકો એ સમજતા નથી કે સામેનો વ્યક્તિ વાસ્તવમાં કેટલો ઉદાર, વિશ્વસનીય અને ખુલ્લા મનનો હોઈ શકે છે. સરેરાશ માણસ બીજા સરેરાશ માણસને ઓછો આંકે છે.
આમાં એક સારા સમાચાર છુપાયેલા છે—લોકો કદાચ તમારી કલ્પનાથી વધુ સારા છે.

જો આપણે ઝડપથી નિષ્કર્ષ કાઢવાને બદલે થોડું થંભી, ધ્યાનથી નિહાળીએ—તો દરેક જગ્યાએ સુખદ આશ્ચર્યો મળી શકે છે. આશા કોઈ ભોળી વિચારધારા નથી. તે ઉપલબ્ધ શ્રેષ્ઠ પુરાવાઓ પર આધારિત એક સચોટ પ્રતિક્રિયા છે. આ એવી આશા છે જેને નકારાત્મક વિચારો થી થાકેલા લોકો પણ અપનાવી શકે છે—અને તે માનસિક જાળોમાંથી બહાર આવી શકે છે જેમાં આપણે ફસાઈ જઈએ છીએ. ઘણીવાર નકારાત્મક વિચારધારા અપૂર્ણ માહિતીનું પરિણામ હોય છે. ઓછા નકારાત્મક બનવાનો અર્થ એટલો જ છે—થોડું વધુ સ્પષ્ટ રીતે જોવું. અમે એ દુનિયા તરફ આગળ વધી શકીએ છીએ જે આપણે ખરેખર ઇચ્છીએ છીએ—જો આપણે બીજામાં ભલાઈ જોવા માટે સાહસ રાખીએ. નકારાત્મક વિચારધારા એ એક ધૂંધળા ચશ્મા છે જે આપણે અજાણતા પહેરી લઈએ છીએ. પરંતુ સારા સમાચાર એ છે કે —આપણે તેને ઉતારી શકીએ છીએ. અને કદાચ…જે દેખાશે, તે આપણને આશ્ચર્યચકિત કરી દે.

આત્મચિંતન માટેના બીજ પ્રશ્નો—

જ્યારે કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ વિશે મનમાં નકારાત્મક વિચાર ઊભા થાય છે,
તો શું તમે ક્યારેય થોડું થંભીને પોતાની જ માન્યતાઓને જોવાનો પ્રયત્ન કર્યો છે?
તેમાંથી તમારા અંદર શું બદલાયું?

શું જીવનમાં એવો કોઈ ક્ષણ યાદ આવે છે જ્યારે તમે તરત નિષ્કર્ષ કાઢવાને બદલે ખુલ્લા મનથી કોઈને સાંભળ્યા—અને તમને કંઈક સારું, અણધાર્યું દેખાયું?

આપણે સૌ ક્યારેક દુનિયાને ધૂંધળા ચશ્મા દ્વારા જોતા હોઈએ છીએ.
તમારા માટે એ કઈ વસ્તુ છે જે આ ધૂંધને હળવું કરે છે અને બીજામાં ભલાઈ જોવા મદદ કરે છે?
Seed Questions for Reflection

How do you relate to the notion that skepticism can fight cynicism by lightening the hold of our beliefs and helping us learn quickly? Can you share a personal story that reflects a time when you chose skepticism about your assumptions and discovered something unexpectedly positive about others? What helps you take off the 'dirty glasses' of cynicism and witness the good in others?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

12 Past Reflections
AJ
Jan 13, 2026
I appreciate this perspective. Things, and people, are rarely what they seem and the universe of possibilities increases with imagination and intention. I HOPE people will begin to imagine a better world and begin to intend to see it come to pass by believing in their own goodness and taking a perspective of skepticism toward what the world presents as true.
AN
Jan 13, 2026
If we think we know everything about people it is based on the past. If we consider this moment only, there is the potential for everything and anything.
AP
Jan 13, 2026
HOPE = Higher Order Potential Energiser !
KS
Kathy Sparks
Jan 13, 2026
What you have written here is wonderful and speaks to my very soul.
PW
Petra Weldes
Jan 13, 2026
This is the value of critical thinking. It invites us to examine the evidence, what’s being said and most importantly, our own assumptions and biases. The dumbing down of media and education has contributed to this lack. I so completely resonate with this article I will know identify myself as a hopeful skeptic! What a great morning read!
B
Jan 13, 2026
All of these responses/reflections here are wonderfully stated. Having hope curiosity in life, in others to see situations clearly. What can be learned from this situation? What am I supposed to see, do, or act upon, or just observe? Skepticism, criticism, optimism are explained in simple well thought out way, here. Thank you!
JP
Jan 9, 2026
When I was a teenager, I often heard my father saying: Yatha drusti tatha srusti. The world is as we see it. If I see the world with a closed mind it may look dark. If I see the world with an open mind it may look bright. Darkness keeps me ignorant about the world, people and nature. When my eyes are open and clear I see the world, people and nature clearly with no clouds of misperception. As a person grown up in a culture different from the prevailing culture I felt alienated and estranged. I came across both kinds of people: people with an open mind and open heart and also people with a closed and prejudiced mind. Living this way with an open mind and an open heart has enriched my life and also the life of others different from me. Keeping my mind open and taking off the ' dirty glasses' of cynicism and witnessing the good in others has helped me widened, deepened and enriched my life. When I came to this country from India, I came alone. I could not afford to bring my folks t... View full comment
B
BarbaraS. Jan 13, 2026
What a beautiful story of your landlady/owner taking you under her wing as family then adopting your family. Thank you for sharing!
LH
Jan 9, 2026
I’m in. I vow to be a skeptic and not a cynic. What a timely reading. I thank you, so deeply.
DD
Jan 9, 2026
Hope to undo what's been done is naive or delusional. "Abandon hope you who enter here" means to me what was done is done. There is no unringing the bell. Hope regarding action not yet done and regarding consequences that are wanted is a vision of what can be, and that can motivate us to act in a way to achieve what is wanted. There have been times I had little faith in my ability to accomplish something, but I had enough faith in myself and others and enough skepticism about my doubts to make an effort, and achieved positive results. What helps me is reminding myself that much more is possible than what I think. What helps me is doubting my doubt. What helps me is increased seeing what is, getting more information and evidence, less seeing my fears and negative assumptions, and increased being positive.
JZ
JZ Apr 30, 2026
Beautiful, David!
VI
Jan 8, 2026
Love this and especially loved the explanations of hope, optimism, skepticism and cynicism. Thank you!

The idea of hope as a practical response resonates. It's not saying anything is 'for sure' but rather there is a possibility for positive change. I can get behind that.......I'm reminded of the difference between healthy trust which carries healthy skepticism and blind trust, which does not . I appreciate this!