અંતર આસ્થા થી અંતર યાત્રાની ખોજમાં જીવંત હોવું
રવિ રવિન્દ્ર
મેં એવી વાતચીતમાં ભાગ લેવાની ઇચ્છા કરી છે જેને આંતર-યાત્રિક સંવાદ કહી શકાય. મારા મતે, આંતર-ધાર્મિક સંવાદોમાં કંઈક ખોટું છે. જ્યારે પૂર્વ-પશ્ચિમ અથવા આંતર-ધાર્મિક સંવાદો ભૂતકાળ સાથે ખૂબ જ બંધાયેલા હોય છે, ત્યારે સંસ્કૃતિઓ અને ધર્મોની, અને સૌથી વધુ, મનુષ્યોની ગતિશીલ પ્રકૃતિની પ્રશંસા કરી શકાતી નથી. જો કોઈ બીજી સંસ્કૃતિ અથવા બીજા ધર્મના કોઈ વ્યક્તિ સાથે ક્યારેય મળ્યા ન હોય, તો આંતર-ધાર્મિક અથવા આંતર-સાંસ્કૃતિક વાતચીત દેખીતી રીતે એક સારો વિચાર છે. પરંતુ હું જેટલી જોરદાર રીતે શક્ય હોય તેટલી જોરદાર રીતે સૂચન કરવા ઈચ્છું છુ કે આંતર-ધાર્મિક સંવાદો મનુષ્ય-થી-મનુષ્ય સંવાદની પ્રારંભિક અવસ્થા છે અને તે ઊંડી સમજ માટે અવરોધ પણ બની શકે છે.
સંસ્કૃતિઓ અને વિશ્વદૃષ્ટિકોણ વિષેનો સંવાદ, જેમાં સંલગ્ન પક્ષો એક અથવા બીજા ધર્મ અથવા સંસ્કૃતિ સાથેની તેમની નિષ્ઠાની ઘોષણા કરે છે, તે આ ધર્મો અને સંસ્કૃતિઓને એવી સંસ્થાઓમાં સ્થિર કરી શકે છે જે તેઓ હતા. હકીકતમાં, આ સંસ્કૃતિઓ અને ધર્મો જીવંત અને ગતિશીલ છે અને હમણાં જ મોટા અને ગંભીર પરિવર્તનોમાથી પસાર થઈ રહ્યા છે. એક આંતર-યાત્રિક સંવાદ, જે આવશ્યક રીતે કંઈક આંતર-સાંસ્કૃતિક, આંતર-ધાર્મિક અને આંતર-શાખાકીય છે, તે વધુ વ્યાપક સમજના ભવિષ્યમાં પ્રવેશવા માટે જરૂરી છે. આપણે દરેક વ્યક્તિને ભૂતકાળના એક અથવા બીજા સંસ્કરણ સાથેની તેમની નિષ્ઠાની ઘોષણા કરવા પર જોર આપીને પરંપરાઓના વિકાસને અટકાવવાની અથવા મૂળભૂત પુનઃરચનાને રોકવાની જરૂર નથી. દરેક મહાન આધ્યાત્મિક શિક્ષકો, ખાસ કરીને બુદ્ધ અને કૃષ્ણ અને ક્રિસ્ટ જેવા ખરેખર ક્રાંતિકારી શિક્ષકો, પરંપરાઓના સૂક્ષ્મ કેન્દ્રમાં રહેલા મહાન સત્ય તરફ ધ્યાન દોરે છે અને સાથે સાથે આ પરંપરાઓ દ્વારા થતા, પવિત્ર વાસ્તવિક જીવંત હૃદયના, વિશ્વાસઘાત (એક શબ્દ જે પરંપરા સાથે સમાન મૂળમાંથી આવે છે) તરફ પણ ધ્યાન દોરે છે. બીજાને, અથવા મારી જાતને, કોઈક ભૂતકાળના ઢાંચામાં સ્થિર કરવા અને આ રીતે એક સંપૂર્ણ અનપેક્ષિત મૂળભૂત પરિવર્તનની શક્યતાને નકારવું ચોક્કસપણે પવિત્ર આત્મા સાથે પાપ છે: બીજાને વ્યક્તિના બદલે વસ્તુ તરીકે, 'તે' તરીકે નહીં પરંતુ 'તું' તરીકે વ્યવહાર કરવા જેવું છે.
[...] પ્રેમની શોધ માત્ર આરામ અને સુરક્ષા માટેની વ્યક્તિગત ઇચ્છા બની શકે છે, જેમ કે સત્યની શોધ મોટે ભાગે લશ્કર અથવા ઉદ્યોગના માટેની પ્રકૃતિની સાથેની તકનીકી ચાલાકી બની શકે છે - ભય અને લોભની સેવામાં. જ્યારે પણ સત્ય અને પ્રેમ એકબીજાથી અલગ થાય છે, ત્યારે પરિણામ ભાવુકતા અથવા સૂકી બૌદ્ધિકતા હોય છે જેમાં જ્ઞાન કરુણાથી વિખૂટું પડે છે. પક્ષપાત હંમેશા હિંસા અને ભયના બીજ ધરાવે છે. આમ, 'અમારા પ્રેમાળ ઈશ્વર'ના નામે ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા છે, અને આવા 'શુદ્ધ જ્ઞાન' માટેની પ્રતિબદ્ધતા દ્વારા ઘણા વિનાશક શસ્ત્રો વિકસાવવામાં આવ્યા છે. પરંતુ, વિજ્ઞાનમાં કે ધર્મમાં, આ માનવજાતનું શ્રેષ્ઠ નથી. દરેક સંસ્કૃતિ અને દરેક યુગમાં પૂર્ણ મનુષ્યોએ આત્મજ્ઞાન અને જવાબદારી સાથે સત્ય અને પ્રેમની શોધ કરી છે. મનથી ઉપર, આત્મા સમગ્રની શોધ કરે છે, અને આ રીતે જ્ઞાન અને કરુણા સાથે જોડાઈ શકે છે.
ચાલો આ નિષ્કર્ષ પર ન આવીએ કે સત્ય બધી રચનાઓ અને સ્વરૂપોની પારની વિશાળતામાં છે. જીવંતતા ની શોધમાં રહેલા જીવંત છે. “પવિત્ર” તરફ ખુલ્લા મનથી જોવા માટે આપણે આપણી નાની વિચારસરણી અને આપણી ચોક્કસ ધર્મ, દેશ અથવા મત સાથેની મજબૂત રીતે જોડાયેલી ઓળખ છોડવી પડે છે. એક વ્યક્તિ માટે, જે ભૌતિક રીતે કે બૌદ્ધિક રીતે આ સ્થાન કે તે સ્થાન પર કબજો કરતો નથી, તે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આ મુક્ત અને ગતિશીલ હોવાની કિંમત છે. એકમાત્ર સાક્ષાત્કાર જે જરૂરી છે તે છે કે એક સૂક્ષ્મ વિશ્વ છે, અને તે વિશ્વમાંથી મને જોવામાં આવે છે. મારું અસ્તિત્વ હવે, અહીં, સૂક્ષ્મ વિશ્વના પ્રકાશમાં છે. સૂક્ષ્મ વિશ્વની હાજરીનો સાક્ષાત્કાર કરવો અને તે દ્રષ્ટિના પ્રકાશમાં જીવવા માટે સતત નિષ્પક્ષ રીતે પોતાની ફરીથી મુલાકાત લેવાની જરૂર છે, જે બદલામાં સ્વ-આધિપત્યના બલિદાનની માંગ કરે છે. જે જરૂરી છે તે છે ધાર્મિક મન (જે શાંત, કરુણાવંત, વ્યાપક અને નિર્દોષ છે) ને બધા મામલાઓ પર લાગુ કરવાની જરૂર છે. માત્ર વિજ્ઞાન પર જ નહીં, પરંતુ ટેકનોલોજી, કલા, સરકાર, શિક્ષણ અને અન્ય બાબતો પર પણ.
અને આપણું મન જે પવિત્રતાની ભાવનાઓથી સંપૂર્ણપણે ભરેલું છે- ત્યારે તે એક વ્યક્તિગત આત્મામાં વિકસિત થાય છે. આ જ્ઞાન પ્રણાલીઓ અથવા કલ્પનાઓ જેમ કે વિજ્ઞાન અને ધર્મ અથવા ધર્મશાસ્ત્રને એક સાથે લાવવાની બાબત નથી. જે જરૂરી છે તે એ છે કે વ્યક્તિના મનનો ધાર્મિક વિકાસ. નવા પ્રકારો હંમેશા શાશ્વત(દીર્ઘકાળ સુધી ટકી રહે એવું)હોય છે. ચેતના અને વિવેકનો એક એવો સ્તર પ્રાપ્ત કરવો સંભવ છે જે પ્રત્યેક માનવો અને પ્રાણીઓની વિશિષ્ટતા ની સાથે-સાથે તેમની એકતાને પણ જુએ છે.તે ઘણી હદ સુધી અભૌતિક અને આધ્યાત્મિક પરિવર્તનની બાબત છે જેના લીધે વ્યક્તિને પોતાની લઘુતાનો નિરંતર ત્યાગ કરવો આવશ્યક છે - મગજથી અને હૃદયથી. તે વધારે જરૂરી છે.નવા રૂપો સ્વાભાવિક રીતે અલગ હશે. સત્યનો કોઈ ઇતિહાસ નથી હોતો,પરંતુ સત્યની અભિવ્યક્તિઓ હોય છે.એક નવી સવાર કે જેને આપણે સામાન્ય આંખોથી જોવા માટે જીવિત નહીં હોઈએ,ત્યારે એ નવીનતા એક નવું ગીત અને અનેક નવા શબ્દો લઈને આવશે.પરંતુ મૂળ શબ્દ બનેલો જ રહેશે. જેને વારે-વારે શબ્દોના વચ્ચે ના મૌનમાં સાંભળવામાં આવે છે.
મનન માટે બીજ પ્રશ્નો :-
- તમે આ ધારણાથી કેવી રીતે સંબંધિત છો કે સત્ય બધા રૂપો અને સૂત્રોથી ઉપર વિશાળતામાં રહેલું છે ?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે આ વિશાળતાનો અનુભવ કર્યો હોય ?
- વિશાળતાની ખોજમાં જીવિત રહેવા માટે તમને કઈ પ્રેક્ટિસ મદદ કરે છે ?
Ravi Ravindra is a mystic, inspired by close connections with J. Krishnamurti and Jeanne de Salzmnann in the Gurdjieff tradition. Excerpted from
here.
Seed Questions for Reflection
How do you relate to the notion that truth is in vastness beyond all forms and formulations? Can you share a personal story of a time you felt this vastness? What helps you be alive in the search?