Response Is Different From An Answer

Author
Ariel Burger
24 words, 16K views, 14 comments

Image of the Weekપ્રતિસાદ જવાબ કરતાં જુદા છે – એરિયલ બર્ગર


આ ઘડી ની માંગ પ્રચંડ નીતિમત્તા ની છે. જયારે આપણને ખબર છે કે બીજા લોકો દુખી છે ત્યારે આપણને નિરાંત ની નીંદર ના આવવી જોઈએ. પ્રચંડતા, આમ તો ખતરનાક છે. આપણે એ ના ભૂલવું જોઈએ કે કેટલાક દુષ્ટ લોકો કુકર્મો કરવા માટે એવું જાહેર કરે છે કે આ સારા માટે, કે ઈશ્વર ને નામે, કે દેશ ના ભલા માટે, કે પછી ઉજ્જવળ ભવિષ્ય માટે છે. નીતિમત્તા ના ઊંચા ધોરણો નો દાવો કરી, આપણે ઘણીવાર વિરોધીઓ વિષે અવળો ખ્યાલ દાખલ કરી ને સારા કામ ને નામે ઘણું નુકસાન કરીએ છીએ.

મારું સુચન છે કે આપણે નૈતિક પ્રચંડતા ને નમ્રતા અને કોમળતા થી સંતુલિત કરવી જોઈએ. પહેલાં આપણે સતત સ્વપરીક્ષણ ની નમ્રતા જોઈશે. આને માટે આપણે કદાચ સંસ્કૃતિ થી વેગળું કરવું પડે: જવાબ ના હોય તેવા પ્રશ્નો ને વધાવવા. આપણી સંસ્કૃતિ ચોક્કસ જવાબ, ખાત્રી અને આત્મવિશ્વાસ ને સરપાવ આપે છે. આપણે પ્રશ્નો ને વધાવીએ, ત્યારે ક્યારેક આપણે ગુણો ને નામે થતાં નુકસાન ની શક્યતા વધારીએ છીએ.

પણ એવા વિદ્યાર્થીઓ નું શું જે પૂછે કે : પ્રશ્નો એકલા જ પર્યાપ્ત નથી ! આખરે આપણને એ તો ખબર પડવી જોઈએ કે શું કરવું, કેવી રીતે વર્તવું, અને રોજબરોજ ની મુશ્કેલી નો સામનો કેવી રીતે કરવો.

હવે પ્રશ્નો અને નમ્રતા ને મહત્વ આપતાં અભિગમ સામે આ એક પડકાર છે. આવી ઘડીઓ માં સાહસિક અને રચનાત્મક પ્રતિસાદ ની જરૂર હોય છે. આવે વખતે ભૂતકાળ ની કથાઓ વાગોળવી પર્યાપ્ત નથી; આપણે નવી પણ લખવી પડે. આપણે આપણી પરિસ્થિતિ જે અજાણી અને અમાપ છે તેમાં ઉતરી આવવું પડે.

પણ પ્રતિસાદ અને જવાબ વચ્ચે મહત્વ નો તફાવત છે. જવાબ ચોક્કસ છે અને આગળ ના વાર્તાલાપ માટે નો રસ્તો બંધ કરે છે. અને તેમાં પણ, જો મારો જવાબ તમારા જવાબ ની વિરુદ્ધ નો હોય તો વિવાદ ની શક્યતાઓ વધી જાય છે. આપણે જવાબો ની દુનિયા માં રહીએ ત્યારે બહુ ઓછી સ્પષ્ટતા અને લોકો વચ્ચે ભેદભાવ ઉભો કરે છે.

જવાબ થી વેગળો પ્રતિસાદ એક કાર્ય નિર્માણ કરે છે. પ્રતિસાદ ની વ્યાખ્યા પ્રશ્નો થી બને છે અને તેને અર્થપૂર્ણ બનાવે છે. કોઈ એક પ્રશ્ન ને લઈને જે તત્પરતા જાગૃત થઈ હોય તેને આ પ્રતિસાદ કાર્ય નિર્માણ તરફ વાળે છે. માનવ ના દુઃખો માટે ચોક્કસ જવાબો કરતાં આવા પ્રતિસાદ ની વધારે જરૂર છે.


-----રબી એરિયલ બર્ગર એક લેખક અને શિક્ષક છે. આ તેમના લેખ માંથી ઉદધૃત .

મનન ના પ્રશ્નો:

૧.) પ્રતિસાદ જવાબ કરતાં વેગળો છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) નૈતિકતા ની પ્રચંડતા ને તમે ક્યારેય નમ્રતા અને કોમળતા થી સંતુલિત કરી છે?
૩.) જવાબ દેવા ને બદલે પ્રતિસાદ દ્વારા કાર્ય નિર્માણ કેવી રીતે કરી શકીએ?
 

Rabbi Ariel Burger is an author and educator. Excerpt above is adapted from this article.


Add Your Reflection

14 Past Reflections