The Positivity Ratio


Image of the Weekસકારાત્મકતા નો દર – બાર્બરા ફ્રેદ્રિકસોન


કલ્પના કરો કે તમે કમળ નું ફૂલ છો. પરોઢ નો સમય છે અને તમારી બંધ પાંખડી એ તમારા ચહેરા ને ઢાંક્યો છે. જો તમે કંઈપણ જોઈ શકો, તો તે છે સૂર્યકિરણ નું એક બિંદુ. પણ જેમ સૂર્યોદય થાય, તેમ વસ્તુસ્થિતિ બદલાય છે. તમારા ચહેરા ની આડે ના પડદા ખુલવા લાગે છે અને તમારી સૃષ્ટી જાણે સાચે વિસ્તૃત થઈ. તમે વધુ જોઈ શકો છો. તમારી દુનિયા વિશાળ બની.


જેમ સૂર્યપ્રકાશ ની હુંફ ફૂલો ને ખીલવે છે, તેમ સકારાત્મકતા ની હુંફ આપણા મન અને હ્રદય ને ખીલવે છે. તે આપણી નજર નો દ્રષ્ટિકોણ ઘણા મૂળ સ્તરે બદલે છે, બીજાઓ સાથે રહેલ માણસાઈ ના સંબંધ તરફ જોવાની આપણી શકિત ને સ્પષ્ટ કરે છે.


અમને આ ખબર છે કારણકે અમે જે સંશોધન કર્યું તે આવું સૂચવે છે...[...], સંશોધકો એ શોધ્યું કે જયારે તમે સકારાત્મક ભાવ ઉભા કરો, ત્યારે માનવ મન તેનો ભાવાર્થ પકડે જ છે, તેમને તે પ્રત્યે દુર્લક્ષ રાખવાનું કહ્યું હોય તો પણ. જયારે લોકો કોઈપણ ભાવ નથી અનુભવતા અથવા તો નકારાત્મક ભાવ અનુભવે, ત્યારે તેમને ભાવાર્થ બિલકુલ નજરમાં નહીં આવે.


આ સૂચવે છે, જયારે લોકો સકારાત્મક ભાવ અનુભવે, ત્યારે તેઓ ની પ્રજ્ઞા વધુ વિસ્તૃત હોય છે – આનાથી સમજાય કે કેમ સારી ઘટના ની આસપાસ ની બાબતો પણ લોકો ને યાદ હોય છે. સકારાત્મકતા ખરી રીતે આપણને વધુ શક્યતાઓ જોવામાં મદદ કરે છે.


પણ આવા લાભ મેળવવા કેટલી સકારાત્મકતા આપણે જીવન માં જોઈએ – કેટલો દર પર્યાપ્ત છે? અમારું સંશોધન એવું કહે છે કે ત્રણે એક નો દર બરોબર પર્યાપ્ત છે- એટલે એક નકારાત્મક ભાવ સામે ત્રણ સકારાત્મક ભાવ – તેને ધક્કો મારવા મદદ કરશે, એ નિશ્ચિત કરવામાં મદદ કરશે કે તમે જીવનમાં મુરઝાયેલા રહો છો – માંડ કરીને જીવતા, કે પછી સમૃદ્ધ બનો છો, જીવન ને શક્યતાઓ થી સભર બનાવીને અને મુશ્કેલીના સામના માં વિશિષ્ઠ હિંમત દાખવતા.


આમાં એ ધ્યાન આપવું જરૂરી છે કે દર ત્રણે શૂન્ય નો નથી. આ બધાં નકારાત્મક ભાવ ને ખત્મ કરવાની વાત નથી. આ નિર્દેશ નો એક ભાગ એમ સૂચવે છે કે નકારાત્મકતા પણ જરૂરી છે. આ સમજવા વહાણ નો દાખલો લઈ લો. વહાણ માંથી એક મોટો સઢ ઉભો થાય છે, જે હલેસા માં હવા ને પકડવા અને વહાણ ને આગળ ધપાવવા મદદ કરે છે. પણ પાણી ની નીચે નૌતલ હોય, જેનું વજન ઘણા રતલ હોય છે. તો અહીં સઢ એ સકારાત્મક છે અને નીચે રહેલ નૌતલ નકારાત્મક. તમે જયારે હલેસું ચલાવો ત્યારે તમને ખબર પડે કે ભલે સઢ હલેસા ને પકડે છે, પણ તમે નૌતલ વગર હલેસું ચલાવી ના શકો; વહાણ આડું અવળું જઈને ઉલટું થઈ જવાની શક્યતા છે. નકારાત્મકતા, આ નૌતલ છે, જે, વહાણ ને સ્થિર અને વહેણ માં સંચાલન યોગ્ય રાખે છે.


એકવાર જયારે મેં આ રૂપક દર્શકો સામે મુક્યું, એક સજ્જન એ કહ્યું, “તમને ખબર છે, આ નૌતલ ની સૌથી વધુ જરુર ત્યારે છે જયારે તમે સામા પવને વહાણ લઈ જતાં હો, જયારે તમે મુશ્કેલી નો સામનો કરો”. નકારાત્મક ભાવો નો અનુભવ અને અભિવ્યક્તિ તે ઉત્કર્ષ ની ક્રિયા નો એક અગ્રીમ ભાગ છે, અને –કે ખાસ ત્યારે – જયારે કઠિનાઈઓ સામે હોય, કારણકે તે આપણને જે મુશ્કેલીઓ નો સામનો કરીએ તેની સચ્ચાઈ સાથે સંલગ્ન બનાવે છે. [..] એક સુફી કહેવત છે: નકલી સોના જેવું કંઈ હોયજ નહીં જો ક્યાંક અસલી સોના નું અસ્તિત્વ ના હોય. તો આપણે કેવી રીતે ખરા, હાર્દિક સકારાત્મક ભાવ ને નકલી સોના ને પકડ્યા વગર મેળવી શકીએ?



----- બાર્બરા ફ્રેદ્રિકસોન નોર્થ કેરોલીના ના મહાવિદ્યાલય ના કેનાન પદ યુક્ત પ્રોફેસર છે. તે Positivity ના લેખક છે.



મનન ના પ્રશ્નો:



૧.) નકારાત્મક ભાવ આપણે જે મુશ્કેલી નો સામનો કરીએ છીએ “તેની સચ્ચાઈ સાથે સંલગ્ન” બનાવે છે, તે વિષે તમારું શું મંતવ્ય છે.
૨.) સકારાત્મક ભાવો વધુ ભાવાર્થ અને શક્યતાઓ ઉભી કરે, તેવો અનુભવ તમને થયો છે?
૩.) હાર્દિક સકારાત્મક ભાવ ને નકલી સોના ને પકડ્યા વગર મેળવવા માં શું મદદ કરશે ?
 

Barbara Fredrickson is the Kenan Distinguished Professor at the University of North Carolina, Chapel Hill. She is also the author of Positivity. Excerpt above from this article.


Add Your Reflection

15 Past Reflections